________________
૧૮૭
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૧ ––
––
108
પણ નથી : બહુ પરિગ્રહ હોય તે બહુ સુખી જ હોય, એમ કહી શકાય તેમ નથી ! મમ્મણ શેઠ પાસે લક્ષ્મીનો પાર નહોતો અને પુણિયા શ્રાવક પાસે સાડા બાર દોકડાથી અધિક ન હતી : મમ્મણ શેઠ શ્રીમંતાઈમાં ઊંચી કોટિનો, જ્યારે પુણિયો શ્રાવક નિર્ધનોમાં ઊંચી કોટિનો છતાં પણ એ પુણિયો શ્રાવક ત્રિકાલજિનપૂજન, ગુરુભક્તિ, દાન અને કાયમ ધર્મક્રિયા કરતો સામાયિક અખંડપણે કરતો : ત્યારે મમ્મણ શેઠ દિવસે પણ મજૂરી, રાત્રે પણ મજૂરી અને વરસાદની ઝડીઓમાં પાણીમાં પડી લાકડાં લાવતો : તેલ ને ચોળા ખાતો ! પરિણામે મમ્મણ સાતમીએ ગયો અને પુણિયા શ્રાવકની સારામાં સારી નામના આજ સુધી ચાલી આવે છે. આ વસ્તુ અહર્નિશ વિચારવા જેવી છે અને પ્રાર્થનાસૂત્ર દ્વારા કરાતી માંગણી જીવનમાં ઊતરી જાય, તેવા પ્રયત્નો પણ અવિરતપણે કરવાની ખાસ જરૂર છે કારણ કે આત્માનું વાસ્તવિક શ્રેય એમાં જ સમાયું છે. કુવ્યસનોથી થઈ રહેલી ખરાબી :
શાસ્ત્ર, મોક્ષ સાધ્ય છે, એમ માન્યું અને ધર્મને તેનું સાધન છે, એમ માન્યું દુનિયાએ કામને સાધ્ય માન્યો અને અર્થને તેનું સાધન માન્યું : કામની જડ મોળી ન પડે, ત્યાં સુધી થાય શું ? કામ એટલે સ્પર્શેન્દ્રિયનો વિષય જ નહિ પરંતુ પાંચ ઇંદ્રિયોના વિષયની લાલસા-એ કામ છે. એમાંયે રસના ભયંકર છે : એના યોગે બધીયે ઇંદ્રિયો બહેકી ઊઠે છે : ખાવાનો શોખ, એ જ રસનાનો અર્થ કે બીજો ? એ શોખ એવો ભયંકર લાગ્યો છે કે ભક્ષ્યાભઢ્યનો પણ વિચાર નહિ. કેટલાકને તો દ્વિદળની પણ ખબર નહિ હોય ! કેટલાક તો હજી પૂછે છે કે “કંદમૂળ કયાં કયાં કહેવાય ?” ભક્ષ્યાભક્ષ્યનો વિચાર લગભગ નાશ પામ્યો છે. વિચારવાની ફુરસદ પણ હોય નહિ ત્યાં શું થાય ?
જૈનશાસનની ભસ્યાભઢ્યની વાત બહુ જુદી છે. આજે તાજી લાવેલી ચીજના પણ વર્ણ, ગંધ, રસ, સ્પર્શમાં જો ફેરફાર થાય તો તે અભક્ષ્ય છે : જૈનશાસ્ત્ર અને અભક્ષ્યની કોટિમાં મૂકે છે.
જૈનકુળમાં જન્મેલાની સ્થિતિ એ જાતની હોવી જોઈએ કે, બહાર કે ઘેરકોઈ પણ સ્થળે, અભક્ષ્ય વસ્તુનું ભક્ષણ ન કરે અને ભક્ષ્ય વસ્તુના ભક્ષણમાં પણ નિયમિત બને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org