Book Title: Yogdrushti Samucchaya
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mansukhlal Mehta Mumbai

View full book text
Previous | Next

Page 823
________________ ઉપસંહાર : સ્થિર યમ લક્ષણ, અતિશાશદિ ચિંતા હતપણું ( ૭ર૭ ) અભ્યાસી છે, પણ પ્રોઢ વિદ્યાથી કડકડાટ પાઠ બોલી જાય તેમાં લેશ પણ આદિના દષ્ટાંત ખલનાનો સંભવ નથી હોતો. તેમ આ અહિંસાદિમાં પ્રાથમિક પ્રવૃત્તિ કરનારો-કારો અભ્યાસી અહિંસાદિ આચરે તેમાં અતિ. ચાર લાગવાને ભય છે, પણ તેના દઢ પાલનથી રીઢો થઈ ગયેલ પાક અભ્યાસી તે આચરે તેમાં અતિચાર દોષનો ભય નથી. (૨) કસરત શરૂ કરનારા શિખાઉને પ્રથમ મગદળ ફેરવવું ભારે થઈ પડે છે, ને તે હાથમાંથી “પડું પડું થઈ જાય છે, પણ સારી પેઠે વ્યાયામ કરી ચૂકેલા કસાયેલા શરીરવાળા કસરતબાજ મહલને તે ભારી મગદળ ફેરવવું રમત થઈ પડે છે, ને તે તેના હાથમાંથી ખલના પામતું નથી. તેમ અહિંસાદિ યમને વ્યાયામ શરૂ કરનારને પ્રથમ તો તેનું આચરણ કઠિન લાગે છે ને તેમાં સ્કૂલના થઈ કે થશે એવી ચિંતા રહે છે. પણ સારી પેઠે યમપાલનનો વ્યાયામ કરી ચૂકેલા પુષ્ટ કસાયેલા ચારિત્ર-દેહવાળા યેગીને તો મેરુ જેવું ભારી વ્રત પાલન-યમપાલન કરવું ૨ષત થઈ પડે છે, ને તે કદી ખલના પામવાનો ભય રહેતો નથી. (૩) તલવારની ધાર પર ઊભા રહેતાં પણ શીખવાનું પ્રથમ અભ્યાસને આકરું પડે છે, અને તેની ખલના પણ થાય છે; પણ પછી અભ્યાસ કરતાં કરતાં તે તલવારની ધાર પર ઉભે રહી શકે છે, એટલું જ નહિં પણ તેના પર રહેલાઈથી તાલબદ્ધ નૃત્ય કરી શકે છે, છતાં ખલના પામતો નથી ! એ અજબ બાજીગર તે બની જાય છે! તેમ અહિંસાદિ પાલનરૂ૫ અસિધારા વત પર ઉભા રહેતાં પણ શીખવાનું પ્રારંભકને કઠિન પડે છે, અને તેમ કરતાં તેની અતિચારરૂપ ખલના પણ થાય છે; પછી પુનઃ પુનઃ આવનારૂપ અભ્યાસ કરતાં કરતાં–તેની પાછળ “રઢ લગાડીને મંડ્યા રહેતાં,” તે અસિધારાવત પર સ્થિર ઊભો રહી શકે છે, એટલું જ નહિં પણ તેના પર સહેલાઈથી સંયમરૂપ તાલબદ્ધ નૃત્ય પણ કરી શકે છે ! એવું અજબ બાજીગર પણું આ સ્થિર ગિરાજ દાખવે છે! (જુઓ પૃ. ૫૩૦, “ધાર તરવારની ઈo ) (૪) શસ્ત્ર વ્યાપાર શીખનારને પ્રથમ તે હાથમાં બરાબર શસ્ત્ર પકડતાં પણ આવડતું નથી, ને તે પડી જવાનો પણ ભય રહે છે, પણ શસ્ત્રવિદ્યા સારી પેઠે શીખી લીધા પછી તે શસ્ત્રજ્ઞ શસ્ત્રને ગમે તેમ વિંઝી શકે છે, ને હાથે દઢપણે હાથમાં પકડ હોવાથી તેની ખલના થવી સંભવતી નથી. તેમ આ અહિંસાદિ ગવ્યાપારના અભ્યાસીને પ્રથમ તો આ યોગવ્યાપાર બરાબર આવડતું નથી ને તેનું પતન થવાનો ભય પણ રહે છે, પણ આ યોગશાસ્ત્ર વિદ્યા સારી પેઠે અભ્યાસી લીધા પછી શાસ્ત્રજ્ઞ અભ્યાસી યેગીને તે અહિંસાદિ વેગવ્યાપાર લીલારૂપ થઈ પડે છે, અને અત્યંત દઢતાને લીધે તેની ખલના થવાને સંભવ નથી હોતો. (૫) શિખાઉ કવિને પ્રથમ કાવ્ય કરતાં કઠિન પડે છે તે યતિભંગ આદિ દેષનો સંભવ છે, પણ પ્રૌઢ સિદ્ધહસ્ત કવિને કાવ્ય કરવું સહેલું છે, સહજ છે, ને યતિભંગ આદિ દેષનો સંભવ નથી હોતો. તેમ પ્રારંભિક યોગીને પ્રથમ અહિંસાદિ યમપાલન કઠિન પડે છે, ને અતિચારરૂપ યતિભંગ” આદિ દોષનો સંભવ છે, પણ પ્રોઢ સિદ્ધહસ્ત સંયમી યોગીને અહિંસાદિ યમપાલન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866