________________
૯૦
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
ઉપાધ્યાય ખિન્ન થયા હતા. જેઓનો હું પાઠક, જેઓ મારા વિદ્યાર્થી, જેઓને હું ભણાવું, તેઓ નરકે જાય ?' - આ વિચારે એ ખિન્ન થયા અને પરિણામે એમને નિર્વેદ થયો.
વસુ એ રાજપુત્ર હતો, પર્વત એ ખુદ પોતાનો પુત્ર હતો અને નારદ એ ઋષિપુત્ર-સિદ્ધપુત્ર હતા. ચારણમુનિના શબ્દો સાંભળી ઉપાધ્યાય મૂંઝાયા. મુનિઓ ખોટું કહે નહિ. “જેને હું ભણાવું તે નરકે જાય ?' - આ વિચારે હૃદય દ્રવિત થઈ ગયું : શિષ્યોની પરીક્ષા કરી અને યોગ્યની પીઠ થાબડી : અને એના પરિણામે સંસાર ત્યજી ત્યાગ સ્વીકાર્યો. આ ઉપરથી વિચારો કે તમારે માટે અમને શું લાગવું જોઈએ ?
તમે સંસારમાં, વિષય-કષાયમાં, દુનિયાના રંગરાગમાં લીન થાઓ તેથી અમને આનંદ થાય ? તમારી સદ્ગતિની, તમારી મુક્તિની અમને ભાવના હોય. તમે સંસારમાં રવડી મરો, એવી અમારી ભાવના ન હોય. - હવે તમારે ખુલ્લો એકરાર કરવો પડશે ! તમારે જાહેર કરવું પડશે કે ધર્મગુરુઓની જરૂર તમને શા માટે છે ? અમુક માટે ધર્મગુરુની જરૂર છે, એમ ખુલ્લું જણાવવું પડશે.
ધર્મગુરુ કોના થવાય ? સંસારના રંગરાગમાં લીન થવા માગે એના ? વિચાર કરજો, માતા-પિતા, સ્નેહી વગેરેને પૂછી નક્કી કરજો કે ધર્મગુરુ શા માટે જોઈએ ?
સભા : ભવનિવૃત્તિ માટે.
કહી દો તેથી સંતોષ ન થાય. નિશ્ચયપૂર્વક કહો. બીજી વાતોનો તો તમે નિશ્ચય કરી જ ચૂક્યા છો. ઘર શા માટે ? રહેવા માટે ! દુકાન ? બાર માસના રોટલા માટે ! નોકરી ? સુખેથી જમવા માટે ! મૂડી ? પ્રસંગ નિવારવા માટેગૃહસ્થાઈની પોઝીશન સાચવવા માટે, ને સ્નેહી વગેરેને કે પોતાને આપત્તિમાં સહાય કરનાર થાય તે માટે ! તેમ “ધર્મગુરુ શા માટે ?' એનો એકરાર-એનો નિશ્ચય કરો. ઉતાવળ ન કરો. મનન કરા-ચિંતવન કરો.
કહી રહ્યો છું કે દિવસે દિવસે મિથ્યાત્વનો વાયુ, વિષય-કષાયનો વાયુ, દુનિયાના રંગરાગનો વાયુ વધતો જાય છે-હવા ઝેરી બનતી જાય છે, માટે તમને એવી ઔષધિની જરૂર છે, કે જેથી ઝેરી દવા અસર ન કરે. તમને એ ઝેરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org