________________
101 - – ૮ : પ્રાર્થનાનો પરમાર્થ – 8 –
૧૦૧ કરવા જતાં પણ કદાચ આપત્તિ આવી પડે, તો માનવું કે જરૂર પૂર્વે કાંઈ ન કરવાનું કર્યું હશે અને તેથી બંધાયેલ કર્મ ઉદયમાં આવ્યું હશે. તો તેથી ગભરાવાનું શું ? તે કર્મ ખપ્યું એટલો લાભ જ છે.
સુધર્મ ઇદ્ર ભગવાન શ્રી મહાવીરદેવને વિનંતિપૂર્વક કહ્યું હતું કે છમકાળમાં આપને ભયંકર ઉપસર્ગો થવાના છે, તો અનુમતિ આપો તો આપની સાથે રહું.”
ભગવાને કહ્યું કે “ઇંદ્ર ! એ કદી બન્યું નથી, બનતું નથી ને બનવાનું પણ નથી કે તીર્થકરો કોઈના બળથી કેવળજ્ઞાન ઉપાર્જે.' વાત પણ ખરી છે કે તેઓ તે પોતાના બળથી જ ઝૂઝે. શ્રી તીર્થંકરદેવો તો સઘળા અશુભ કર્મના ઉદયને પ્રસન્નતાથી ભોગવી લેવાને સજ્જ હોય છે. એમ ન હોય તો ગોવાળિયો એમને ઉપદ્રવ કરી જઈ શકે ? નહિ જ, તેમ ન બને.
જેની આંખની ભ્રકુટી વાંકી થતાં ઇંદ્રોનાં સિંહાસનો કંપે, અને સઘળાં ભુવનો ઊથલપાથલ કરવાની જેમનામાં તાકાત છે, એમને ગોવાળિયો ઉપદ્રવ કરી જાય ? ગોવાળિયો કાનમાં ખીલા ઠોકી જાય ? તિર્યંચો કુતૂહલ કરી જાય ? જેમની આંખનાં પોપચાં ઊંચાં થાય, તો સામે ઊભા રહેવાની ઇંદ્રોની પણ તાકાત નથી, - એ પણ ધ્રુજે. જગતના નાશ અને રક્ષણ બેયનું બળ એમનામાં છે, પણ એ આત્મા એટલો પવિત્ર અને કરુણામય બન્યો છે કે કોઈને હેરાન કરે જ નહિ. એ તો એમ કહે છે કે પૂર્વે જે કાર્યવાહી કરી છે, તે બધીનો બદલો ચૂકવવાનો છે. બધું બળ કેવળજ્ઞાન મેળવવામાં ખર્ચવાનું છે, નહિ તો કેવળજ્ઞાન ક્યાં રસ્તામાં છે ? સાડા બાર વર્ષમાં ભગવાનને કેટલા ઉપસર્ગો ! પણ એ તો નિશ્ચય હતો કે બળ કેવળજ્ઞાન ઉત્પન્ન કરવામાં વાપરવાનું છે : કોઈને ત્રાસ કરવામાં નહિ ! બધાનું ભલું કરવામાં બળ વાપરવાનું છે-કોઈના ભૂંડામાં નહિ ! - જો તમે બીજાનું ભૂંડું ઇચ્છવું તો પહેલાં તમારું જ ભૂંડું થવાનું. કદાચ દુનિયામાં જીત્યા તોયે આત્મદષ્ટિએ હારેલા જ છો. હૃદયમાં કોઈના ભૂંડાની ભાવના પણ ન કરો. સર્વ સુખી થાઓ એ જ ઇચ્છો. દુશ્મનો પણ સુખી થાઓ એમ ઇચ્છો. આ વાત જાત માટે છે ! બાકી સત્ય અને કલ્યાણકારી વસ્તુની રક્ષા માટે તો કરવા યોગ્ય સર્વ કરવાનું.
આપણી સમતા ગાંડાની સમતા જેવી નથી. જૈનશાસનની સમતા, શાંતિ અને ક્ષમામાં એ ડહાપણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org