Book Title: Yogdrushti Samucchaya
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mansukhlal Mehta Mumbai

View full book text
Previous | Next

Page 817
________________ ઉપસંહાર : અવિપરિણામિની ઈચ્છા, પ્રવૃત્તિ યમ લક્ષણ ( ૭૨૧) ને જે પાલન યમતણું, સર્વત્ર જ શમસાર; પ્રવૃત્તિ અહિં તે જાણવી, બીજે યમ જ તે ધાર. ર૧૬ અર્થ-સર્વત્ર શમસાર-શમપ્રધાન એવું જે યમપાલન તે અહીં પ્રવૃત્તિ જાણવી અને તે જ દ્વિતીય યમ છે. વિવેચન સામાન્યથી સર્વત્ર શમસાર જ એવું જે યમપાલન છે, તે જ અહીં પ્રવૃત્તિ જાણવી, અને તે યમને વિષે બીજો એ પ્રવૃત્તિયમ છે. જે અહિંસાદિ યમ અછાયમથી ઈચ્છવામાં આવ્યા, અંતરાત્માથી ઈષ્ટ–પૃહણય ગણવામાં આવ્યા, તેનું ક્રિયાવિશિષ્ટ (In action) પાલન કરવું તે પ્રવૃત્તિયમ છે. તે અહિંસાદિને ક્રિયામાં ઉતારવા, આચરણમાં–ચારિત્રમાં આણવા, દૈનિક ઇચ્છા પછી જીવનવ્યવહારમાં વણી દેવા તે પ્રવૃત્તિયમ છે. જીવનને અહિંસામય, પ્રવૃત્તિ સત્યમય, અસ્તેયમય, બ્રહાચર્યમય, અપરિગ્રહમય કરવા પ્રવર્તવું તે પ્રવૃત્તિયમ છે. મનવચન-કાયાના ગવ્યાપારમાં કૂત-કારિત-અનુદિત ભાવથી અહિંસાદિ પાળવામાં પ્રયત્નશીલ થઈ અંતરેચ્છાને સક્રિય કરી દેખાડવી તે યમમાં બીજો એવો પ્રવૃત્તિયમ છે. કારણ કે કઈ પણ વસ્તુ સાચા દિલથી રુચિ ગયા પછી_સી ગયા પછી તે ઈષ્ટ વતની પ્રાપ્તિ માટે મનષ્ય જરૂર પ્રવર્તન કરે છે–પ્રયત્ન કરે છે. તેમ આ અહિંસાદિ યમ પ્રત્યે જેને સાચી અંતરછા ઉપજી છે, તે પછી તે ઈષ્ટ અહિંસાદિની સાધના માટે અવશ્ય પ્રવર્તે છે, અવશ્ય પ્રયત્ન કરે છે. અને તે ગમી ગયેલી–બેઠી ગયેલી ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિમાં ગમે તેટલા વિદનો નડે, ગમે તેટલી વિપત્તિઓ આવી પડે, તો પણ તે મનુષ્ય તેનો પીછો છોડતું નથી, પણ ઉલટો બમણું ઉત્સાહથી તે વિદ્ગને પણ સામનો કરી–વિશ્ન જય કરી આગળ ધપે છે. તેમ અંતરાત્માથી પરમ ઈષ્ટ માનેલા અહિંસાદિની પ્રાપ્તિના માર્ગમાં ગમે તેટલા વિદનના ડુંગરા આડા આવી પડે, ગમે તેટલી વિપત્તિ-સરિતાઓ વચ્ચે નડે, તો પણ આત્માથી મુમુક્ષુ પિતાના ઈષ્ટ ધ્યેયને કેડે કદી મૂકો નથી, પણ ઉલટ દ્વિગુણિત ઉત્સાહબળથી તે વિનાનેઅંતરાયોને પણ પરાજય કરી આગળ વધવા મથે છે, “ધીઠાઈ કરી માર્ગે સંચરે છે. પરમ આત્મપરાક્રમવંત જ્ઞાની પુરુષના પરમ સંવેગપૂર્ણ અમૃતવચને છે કે ગમે તેમ છે, ગમે તેટલા દુઃખ વેઠે, ગમે તેટલા પરિસહ સહન કરો, ગમે તેટલા ઉપસર્ગ સહન કરે, ગમે તેટલી વ્યાધિઓ સહન કરે, ગમે તેટલી ઉપાધિઓ આવી પડે, ગમે તેટલી આધિઓ આવી પડે, ગમે તે જીવનકાળ એક સમયમાત્ર હે, અને દુનિમિત્ત છે, પણ એમ કરવું જ ત્યાંસુધી હે જીવ! છૂટકો નથી. ”—શ્રીમદ્ રાજચંદ્રજી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866