________________
થાગાદિસપુલ ધ્યાનના ઘણા ઘણા પ્રકાર છે, એ સર્વમાં શ્રેષ્ઠ એવું તે આત્મા જેમાં મુખ્યપણે વસે છે તે ધ્યાન કહેવાય છે, અને એ જ આત્મધ્યાનની પ્રાપ્તિ ઘણું કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના થતી નથી, એવું જે આત્મજ્ઞાન તે યથાર્થ બોધની પ્રા તે સિવાય ઉત્પન્ન થતું નથી. એ યથાર્થ બેધની પ્રાપ્તિ ઘણું કરીને ક્રમે કરીને ઘણું જીવોને થાય છે, અને તેનો મુખ્ય માર્ગ તે બોધ સ્વરૂપ એવા જ્ઞાની પુરુષનો આશ્રય કે સંગ અને તેને વિષે બહુમાન, પ્રેમ એ છે.” (જુઓ) શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૪૨.
રોગ દોષનો નાશ
જણાતા બેય સમાધિ અભે, પરપરિણતિ ઉછે.”—શ્રી દેવચંદ્રજી.
રેગ' નામનો સાતમે ચિત્તષિ અને નષ્ટ થાય છે. રોગ એટલે રાગ-દ્વેષ-મોહ એ ત્રિદેષરૂપ મહારોગ–ભાવરોગ તેનો અત્ર અભાવ થાય છે. અથવા સાચી યથાર્થ સમજણ
વિનાની ક્રિયા કરવામાં આવે તો શુદ્ધ ક્રિયાનો ઉચ્છેદ થાય, એટલે ત્રિદોષ શુદ્ધ ક્રિયાને જે પીડારૂપ અથવા લંગરૂપ થાય, તે રોગ છે. (જુઓ સન્નિપાત પૃ. ૮૬) અને આવી માંદલી અશુદ્ધ ક્રિયાનું ફળ વાંઝિયું છે. (૧)
આમસ્વરૂપના અજ્ઞાનથી જીવ પરભાવમાં મુંઝાય છે, મૂતિ થાય છે,-આ જ મોહ છે. અને તેને લીધે પરવતુમાં આત્મબુદ્ધિના કારણે આ જીવ રાગછેષ કરે છે. એટલે એ પરભાવ પ્રત્યે ગમન કરે છે, પરંપરિકૃતિને ભજે છે. આમ મોહરાગ-દ્વેષ એ જ જીવને મોટામાં મોટો રોગ છે. જેમ ત્રિદેવ સન્નિપાતનો રોગી પોતાનું ભાન ભૂલી જાય છે, બેભાનપણે ફાવે તેમ બકે છે, પિતાનું તે પારકું ને પારકું તે પિતાનું એવું યુદ્ધાતદ્વા અસમંજસ બોલે છે, ટૂંકમાં જાણે બદલાઈ ગયે હોય એમ પોતાના મૂળ અસલ સ્વભાવથી વિપરીત પણે-વિભાવ પણે વતે છે, અને પોતાના સત વરૂપથી નિપાતને પામી પિતાના “સન્નિપાતી” નામને યથાર્થ કરે છે તેમ રાગ-દ્વેષ-મોહરૂપ ત્રિદેષ સન્નિપાત જે જીવને લાગુ પડ્યો હોય છે, તે જીવ પોતાના આત્મસ્વરૂપનું ભાન ભૂલી જાય છે, પારકું તે પોતાનું ને પિતાનું તે પારકું એવું બેભાન પણે ફાવે તેમ પ્રલપે છેલવે છે, પિતાના મૂળ અસલ સહજ સ્વભાવથી વિપરીત પણે-વિભાવપણે વર્તે છે. આમ ત્રિદોષ સન્નિપાતથી જીવને નિજ સ્વરૂપથી નિપાત-અધ:પાત થાય છે એટલે તેના આત્મપરિણમનમાં ભંગ પડી, તે પરભાવ પ્રત્યે-વિભાવ પ્રત્યે ગમન, પરિણમન ને રમણ કરે છે. આ જ જીવનો મુખ્ય મહારોગ છે. (૨) અથવા યથાર્થ સાચી સમજણ વિનાની જે ક્રિયા કરવામાં આવે તે પણ રોગ છે, કારણ કે તેથી શુદ્ધ ક્રિયાને ઉછેર થાય છે, એટલે કે શુદ્ધ ક્રિયાને પીડા ઉપજે છે અથવા તેને ભંગ થાય છે. માંદા માણસની ગમનાદિ ક્રિયા જેમ માંદલી હોય છે, તેમ આ રેગ દેષવંતની કોઈ પણ ક્રિયા માંદલીરોગિષ્ટ હોય છે. તાત્પર્ય કે શુદ્ધ ક્રિયા એટલે શુદ્ધ આત્મપરિણતિને જે પીડા ઉપજે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org