________________
મંગલાચરણ
યુક્ત એવો તે પરમ કૃપાળુ મહામતિ, સદા પરાર્થથસની–પરોપકારનો બંધાણી બની, તેમ જ પ્રવૃત્તિ કરે છે. અને તેમ કરતાં તેને મહદય–પરમ પુણ્યરાશિ ને ગુણરાશિ વર્ધમાન થતું જાય છે. આમ તે તે કલ્યાણગવડે પ્રાણુઓ પ્રત્યે પરોપકાર કરતાં તે તીર્થકર પણું પામે છે, કે જે તીર્થંકરપણું જીના પરોપકારનું પરમ સાધન છે'. ભક્તશિરોમણિ મહાત્માઓ ગાઈ ગયા છે કે –
“ ત્રીજે ભવ વર થાનક તપ કરી, જેણે બાંધ્યું જિનનામ;
રે ભવિકા ! સિદ્ધચક્રપદ વંદે.”–શ્રી યશોવિજયજી-( શ્રી શ્રી પાળરાસ )
ભવ ત્રીજે સમકિત ગુણ રમ્યા, જિનભક્તિ પ્રમુખ ગુણ પરિણમ્યા; તજી ઇન્દ્રિય સુખ આશંસના, કરી સ્થાનક વીશની સેવના. અતિ રાગ પ્રશસ્ત પ્રભાવતા, મન ભાવના એવી ભાવના સવિ જીવ કરું શાસનરસી, ઈસી ભાવદયા મન ઉદ્ભસી. ”
શ્રી દેવચંદ્રજીકૃત સ્નાત્ર પૂજા. આવા તીર્થંકર નામકર્મને જ્યાં ઉદય છે, એવી કર્મકાય અવસ્થાનું એટલે કે કર્મજન્ય સાકાર દેહધારી સગી અવસ્થાનું આ “જિનત્તમ” વિશેષણથી ગ્રહણ કર્યું છે. અને આ દેહધારી અવસ્થા છતાં, ભગવાનની સહજાન્મસ્વરૂપ સ્થિતિવાળી પરમ જ્ઞાનદશા એવી તો અપૂર્વ હોય છે કે જાણે તેઓ દેહાતીત વર્તતા હાયની !
દેહ છતાં જેની દશા, વત્તે દેહાતીત તે જ્ઞાનીના ચરણમાં, હે વંદન અગણિત. ”
–શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત શ્રી આત્મસિદ્ધિ, અગ-મન-વચન-કાયાનું કર્મ તે એગ છે. જેને તે વેગ નથી તે અયોગ છે, આ વિશેષણ ઉપરથી ભગવાનની તકાય અવસ્થાનું એટલે કે શુદ્ધ આત્મતત્વ જ
માત્ર જેની કાયા છે એવી સિદ્ધ અવસ્થાનું ગ્રહણ કર્યું. આ શુદ્ધ અયોગ આત્મતત્તવમય અવસ્થા, શેલેશીકરણ પછી તરતજ ઉપજે છે, અને
ત્યારે તેમાં સમસ્ત કમ દૂર થઈ ગયા હોય છે, તથાભવ્યત્વના પરિ. ક્ષયથી પરમ જ્ઞાનસુખ ઉપજ્યું હોય છે, સમસ્ત કૃત્ય કરી લીધાં હોવાથી ત્યાં કૃતકૃત્યતા અનુભવાય છે, અને મોક્ષરૂપ પરમ ફળની પ્રાપ્તિથી તે નિકિતાર્થરૂપ–સિદ્ધદશારૂપ હોય છે. આવી નિષ્કર્મ, નિરાકાર, નિષ્કલ શુદ્ધ આત્મતવમય દશા “અગ” વિશેષણથી સૂચવી ભગવાનના સિદ્ધપદની સ્તુતિ કરી.
શૂરપણે આતમ ઉપયેગી, થાય તિણે અયોગી છે. ”–શ્રી આનંદઘનજી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org