Book Title: Yogdrushti Samucchaya
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mansukhlal Mehta Mumbai

View full book text
Previous | Next

Page 849
________________ ઉપસંહાર : શ્રી હરિભદ્રજીની સિંહના જેવી વીરવાણી ( ૭૫૩) યા મરેગે” “Do Or Die,” “વિજય અથવા મૃત્યુ ” એવી વીર પુરુષની વીરવાણી સાંભળીને કાયર જનો જેમ ભય પામીને ભાગી જાય, તેમ આ ધર્મધુરંધર ગવીરની વાણી સાંભળીને હીનસત્વ જીવો ભય પામીને ભાગવા માંડે એમાં શી નવાઈ? કારણ કે અહીં તો “ નગદ નારાયણ ની વાત છે, તથાભાવરૂપ “ રેકડા હરિનો મારગ કલદાર” રૂપીઆની વાત છે, તથારૂપ અધ્યાત્મપરિણુતિમય ભાવક્રિયા છે શૂરાનો કરતાં ગવિજય વરવાની અથવા સુભટની જેમ તે યોગસાધના કરતાં કરતાં ખપી જવાની વાત છે. “પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જેને!”—પહેલું માથું મૂકી પછી આ વેગનું નામ લેવાની વાત છે. ભાવથી કપટ રહિતપણે આત્માર્પણ કરી યોગમાર્ગે આગળ વધવાની વાત છે. આત્મસ્થાને વીરપણું દાખવવાની પરમ શૂરવીર વાત છે. આ આ હરિને-કર્મને હરનારા “વીર’ પ્રભુને માર્ગ શૂરાનો માર્ગ છે, એમાં કાયરનું કામ નથી. (જુઓ પૃ. ૮, “વીર પણું તે આતમઠાણે” ઈ.). હરિનો મારગ છે શૂરાને, નહિં કાયરનું કામ જોને; પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને.”– શ્રી પ્રીતમ ભક્ત ઈત્યાદિ કારણને લીધે જ્ઞાની આચાર્યો આવે આ ઉત્કૃષ્ટ યોગવિષયક ગ્રંથ એ ના હાથમાં દેતા જ નથી. એટલે જ આ ગ્રંથના કર્તા શ્રી હરિભદ્રાચાર્યજી કહે છે કે-આ ગ્રંથ અ ને દેવે ગ્ય નથી. અને આ અમે હરિભદ્રજીનું કહીએ છીએ તે કાંઈ અગ્ય જીવો પ્રત્યે અનાદરથી કે તિરસ્કારથી સાદર કથન કહેતા નથી, પણ આદરથી (Respectfully) કહીએ છીએ; કારણ કે અમને તે જીવો પ્રત્યે કાંઈ દ્વેષ નથી કે અમે તેનો અનાદર કે તિરસ્કાર કરીએ, પણ અમને તે સર્વ જીવ પ્રત્યે સમભાવ છે, અને તેવા અગ્ય જીવો પ્રત્યે તે વિશેષ કરીને ભાવ કરુણબુદ્ધિ છે કે આ છો પણું આ ગમાર્ગ પામવા ગ્ય થાય તે કેવું સારું. પણ તે માટે પણ યથાયોગ્યતા મેળવવી જોઈએ. યોગ્યતા મેળવ્યે તેઓ પણ આ માટે યોગ્ય થાય. એટલે મેંગે જેમ યોગ્યતા વૃદ્ધિ માટે પ્રયત્ન કરવો જોઈએ, તેમ અાગે પણ યોગ્યતા પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન-પુરુષાર્થ કરે જઈએ. એટલે તેઓએ બિલકુલ નિરાશ થવાની જરૂર નથી. કારણ કે જેમ બને તેમ વેરાગ્ય-ઉપશમાદિ ગુણની વૃદ્ધિ થાય તેમ તેમ તેની યોગ્યતા આવતી જાય, માટે તે વૈરાગ્યાદિની વૃદ્ધિ માટે પ્રયાસ તેઓએ કરવો જોઈએ. પણ જ્યાં સુધી તેવી ગ્યતા આવી નથી, ત્યાં સુધી તે તેઓ આ માટે યોગ્ય નથી જ. એટલે જ આ અમે આદરથી કહ્યું છે, અને તે પણ માત્ર તે જીવના હિતાર્થે જ. કારણ કે સર્વધે દરદીની બરાબર નાડ જોઈ, પ્રકૃતિ પારખી, વયપાચનશક્તિ આદિ લક્ષમાં રાખી દવા કરવી જોઈએ, એ સામાન્ય નિયમ છે. એમ ન કરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866