________________
૨૯ર
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
22
ચરણની સેવા હો !” શ્રી જિનેશ્વરદેવની ચરણસેવા મળે, એટલે બીજા બધા ગુણો તો સહજ છે. ત્યાર પછીની છેવટની માગણી દુઃખનો ક્ષય : એના માટે કર્મનો ક્ષય : અને જ્યાં સુધી મરવાનું છે ત્યાં સુધી સમાધિમરણ, તથા જ્યાં જાઉં ત્યાં બોધિલાભ !
સમાધિમરણ કોને થાય ? જેવો આત્મા તેવું મરણ. શાસ્ત્ર મુનિના મરણને “પંડિત મરણ “ કહે છે, શ્રાવકના મરણને “બાલ પંડિત મરણ' કહે છે, અને બીજાના મરણને “બાલ મરણ' કહે છે. પંડિતાઈ કઈ ? જેટલા પ્રમાણમાં પાપથી વિરામ પામ્યા હોય તે. જે વસ્તુ આત્માને મુંઝવતી હતી, તેના સંગથી સર્વથા મુનિ ખસ્યા, માટે એમનું મરણ-તે “પંડિત મરણ :' દેશવિરતિ શ્રાવક અંશે ખસ્યા, માટે એમનું મરણ તે “અંશે પંડિત મરણ' તથા બાકીના “અંશે બાલ મરણ !” અને બીજા બધા સંસારના સંગમાં બેઠા છે, માટે એમનું બાલ મરણ !”
આપણો મુદ્દો એ છે કે “પંડિતાઈ શું ચીજ છે એ સમજો.” કોરી બુદ્ધિ એ શુષ્ક બુદ્ધિ છે : બુદ્ધિ સંસ્કારી અને ફળવતી જોઈએ ? અસંસ્કારી અને ફળ વગરની બુદ્ધિ કામની નથી. જેટલી ચીજો આત્માને ઘાતક છે, તે બધાથી આત્માએ અલગ થવાનું છે. બુદ્ધિના ઉપયોગની ત્યાં જરૂર છે. અલગ થવું પડે એમાં કિંમત નથી, પણ આત્મા સ્વયં અલગ થાય એમાં કિંમત છે.
સમ્યગ્દષ્ટિ આત્મા પણ ધારે તો “સમાધિમરણ' સાધી શકે છે : કારણ કે તે એ બધી વસ્તુને તજવા યોગ્ય તો માને છે. સમાધિમરણ શા માટે ? એટલા જ માટે કે ભલે આ જિંદગીમાં તો મમત્વ ન છૂટ્યું, પણ પરંપરા સાથે ન આવે : મોહની આધીનતાના યોગે આત્મા જિંદગી સુધી તો ત્યાગ ન કરી શક્યો અને લેપાયો, પણ જતી વખતે તો એ લેપ છોડવો છે કે સાથે લઈ જવો છે ? બધી સામગ્રી તો અહીં રહેવાની છે : તો એના યોગે નિરર્થક લેપ સાથે આવે એવી મૂર્ખાઈ કોણ કરે ? મહેનત કરવા છતાંય એ ચીજો જો સાથે નહિ આવે, તો વળી પાછળના પાપની ભાગીદારી કાયમ રાખવાની મુર્ખતા કોણ કરે ? પણ એ ક્યારે બને ? એ હેય છે-એના સંસર્ગથી અહિત છે, એવી બુદ્ધિ થાય તો ને ! ત્યારે માગણી એ કે “જ્યાં સુધી સંસારમાં રહું, ત્યાં સુધી ભવે ભવે તારા ચરણની સેવા : એને માટે દુઃખલય, કર્મક્ષય-સંપૂર્ણ કર્મક્ષય ન થાય ત્યાં સુધી જે વારંવાર મરણ થાય તે સમાધિયુક્ત થાઓ અને જ્યાં જાઉં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org