Book Title: Yogdrushti Samucchaya
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mansukhlal Mehta Mumbai

View full book text
Previous | Next

Page 842
________________ પક્ષપાત છે, અને જે ભાવશૂન્ય ક્રિયા છે, આ બેની વચ્ચેનું અંતર એટલું બધું મોટું છે કે તેને સૂર્ય–ખદ્યોતને અંતરની ઉપમા આપી શકાય. ઝળહળતો સૂરજ અને તગતગતો ખજૂઓ-આગીઓ એ બેના પ્રકાશ વચ્ચે જેટલું મોટું અંતર છે, તેટલું અંતર તાત્તિવક પક્ષપાત અને ભાવશૂન્ય ક્રિયા એ બેની વચ્ચે છે. તાવિક પક્ષપાત સૂર્યપ્રકાશ સમે છે, અને ભાવશૂન્ય ક્રિયા ખદ્યોત પ્રકાશ સમી છે. એટલે તાત્વિક પક્ષપાતની વાત મોટી છે. કઈ એમ શંકા કરે કે–આ લેગ વિષય પ્રત્યે પક્ષપાત માત્ર ઉપજવાથી શે ઉપકાર થાય? ઉપકાર તો ક્રિયા પ્રવૃત્તિથી થાય, માત્ર રુચિરૂપ પક્ષપાતથી શી રીતે થાય? તેનું નિવારણ અત્રે ઉક્ત દષ્ટાંતથી કર્યું છે. આ યોગશાસ્ત્ર વિષય પ્રત્યે તાત્ત્વિક પક્ષ- તાત્વિક પક્ષપાત, પારમાર્થિક પક્ષપાત, ખરેખર ભાવપક્ષપાત ઉપજ પાતથી ઉપકાર તે પણ કાંઈ નાનીસૂની વાત નથી, કારણ કે તથારૂપ પક્ષપાત અંતરંગ રુચિ–પ્રેમ વિના ઉપજતો નથી, અંતરંગ ભાવ વિના ઉપજતો નથી. એટલે અંતરંગ રુચિ-ભાવથી ઉપજતા આ ભાવપક્ષપાતનું મૂલ્ય જેટલું આંકીએ તેટલું ઓછું છે. એની સાથે આપણે જે ભાવ વગરની કરવામાં આવતી અનંત દ્રવ્ય ક્રિયાની સરખામણી કરીએ, તે તે ભાવશૂન્ય ક્રિયાની અતિ અતિ અદ્ર૫ કિંમત છે. કોઈ એક મનુષ્ય સાચા ભાવથી આ વેગ વિષય પ્રત્યે માત્ર પક્ષપાત જ ધરાવતો હોય, અને કાંઈ યેગસાધક ક્રિયા ન પણ કરે છેઅને બીજે ક્રિયાજડ મનુષ્ય અંતભેદ વિનાની-ભાવ વિનાની અનંત દ્રવ્ય ક્રિયા કરતો હોય,–તે આ બન્નેની વચ્ચેનું અંતર સૂરજ ને આગીના અંતર જેટલું છે. ભાવથી પક્ષપાત માત્ર ધરાવનાર પણ, ભાવશૂન્ય અનંત ક્રિયા કરનાર કિયા જડ કરતાં અનંતગણ મહાનું છે. ભાવ પક્ષપાતી સૂર્ય સમો છે, અને ભાવશૂન્ય ક્રિયાજડ ખાત સમો છે. એટલે આ બેની તુલના કેમ થઈ શકે ? કયાં મેરુ, કયાં સર્ષવ? કયાં સિંધુ, કયાં બિંદુ ? કયાં સૂર્ય, ક્યાં ખદ્યોત? બાહ્ય ક્રિયામાં રાચતા, અંતભેદ ન કાંઈ જ્ઞાનમાર્ગ નિષેધતા, તેહ ક્રિયાજડ અંહિ.”–શ્રી આત્મસિદ્ધિ મારિયાઃ પ્રતિકઢંતિ ન મારફુચા ”—શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર. અને અત્રે જે પક્ષપાતની વાત છે, તે તાત્વિક પક્ષપાતની વાત છે. તાત્વિક એટલે પારમાર્થિક–પરમાર્થ સત્ સત્ય તરત સમજીને–પરમાર્થ સમજીને તેના પ્રત્યે સહજ સ્વભાવે ઉપજતો પક્ષપાત તે તાવિક પક્ષપાત છે. આ તાવિક પક્ષપાતમાં અને અતાત્વિક પક્ષપાતમાં ઘણો ફેર છે, આકાશ-પાતાલનું અંતર છે; કારણ કે મતાહથી ઉપજતો પક્ષપાત-મતના મમત્વથી ઉપજતો પક્ષપાત તે અતાવિક છે. તેમાં મારું તે સાચું” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866