________________
૫ : તીર્થની આરાધનાનો અવસર
• તીર્થારાધનાની તાકાત કેળવો !
આમાંથી ફલિત થાય છે.
‘નય વીયરાય’ સૂત્રનાં અદ્ભુત રહસ્યો :
♦ ધર્મગુરુ શા માટે ?
વિષયઃ તીર્થની આરાધનાની અનિવાર્યતા અને તે માટેનો સુયોગ્ય સમય માનવભવ જ છે. ‘જયવીય’ સૂત્રનાં રહસ્યોનું પ્રગટીકરણ. મંગલાચરણ શ્લોક - ૨
5
તીર્થની મહત્તાને પૂર્વનાં પ્રવચનો દ્વારા સ્થાપિત કર્યા બાદ એ જ અનુક્રમમાં આગળ વધી અત્રે તીર્થ કેવું અનિવાર્ય અને આરાધ્ય છે, વળી એની આરાધના માટે સુયોગ્ય માનવભવ મેળવ્યા બાદ તો એ આરાધના કેવી વેગવંતી બનવી જોઈએ વગેરે વાતોની સુંદર છણાવટ કરાઈ છે.
શાસનને સમજવા શાસનપતિને કરાયેલ જયવીયરાય સૂત્રાંતર્ગત પ્રાર્થનાઓ ઉપર પ્રૌઢ શૈલીમાં આ વ્યાખ્યાનથી ક્રમશઃ વિવેચના પ્રસ્તુત થવા પામી છે જે વીશમા પ્રવચનમાં પૂર્ણ થાય છે. આ સંપૂર્ણ નિરૂપણ અત્યંત અદ્ભુત છે. નારદ-વસુરાજા અને પર્વતની વાર્તાનો પણ અત્રે ઉપયોગ કરાયો છે. આ પ્રવચનમાં પ્રારંભના જયવીયરાય – જગગુરુપદની વિવેચના થઈ છે તે આગળ વીશમા પ્રવચનમાં પૂર્ણ થશે.
સુવાકાભૂત
♦ જેમ શક્તિ છુપાવવી નહિ તેમ શક્તિથી આગળ પણ જવું નહિ.
♦ શક્તિ છુપાવીએ તો ગુનેગાર બનીએ. અમલ ન કરીએ તો વંચિત રહીએ અને શક્તિથી આગળ વધી જઈએ તો કરી શકતા હોઈએ તે પણ ગુમાવી બેસીએ.
૦ આ આગમમાં એવી તાકાત છે કે ચોવીસે કલાક, અરે ! આખી જિંદગી શાંતિમાં રાખે.
♦ માત્ર વીતરાગ જ્યાં જયવંતા વર્તે છે, ત્યાં મુક્તિ અને મુક્તિનો માર્ગ : જ્યાં તે નથી ત્યાં મુક્તિ પણ નથી, અને મુક્તિનો માર્ગ પણ નથી.
વીતરાગના યોગે આપણે છીએ, આપણા યોગે એ નથી.
• અહીં પણ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા મુજબ અપાતું ન લાગે તો ઊઠીને ચાલ્યા જવું. એક સેકંડ પણ થોભવું નહિ.
કે
ખોટું અપાતું હોય છતાં પણ સભા શોભાવવા, મહત્તા ખાતર કે ભલું લગાડવા ખાતર બેસવું, એ બુદ્ધિમત્તા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org