________________
૧૩ઃ મૌન ન રહે છતાં મુનિ
• મુનિ મૌન ધરે તે કેવું? • શાંતિ શાથી જળવાઈ રહે ? • પૂર્વાચાર્યોએ કેવી રીતે કામ કર્યું છે ? • માર્ગાનુસારિતા કયારે આવે ?
• લોકવિરુદ્ધ કાર્યોનો ત્યાગ :
લોકવિરુદ્ધ કાર્યોની ગણના : - ગુરુજનની પૂજા :
વિષયઃ ભવનિર્વેદનો ઉપસંહાર કરીને ત્રીજી ઈષ્ટ ફળસિદ્ધિ ચોથી લોકવિદ્ધનો
ત્યાગ અને પાંચમી “ગુરુજનપૂજાની પ્રાર્થના અંગે ઉદ્દબોધન. ભવનિર્વેદ વિનાની ધર્મક્રિયા પણ મડદાલ. તેમાં પ્રાણ નહિ એ વાતના અનુસંધાનમાં અશુભ પ્રવૃત્તિને રોકવા માટે બોલવું એ જ ખરું મૌન, એ જ ખરી શાંતિ. એ વખતે મૌન એ તો વ્રતમહાવ્રતનું નાશક છે વગેરે બાબતો અત્રે આવરી લેવાઈ છે. એની પુષ્ટિ માટે “શ્રાવસ્તી નગરીમાં આવેલ ગોશાળો જિન છે કે નહિ' એવી ગૌતમસ્વામીજીની પૃચ્છા, વીતરાગી એવા પણ પરમાત્માનો સ્પષ્ટ જવાબ, સંદસૂરિજીનો પ્રસંગ વગેરે દૃષ્ટાંતો અપાયાં છે. પૂર્વાચાર્યોના બલિદાનથી જ માર્ગ ટકળ્યો છે. માટે જ માર્ગાનુસારિતા ઉપલબ્ધ છે. એ બાબત પણ કહી. અંતે ઇષ્ટફળ સિદ્ધિ અંગે થોડોક વિમર્શ કરી લોકવિરુદ્ધ કાર્યોનો ત્યાગ અને ગુરુજનપૂજાનું નિરૂપણ કર્યું છે.
મુવાક્યાતૃd. • સંસારને કારાગાર સમજી એમાંથી નીકળવાની ઇચ્છા તે નિર્વેદ, તે વિનાની ક્રિયા પણ નિર્જીવ
જેવી, જીવવાળી નહિ. • અજ્ઞાન અથવા અલ્પજ્ઞાન છે, ત્યાં સુધી પોતાની બુદ્ધિ પર ચાલવાનો આગ્રહ, તે વસ્તુતઃ
દુરાગ્રહ છે. • અશુભ પ્રવૃત્તિને રોકવા માટે તો બોલવું એ જ ખરું મૌન. • સ્વ-પર રક્ષા થાય - ભલું થાય, ત્યાં ન બોલે તે મૌની નથી પણ મૂર્ખ છે. • તારક વસ્તુનો નાશ થતો હોય, તે વખતે છતી શક્તિએ મૌન રહેવું, એના જેવો બીજો આત્મઘાત પણ કયો છે ?
જો સજ્જન સજ્જનતા ન છોડે, તો આખરે દુર્જનના હાથ હેઠા પડ્યા વિના ન રહે. • “જેટલાં સંવરનાં સ્થાન, તેટલાં જ હીનયુણિયાને માટે આશ્રવનાં સ્થાન અને ભાગ્યવાનોને તો જે
આશ્રવનાં સ્થાન તે પણ સંવરનાં સ્થાન.'
મુનિ મૌન ભજે, ગૃહસ્થ ઘર ભજે, તો પછી આ ધર્મને કોણ ભજે ? • ધર્મના અર્થી બનો તો ગુણો દોડી દોડીને તમારામાં આવશે. • ખરી ગુલામી જ અર્થ-કામની આસક્તિમાં છે. • મૈત્રીભાવનાનો અર્થ એ કે – ‘પ્રાણીમાત્રનું ભલું કરવું સ્નેહી સ્વજનનું જ નહિ, દુમનનું પણ.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org