________________
283.
– ૨૦ : સમાધિમરણ - 20 – ત્યાં બોધિનો લાભ થાઓ !! જ્યાં જઈએ ત્યાં જે સામગ્રી મળે તેના સદુપયોગની બુદ્ધિ થાય તે બોધિલાભ : બોધિલાભ, સંસારના હેતુનેય મોક્ષનો હેતુ બનાવે છે : સંસારના હેતુને પણ ત્યાંથી ખસેડી મોક્ષના હેતુમાં યોજે છે ? કોઈ ક્રિયા સાધતાં સંસારનો હેતુ નડતો હશે તો તેને ઉલટાવી હાનિકર નહિ થવા દે : માટે બોધિલાભ હો.
બોધિલાભ વિનાની આર્યદેશ, આર્યકુળ, આર્યજાતિ-વગેરે સામગ્રી નકામી ! શું એ વિના એ કામ પણ આપે ? એ બધી સામગ્રી ફળ કયારે ? બોધિલાભ હોય ત્યારે ! બોધિલાભ જલદી મળે, એમાં તન્મય થવાય, શ્રી જિનેશ્વરદેવના વચનમાં ઓતપ્રોત થવાય, તો તો મળેલી બધી સામગ્રી સફળ ! શ્રી જિનેશ્વરદેવના વચન ઉપર પ્રીતિ થવા પહેલાં પણ પાપની ભીરુતા આવવી જોઈએ.
પાપનો ભય ન હોય તો શ્રી જિનેશ્વરદેવનાં વચન ગમે જ નહિ. જેને પાપનો ભય નથી, જેને ભવનો ડર નથી અને જેને સંસારના રંગરાગ તરફ અરુચિ નથી, તેને શ્રી જિનેશ્વરદેવની વાણી ન ગમે. શ્રી જિનેશ્વરદેવની વાણી તો ક્યારે ગમે ? જ્યારે ભવની અરુચિ થાય ત્યારે ! શ્રી જિનેશ્વરદેવનું વચન બધાને રુચતું હોત, તો તો પછી જોઈએ શું ? શ્રી જિનેશ્વરદેવના વચન ઉપર રુચિ કેળવવા માટે તો આ બધા પ્રયત્ન છે. ઉપકાર પણ યોગ્યનો જ થઈ શકે છે?
હવે શ્રી આચારાંગસૂત્રના મંગલાચરણના બીજા શ્લોકને લઈએ છીએ. "आचारशास्त्रं सविनिश्चितं यथा, जगाद वीरो जगते हिताय यः। तथैव किञ्चिद्वग्दतः स एव मे, पुनातु धीमान् विनयार्पिता गिरः ।।१।। જે ભગવાન શ્રી મહાવીરદેવે સુવિનિશ્ચિત આચારશાસ્ત્રને જગતના હિત માટે જે રીતે ફરમાવ્યું, તે જ રીતે કંઈક કહેતા એવા મારી વિનયાર્પિત (વિનયથી અર્પિત થયેલી) વાણીને તે જ ધીમાન ભગવાન પવિત્ર કરો.” ભગવાન શ્રી મહાવીરદેવે જગતના હિતની ખાતર, જરાય શંકાને સ્થાન ન મળે તેવા આ આચારશાસ્ત્રને કહ્યું છે. જગતના હિતની ખાતર-પ્રાણીમાત્રના ભલાની ખાતર કહ્યું છે. આરાધક બુદ્ધિને ધરનાર કોઈ પણ પ્રાણી એવો નથી, કે જેનું આ આચારશાસ્ત્રથી હિત ન થાય કારણ કે આ આચાર એવો ઉત્તમ છે કે, જે જે આરાધક બુદ્ધિથી સેવે, તેને તેને પવિત્ર બનાવે અને તે સેવનારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org