________________
૧૯૪.
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૧
–
194
““કયા કારણથી આમ કરવામાં આવે છે ?” આણે તો ઘરનું સર્વસ્વ આપી દીધું અને તમારો તો સોમો હિસ્સો પણ નથી: જો તમે પણ સર્વસ્વ આપતા હો, તો આપનું નામ સર્વની ઉપર મૂકવામાં આવે !'આ પ્રમાણેના મંત્રીના વચનથી સર્વ ખુશ થયા અને પોતાની અજ્ઞાનતાથી લજ્જા પામ્યા.” મંત્રીશ્વરની વિચારશક્તિ અને વસ્તુનો વિવેક કરવાની શક્તિ, કેવી અને કેટલી અનુકરણીય છે-એ ઉપર ખૂબ ધ્યાન આપવાનું છે. ભીમા શેઠનું દાન જેટલું પ્રશંસનીય છે, તેટલો જ મંત્રીશ્વરનો વિવેક પ્રશંસનીય છે. આ બેય ગુણો ખીલવવા જેવા છે. આજે આ બેય ગુણો આવી જાય તો શી ખોટ છે ? બધુંય છે. માત્ર આ ઉદારતા અને વિવેકની ખામી છે. આવાં દૃષ્ટાંતો સાંભળી જીવનમાં ઘણું ઘણું ઉતારવાનું છે. પછી વાડ્મટ મંત્રીએ વિચાર્યું કે “ભીમા શેઠે આપી તો દીધું પણ હવે શું કરશે ?' એટલે પહેરામણી તરીકે અમુક આપવાનો પ્રયત્ન કર્યો : ભીમા શેઠે કહ્યું કે “મંત્રીશ્વર ! કાણી કોડી માટે કોટિ દ્રવ્ય કોણ ગુમાવે ?' - આ પ્રમાણે કહીને ભીમા શેઠ પત્નીથી ભય પામતા ઘેર ચાલ્યા ગયા. ઘરની સ્થિતિ તો બજારમાંથી લાવે ત્યારે રસોઈ થાય એમ છે. વળી ભાગ્યશાળી એવા છે કે ઘેર પણ કુભાર્યા છે : પણ આજની એમની પુણ્યભાવનાએ બધું ફરી ગયું : ઘેર ભાર્યામાં પણ પરિવર્તન થઈ ગયું : કુભાર્યાની સુભાર્યા થઈ ગઈ.
ઘેર આવેલા પતિને પત્નીએ પણ પ્રિય વચનથી સંતોષ પમાડ્યો અને પતિ પાસેથી સર્વ વૃત્તાંત સાંભળીને કહ્યું કે “આપે તીર્થમાં ફાળો આપ્યો એ ઘણું જ સારું કર્યું અને સારામાં સારું એ કર્યું કે મંત્રીશ્વરે આપેલું ગ્રહણ ન કર્યું.”
આ પછી ગાયનો ખીલો નાખવા માટે ભૂમિ ખોદતાં ચરુ નીકળ્યો. આ જોઈને શેઠ વિચારે છે કે “આજે મારો પુણ્યોદય છે કે જેથી આ કળશ મળ્યો : અને એ કારણે આ કળશ પણ પુણ્યકાર્યમાં દેવા યોગ્ય છે'-એમ વિચારીને પત્નીને પૂછ્યું અને પત્નીએ પણ તેમાં અનુમતિ આપી. કહો, કુભાર્યા પણ કેવી સુભાર્યા બની ગઈ ? જો કે એ નીકળેલા, કળશને લઈને ગયા તે મંત્રીશ્વરે ન લીધો અને દેવે પણ કીધું કે “તમારી ભક્તિથી તુષ્ટમાન થઈને મેં આપ્યો છે, માટે ભોગવો અને ધર્મની પ્રભાવના કરો !”-એ વાત જુદી છે, પણ તે ભીમા શેઠની ભાવના કેવી ? ધર્મના પરિણામે સર્વ કાંઈ મળ્યું : કુભાર્યા પણ સુભાર્યા બની ગઈ. આ ધર્મનું પરિણામ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org