________________
(૧૨)
વિગદરિસરુ થય કરાય છે, તે જિન અહંત સર્વ જગમાં પરમ પ્રધાન-ઉત્કૃષ્ટ વ્યક્તિ છે, વિશ્વની વિશિષ્ટ શ્રેષ્ઠ વિભૂતિ છે. એટલે ઉત્તમ પુરુષની ભક્તિ ઉત્તમ ગબીજ થઈ પડે છે, કારણ કે તે મેક્ષ સાથે જનાર–જેડનાર અનુષ્ઠાનનું કારણે થાય છે. કહ્યું છે કે –
“ઉત્તમ ગુણ અનુરાગથી સાહે, લહીએ ઉત્તમ ઠાણ રે..ગુણ ઉત્તમ નિજ મહિમા વધે સાહે, દીપે ઉત્તમ ધામ રે ગુણ” – શ્રી યશોવિજયજી “ઉત્તમ સંગે રે ઉત્તમતા વધે, સધે આનંદ અનંતો;” નીરાગીથી રે રાગનું જોડવું, લહીએ ભવનો પારોજી. ” નિમિત્ત હેતુ જિનરાજ, સમતા અમૃત ખાણ;
પ્રભુ અવલંબન સિદ્ધિ, નિયમા એહ વખાણી. ”—શ્રી દેવચંદ્રજી આમ અત્રે એગમાર્ગમાં-મોક્ષમાર્ગમાં ભગવાન શાસ્ત્રકારે પ્રભુભકિતને પ્રથમ સ્થાન આપ્યું છે. જેણે પરમ આત્મસ્વરૂપને પ્રગટપણે પ્રાપ્ત કર્યું છે, જેને પરમ પૂજ્ય એ શુદ્ધ આત્મસ્વભાવ પ્રગટ્યો છે, એવા ગુણનિધાન વીતરાગ પરમાત્માની યથાશક્તિ ભક્તિ કરવી, એ ગ-પ્રાસાદનું પ્રથમ પગથિયું છે, મોક્ષવૃક્ષનું ઉત્તમ બીજ છે. જે શુદ્ધ ભાવે પ્રભુભક્તિ કરે છે, તે અવશ્ય મોક્ષફળ પામે જ છે.
“જિનપતિ ભક્તિ મુક્તિનો મારગ, અનુપમ શિવસુખ કંદો રે.”—શ્રી દેવચંદ્રજી ભક્તિ વિના નવિ મુક્તિ હુવે કે ભક્તને,
રૂપી વિના તે તે ન હવે કઈ વ્યક્તને.”—શ્રી રૂપવિજયજી કારણ કે પ્રભુને ભજવાથી, પ્રભુનું નામ જપવાથી, પ્રભુના ગુણનું સ્મરણ કરવાથી, પ્રભુનું સ્તવન કરવાથી, પ્રભુના ચરિત્રનું સંકીર્તન કરવાથી, પ્રભુનું સ્વરૂપ ચિંતવવાથી,
પ્રભુનું ધ્યાન ધરવાથી, ને પ્રભુ સાથે અભેદપણું ભાવવાથી, ભજનાર જિનપદ નિજ ભક્તજનને પિતાના આત્મસ્વરૂપનું ભાન થાય છે. ઘેટાના ટેળામાં પદ એકતા” રહેલે સિંહશિશુ પોતાનું સ્વરૂપ ભૂલી ગયો હોય છે, પણ જેવો તે
સિંહને દેખે છે કે તરત તેને પિતાના સાચા સ્વરૂપનું ભાન થાય છે. તેમ ભક્તજનને પ્રભુ સાથે તન્મયતા સાધતાં પિતાનું મૂળ શુદ્ધ સહજ આત્મસ્વરૂપ
સ્મૃતિમાં આવે છે. એટલે ખરી રીતે પરમાર્થથી પ્રભુની ભક્તિ-આરાધના તે પિતાના આત્મસ્વરૂપની ભકિત-આરાધના છે. આ અંગે મહાત્માઓના સુભાષિત છે કે –
“વ્યવહારસે દેવ જિન, નિહસે હે આપ યેહી બનસે સમજ લે, જિન પ્રવચનકી છાપ. “જિનપદ નિજ પદ એકતા, ભેદભાવ નહિં કાંઈ, લક્ષ થવાને તેહને, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ. ” શ્રીમદ્ રાજચંદ્રજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org