________________
૧૪ : આજ્ઞા પારતંત્ર્યની આવશ્યકતા 14
વિશિષ્ટ ચારિત્રવાળા ગુરુનો યોગ જોઈએ : એવા ગુરુનો યોગ થયા બાદ-‘તન્ત્રયળસેવા-આમવમવંડા !'-‘સદ્ગુરુના વચનની સેવના અખંડપણે, આ ભવ પર્યંત એટલે આ જન્મ પર્યંત નહિ, પણ સંસારમાં જ્યાં સુધી રહું ત્યાં સુધી પણ ખરી !-‘એક વખત ગુરુમાં શુભપણાનો નિશ્ચય થઈ જાય, પછી એમના વચનમાં શંકા ન થવી જોઈએ : શુભપણું ચાલ્યું જાય તો આ માગણી ન થાય.
185
સાચો સિક્કો ભલે ૨ોજ તિજોરીમાં રહે, પણ એમાં ખોટો માલૂમ પડ્યો તો ડાહ્યો માણસ તે, કે જે એને ફેંકી દે. હજાર સિક્કામાં પાંચ ખોટા આવે તો લોભવશ થઈ સમજુ માણસ રાખે નહિ : નવસો પંચાણું ભલે થાય, પણ ખોટા તો તુરત ફેંકી જ દેવાના. કારણ કે એ જાણે છે કે, પકડાયા તો બાર વાગી જાય. ખોટા સિક્કાઓની કિંમત ઉપજાવવાનો પ્રયત્ન સરખોય તે કરે નહિ : કારણ કે કોઈ વખત કલંકિત થવામાં એ કારણભૂત છે. એવો લોભ ડાહ્યા વેપારીને ન હોય.
૧૮૫
‘શુભ ગુરુના વચનની અખંડપણે સેવા આ ભવ પર્યંત હો !'-એના વચનની સેવામાં ગુમાવવાપણું છે નહિ : આત્માનો એકાંતે સુધારો જ છે. આ પ્રાર્થનામાં કાંઈ બાકી છે ? આ મુજબ થઈ જાય તો ‘ભવનિવ્રેઓ’થી માંડી, ‘તવ્યયણસેવણા આભવમખંડા’-સુધીની આ બધી માંગણી જો બરાબર ભાવનારૂપે પણ સ્થિર થઈ જાય, તો પછી આત્મા ઘરમાં, ખાવાપીવામાં, મોજશોખમાં, રંગરાગમાં આનંદ ન પામે. માંગણી વખતની વિધિ, મર્યાદા કેવી સરસ છે ? મર્યાદા, માંગણી, મુદ્રા, બધું જ સુંદર : કોઈ પૂછે કે ‘માંગણી બાદ તમારા વિચારમાં પરિવર્તન થયું ? ભવની પ્રવૃત્તિ વધી કે ઘટી ? પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ-અરે અઢારે પાપસ્થાનકની પ્રવૃત્તિ વધતી જાય છે કે ઘટતી જાય છે ? પરિગ્રહ મળતો નથી એ જુદી વાત છે, પણ અંતરંગમાં વધે છે કે ઘટે છે ? જિંદગી સુધી ન મળે પણ ભાવના કઈ ? મેળવવાની કે છોડવાની ?’-આવા પ્રશ્નોનો શો ઉત્તર હોય એ કદી વિચારો છો ? મળવું એ સંયોગાધીન છે-પુણ્યોદયાધીન છે અને જાય ત્યાં પાપોદય છે, પણ મનોવૃત્તિ શી જોઈએ ? જાય અને આવે એ પુદ્દગલનો યોગ છે : એનાથી જ આત્મા સુખી કે દુઃખી એમ જ નથી : ઢગલાબંધ હોય તો સુખી અને ન હોય તો દુ:ખી, એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org