Book Title: Yogdrushti Samucchaya
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mansukhlal Mehta Mumbai

View full book text
Previous | Next

Page 854
________________ ( ૭૫૮) યોગદરિસમુચ્ચય દ્વારા જે આ અપાય તે તે અવિધિદાન છે. કારણ કે જેણે પોતે શ્રવણાદિ કર્યું નથી, તે બીજાને દેવા બેસે-શ્રવણ કરાવવા બેસે તે કેટલું બધું અજૂગતું છે? કેવું બેહૂદું છે? અને આમ જે અવિધિવંતથી દેવામાં આવે તો પ્રત્યવાયના–અપાયના સંભવથી દોષ આવે છે, એમ શ્રી આચાર્ય ભગવંતે ભાખે છે. માટે જેટલી સુયોગ્ય શ્રોતાની જરૂર છે, તેટલી જ કે તેથી વધારે સુગ્ય વક્તાની–ભાવિતામા વ્યાખ્યાતાની જરૂર છે. જે વેગમાર્ગને જાણ, સુજાણ, જ્ઞાની, અનુભવી, ગીતાર્થ વક્તા હોય, તે જ ઉપદેશ દેવાને અધિકારી હાઈ સદુપદેષ્ટા શકે. પણ ગમાર્ગથી અજાણ, અજ્ઞાની, બીનઅનુભવી, અગીતાર્થ ગીતાર્થ જ્ઞાની વક્તા હોય, તે કદી પણ ઉપદેશદાનનો અધિકારી હોઈ શકે જ નહિં, અને તે અધિકારી જે વ્યાખ્યાનપીઠ પર ચઢી વક્તાબાજી કરે, મનાવા-પૂજાવા માટે પિતાનું જનમનરંજન વાચાપણું દાખવે, તો તે કેવળ અવિધિએ વર્તતે હેઈ, જ્ઞાનીના માર્ગને દ્રોહ જ કરે છે. માટે શ્રવણાદિ વિધિ સંપન્ન, ગમાર્ગના અનુભવી, ભાવગી, એવા ગીતાર્થ જ્ઞાની પુરુષ જ આ પેગમાર્ગના ઉપદેશદાતા હવા ગ્ય છે. એવા સદુપદેષ્ટા થકી જ આનું સદુપદેશ દાન શોભે છે, અને તેવા મહાત્મા સદુપદેણાથી જ માર્ગ પ્રવર્તે છે. “ શ્રાદ્ધ શ્રોતા સુધીમાં ગુજરાત વીશ તન્ના त्वच्छासनस्य साम्राज्यमेकछत्रं कलावपि ॥ –શ્રી હેમચંદ્રાચાર્યજીકૃત વીતરાગસ્તવ “સદુપદેખાની બહુ જરૂર છે. સદુપદેટાની બહુ જરૂર છે.”શ્રીમદ્ રાજચંદ્રજી અને તેવા સદુપદેણા યથાર્થ વક્તા સપુરુષે થકી દેવાતા આ જ્ઞાનદાનનું પ્રયોજન પણ અત્યંતપણે વિહ્વનો પ્રશાંતિ અર્થે હોય છે, પુણ્યાન્તરાયના વિનની પ્રશાંતિ અર્થે હોય છે, કારણ કે આવા જ્ઞાનદાનરૂપ પરમ સતકાર્યથી પિતાના એવિજ્ઞ શ્રેયમાં–આત્મકલ્યાણમાં જે વિન છે, તેની પ્રશાંતિ હોય છે, અત્યંત પ્રશાંતિ અર્થે શાંતિ હોય છે. અર્થાત્ પુણ્યાનુબંધિ પુણ્યમાં જે અંતરાય છે તેની પ્રશાંતિઅત્યંત શાંતિ હોય છે. એટલે આવા સતુશાસ્ત્રના દાનથી પિતાના શ્રેયપ્રાપ્તિના અંતરાયે ત્રટે છે, ને તેથી પિતાને શ્રેયનીપરમ શ્રતની મોક્ષરૂપ સતફળની પ્રાપ્તિ હોય છે. આમ આ પરમ સતુશાસ્ત્ર પિતે પ્રભાવના શ્રેવિનની પ્રશાંતિ કરનાર હોવાથી, તેનું દાન પણ સ્વ–પરને શ્રેયે વિનની પ્રશાંતિ કરનાર છે. એટલા માટે આત્મકલયાણની નિષ્કામ ભાવનાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866