________________
( ૭૨૮)
થરાષ્ટ્ર સહેલું છે, ને તે “યતિભંગ” આદિ દોષ નડતું નથી.-આમ પ્રવૃત્તિયમમાં અને સ્થિર યમમાં યમપાલન તે સામાન્ય જ છે, પણ પ્રવૃત્તિયમમાં અતિચારાદિ દેષ સંભવ છે, અને સ્થિરયમમાં તે દેષનો અસંભવ છે,-બ મુખ્ય તફાવત એ બે વચ્ચે છે.
તેમ જ બીજે તફાવત એ છે કે-પ્રવૃત્તિ યમના પાલન કરતાં સ્થિરયમનું પાલન વિશિષ્ટ પશમ વૃત્તિથી યુક્ત એવું હોય છે. સામાન્ય વિદ્યાભ્યાસમાં પણ એકડીઆ
કરતાં જેમ જેમ આગળ અભ્યાસ વધતો જાય છે, તેમ તેમ વિદ્યાથીને વિશિષ્ટ ક્ષયોપશમ વધતું જાય છે–બુદ્ધિવિકાસ થતા જાય છે, બુદ્ધિબળ વધતું ક્ષપશમ જાય છે, એટલે તે વિકસિત બુદ્ધિબળથી અભ્યાસ આગળ વધારતે
જાય છે. તેમ આ ગવિદ્યાભ્યાસમાં પણ પ્રાથમિક અભ્યાસ કરતાં જેમ જેમ આગળ અભ્યાસ વધતો જાય છે, તેમ તેમ આ યોગવિદ્યાભ્યાસી આત્માથી ચગીને ક્ષયે પશમ વધતો જાય છે, જ્ઞાનવિકાસ થતો જાય છે, ચારિત્રબળ વધતું જાય છે, એટલે તે વિકસિત વિશિષ્ટ ક્ષયોપશમ બળથી એર ને એર ગાભ્યાસ આગળ વધારત જાય છે. વ્યાયામ શરૂ કરતાં પ્રથમ તો થોડો થોડો વ્યાયામ થઈ છે, પણ પછી વ્યાયામથી જેમ જેમ શરીર કસતું જાય છે, તેમ તેમ અધિક બળથી વિશેષ વ્યાયામ થઈ શકે છે. તેમ રોગ-વ્યાયામ શરુ કરતાં પ્રથમ તે થોડો વ્યાયામ થઈ શકે છે, પણ પછી યેગવ્યાપારથી જેમ જેમ ચારિત્ર-શરીર કસતું જાય છે, ચારિત્ર દેહને વિકાસ થતો જાય છે, ચારિત્ર-કાયા પુર્ણ થતી જાય છે, તેમ તેમ અધિક બળથી વિશેષ યોગ વ્યાયામ થઈ શકે છે. આમ પ્રથમના યમપાલન કરતાં સ્થિરથમ ગીનું આ યમપાલન અધિક બળવાન, અધિક સંવેગવાન, અધિક ક્ષયે પશમવાનું, ને અત્યંત સ્થિરતાવાન્ હોવાથી વિશિષ્ટ જાણવું. તે એટલે સુધી કે અચલ ચળે પણ આ સાધક યોગીનું યમપાલન ન ચળે. આ સ્થિરતાનું ઉત્તમ ઉદાહરણ શ્રી જિન ભગવાનમાં પ્રાપ્ત થાય છે –
અતિ રૂડી રે અતિ રૂડી, જિનની થિરતા અતિ રૂડી, સકળ પ્રદેશે અનંતી, ગુણપર્યાય શક્તિ મહંતી લાલ. અતિ તસુ રમણે અનુભવવંતી, પરરમણે જે ન રમતી લાલ. અતિ પર દ્રવ્યે જે નવિ ગમણ, ક્ષેત્રાંતમાંહિ ન રમણ લાલ. અતિ અતિશય યોગે જે નવિ દીપે, પરભાવ ભણી નવિ છીપે લાલ. અતિ નિજ તત્વ રસે જે લીની, બીજે કીણ હી નવિ કીની લાલ. અતિ ”—શ્રીદેવચંદ્રજી.
અને યમ પાલનનું જ જે શમસારપણું છે તે તે આગળની જેમ અત્રે પણ અધિક અધિકપણે અનુવ છે જ એમ જાણવું. જેમ જેમ યમપાલનનું સિથરપણું-દઢપણું થતું જાય છે, તેમ તેમ પ્રશમ સુખની માત્રા વધતી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org