________________
195
- ૧૪ : આજ્ઞા પારતન્યની આવશ્યકતા - 14
–
૧૯૫
સાચા ધર્મના રસિયા બનો તો દુઃખી નહિ થાઓ ! વિષયવાસના-લાલસાએ બધું, તમને ધર્મમાં રસ નથી એનું પરિણામ છે. હજી બાજી હાથમાં છે : ભયંકર આપત્તિ આવે તે પહેલાં ચેતો ! નહિ ચેતો અને ચાલુ છે તેવી જ પ્રવૃત્તિમાં રહેશો,ધર્મ નહિ કરો-તો જે સુખ છે તે પણ નહિ રહે. ધર્મ યોગ્ય આત્માઓ માટે છે :
આ દશકાનું પરિવર્તન જુઓ ને ! દશકા પહેલાંની સ્થિતિ આ જ છે ? ઘણા કહે છે કે “અમે સુખી નથી' - પણ રાડો પાડ્યું સુખી થવાય ? ખાતર પાડ્યું કે કોઈનું ઝૂંટવી લેવાથી સુખી થવાતું હોત, તો તો ચોટ્ટા બધાયે સુખી થઈ જાત. પાપ જ જો સુખનું કારણ હોત તો તો પાપીમાત્રને ત્યાં બાદશાહી હોત. તમે જાતે દુ:ખી થયા છો : કોઈએ દુ:ખી કર્યા નથી. દુઃખી થવાની કાર્યવાહી હજી પણ ચાલી રહી છે. જ્ઞાની પુરુષોના અનુભવયુક્ત વચનોને હૃદયમાં ઉતારો. આ શાસ્ત્રની વાણી સાચા અનુભવીઓની છે : જગતના સંપૂર્ણ જ્ઞાતાની આ વાણી છે.
તમને ખરાબ કરનાર-વિષયની વાસના, ખોટો લોભ, ખોટાં વ્યસનોવગેરે વગેરે છે. અનીતિ, જૂઠ, પ્રપંચ વગેરેને સેવતી વખતે કંપારીયે ન થાય એ કેમ નભે ? અનીતિ, જૂઠ અને પ્રપંચ કરનારો હોશિયાર છે એમ ન માનતા. અત્યારે જે કાંઈ દેખાતું હોય, તે એ હોશિયારીથી નથી પણ પૂર્વના પુણ્યથી છે : એ પુણ્ય પરવાર્યા પછી તો ભીખ માંગતાં પણ પેટ નહિ ભરાય. હાલ આ વાત એકદમ નહિ જચે, પણ જચાવ્યા વિના છૂટકો નથી. દુઃખ- દુઃખ તો કરો છો, પણ દુઃખ આવ્યું ક્યાંથી ? અશુભ બાંધ્યું હતું તેથી ને ? દુઃખને પણ વેદતાં શીખો ! વાત વાતમાં કહે કે “દુઃખ આવ્યું શું કામ ? ધર્મ કરવા છતાં દુઃખ આવે કેમ ?' પણ-“ભાઈ ! પાપ કર્યું હતું શું કામ ? પાપ કરો અને પાપનો નતીજો ન મળે એ બને ? સુખી બનવું હોય તો, ધર્મ તથા ધર્મ પ્રત્યે સભાવના ખીલવો.” “ભવનિÒઓ થી માંડી ‘તવ્યયણસેવેણા' - સુધીની માગણીને સમજી જાવ, તો ધર્મને આવવાનાં દ્વાર ખૂલી જાય.
પાપને પુણ્ય ન માનો. મોજશોખ, રંગરાગ-એ પાપ છે. પાપને પુણ્ય માનશો તો વેઠવું પડશે. આ વસ્તુ (ધર્મ) હશે તો પૈસો જશે તોયે પ્રસન્નતા રહેશે. “આભવમખંડા'-પછીના ભાગમાં તો હદ કરી છે. એમાં તો એવી માંગણી છે કે ન પૂછો વાત. તમે રોજ બોલો, મોટેથી બોલો, પણ બહાર વર્તન એનું એ જ એ કેમ ચાલે ? આ ઉપરથી જે બોલો છો તે છોડી ન દેતા. એ બોલો છો તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org