________________
૧૭ : લોકવિરુદ્ધ અને લોકવિરોધ વચ્ચેનો તફાવત 17
લોકવિરુદ્ધ અને લોકવિરોધ વચ્ચેનો તફાવત :
• શ્રી રામચંદ્રજી અને સીતાજીનું વૃત્તાંત :
♦ લક્ષ્મણ ઉ૫૨નો શ્રી રામચંદ્રજીનો મોહ :
આલંબન ઊંચાં લો !
વિષય : ચોથી પ્રાર્થના ‘લોકવિરુદ્ઘચ્ચાઓ’ પદ વિવેચના :
ભવોભવમાં જિનચરણોની સેવાની માગણી ભક્તે ભગવાન પાસે કરી. તેમાં પ્રવચનકારશ્રીજીએ આ પ્રવચનમાં પાયો મજબૂત કરવા લોકવિરુદ્ધ ત્યાગની વાતને સમજાવી છે. લોકનો વિરોધ થાય એટલા માત્રથી ધર્મક્રિયા છોડી ન દેવાય. પરંતુ ઇહલોક વિરુદ્ધ, પરલોક વિરુદ્ધ અને ઉભયલોક વિરુદ્ધનો ત્યાગ જરૂ૨ ક૨વાનો અહીં વિરુદ્ધનો અર્થ ‘બગાડનાર' થાય છે. આ લોક-પરલોકઉભયલોકને બગાડનાર ક્રિયાનો ત્યાગ એવો અર્થ કરવો. તેમાં રામચંદ્રજીએ સીતાજીનો લોકોની વાત સાંભળી જંગલમાં કરેલો ત્યાગ, છેવટે સીતાજીનો દિવ્ય - દીક્ષાસ્વીકાર, લક્ષ્મણજી ઉ૫૨નો રામચંદ્રજીનો મોહ, લવ-કુશનો દીક્ષાપ્રસંગ વગેરે બાબતોને સારી રીતે આવરી લેવાઈ છે.
સુવાકયામૃત
♦ લોકવિરુદ્ધ થતાં કાર્યોને ધર્માત્માએ જેમ પ્રાણાંતે પણ ન સેવવાં જોઈએ, તેમજ લોક જે નવો નવો વિરોધ કરે તેથી ભય પામીને ધર્માત્માએ પ્રાણાંતે પણ કરણીય કાર્યોનો ત્યાગ ન જ કરવો જોઈએ.
જનતાના ભલા માટે અયોગ્યની જાણ કે પિછાણ કરાવવી પડે, ત્યાં શાસ્ત્ર નિંદા કહી નથી. પેટભરા પત્રકારોએ પોતાના પત્રકારિત્વને લજાવ્યું છે. એવા છાપાંઓનો પ્રચાર, એ સમાજમાં શ્રાપરૂપ છે.
♦ જે કાળમાં વિરોધીઓ બળવત્તર હોય ત્યારે નાની સંખ્યામાં રહેલા પણ ધર્મીનું બળ એવું હોય છે કે પેલાઓને પાછા જવું જ પડે.
શાસન રહેવાનું ત્યાં સુધી રક્ષક પણ જયવંતા રહેવાના જ ! જો એમ ન ચાલે તો તો અરાજ કતા થાય ! સજ્જનો જીવી શકે જ નહિ !!
♦ એક સર્વવિરતિ લે ત્યારે સમ્યગ્દષ્ટિ આત્માઓને ઘેર ઘેર વધામણાં હોય.
♦ વૈરાગ્ય થાય ત્યારે દુનિયાનું ઔચિત્ય, વિરક્ત આત્માને બાધ ન કરે.
♦ સંસ્કારો એવા કેળવો, સંયોગો એવા મેળવો, વાર્તાલાપ એવો કરો કે ઉત્તમ વિચારો અને વૈરાગ્ય સહજ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org