________________
૧૯૨
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
192
“દો! મર્ચતા તોલ્ય-મ0 મેડલ ઃ પુનઃ | द्वयोरप्यन्तरं रत्नो-पलयोरिव हा महत् ।।१।। एतादृशं महातीर्थ-मप्युद्धर्तुमयं क्षमः ।
ન થાનમ, નવીનું સદા રા" “આશ્ચર્યની વાત છે કે મનુષ્યપણાથી તો આમની અને મારી સમાનતા છે, પણ ખેદની વાત છે કે ગુણોથી તો આ મહાપુરુષની અને મારી વચ્ચે રત્ન ને પથ્થરની માફક મોટું અંતર છે કારણ કે આ મહાનુભાવ આવા પ્રકારના મહાતીર્થનો ઉદ્ધાર કરવા માટે સમર્થ છે અને હું મારી કાયા
જેટલું પણ નવું તીર્થ કરવાને સમર્થ નથી.” વિચારો ! આ મહાનુભાવની ભાવના કેટલી ઉત્તમ છે? આજના શક્તિસંપન્ન આજે કઈ ભાવનામાં રમે છે અને આ પુણ્યવાન કઈ ભાવનામાં રમે છે, એ ખાસ વિચારવા જેવું છે. મહાન પુણ્યોદય વિના આવી દશામાં આવા વિચારો આવવા, એ ઘણું જ મુશ્કેલ છે. આ દશા પ્રાપ્ત કરવામાં જ સાચું આત્મશ્રેય છે.
ઉત્તમ વિચારોમાં મગ્ન થયેલા તે મહાનુભાવને દ્વારપાળોએ ગળેથી પકડીને દૂર કર્યો : એ મંત્રીશ્વરે જોયું અને બોલાવીને પૂછ્યું. તે મહાનુભાવે પોતાની સઘળી હકીકત કહી : એમાં તે મહાનુભાવે કરેલી શ્રી જિનપૂજાની હકીકતને સાંભળીને, મંત્રીશ્વરે આનંદમાં આવીને સભા સમક્ષ સ્તુતિ કરતાં કહ્યું કે :
___ "धन्यस्त्वं निर्धनोऽप्येवं, यो जिनेन्द्रमपूजयत् ।
ઘર્મવન્યુત્ત્વમસિ છે, તતઃ સાત્વતઃ II ા” નિર્ધન એવા પણ જેણે આ પ્રમાણે શ્રી જિનેંદ્રદેવની પૂજા કરી તે તું સાધર્મિકપણાથી ખરેખર મારો ધર્મબંધુ છે !”
આ પ્રમાણેની સ્તુતિ કરીને મંત્રીશ્વરે તે મહાનુભાવને બળાત્કારે પોતાના અર્ધાસન ઉપર બેસાર્યા. જ્યાં આ પ્રકારની સાધર્મિક ભક્તિ હોય અને આ પ્રકારનો સાધર્મિક પ્રેમ હોય, ત્યાં શું કમી રહે ? આ રીતના વ્યવહારથી એ ભીમા શેઠ પણ વિચારે છે કે : “અરે ! જિનહિમા, નિનાનીભાવતમ્ |
વહં રિ-શિરોમરિમાનિત: " અહો શ્રી જિનેશ્વરદેવના ધર્મનો મહિમા અને શ્રી જિનેશ્વરદેવની પૂજાનું કેવું લીલાયિત (માહાત્મ) છે, કે જેથી દરિદ્રશિરોમણિ એવો પણ હું આ રીતનું માન પામ્યો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org