Book Title: Yogdrushti Samucchaya
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mansukhlal Mehta Mumbai

View full book text
Previous | Next

Page 840
________________ યાગાદિસવાય જે મહારા કરતાં પણ જડબુદ્ધિવાળા હોય તેઓને આ યોગદષ્ટિ લઘુતા દશન સમુચ્ચય' ગ્રંથ થકી લેશથી–કંઈક ઉપકાર થવો સંભવે છે ... આ શદે ઉપરથી મહાનુભાવ શાસ્ત્રકાર મહાત્માએ પિતાની અત્યંત લઘુતા સરળભાવે દર્શાવવા સાથે, કોને કોને આ ગ્રંથ ખાસ ઉપકારી થઈ પડશે, તેનું સુચન કર્યું છે. કારણકે “મહારાથી પણ જડબુદ્ધિવાળા ” એ પદમાં “પણ” શબ્દથી પોતાના પણ જડબુદ્ધિપણાનો લઘુત્વભાવે સ્વીકાર કર્યો છે. એટલે હું તો જડબુદ્ધિ-મંદ મતિ છું જ, પણ મહારા કરતાં પણ જે વધારે જડબુદ્ધિવાળા-મંદમતિ આત્માઓ હોય, તેને આથી કંઈક ઉપકાર થશે એમ આશય છે. કારણકે મતિનો વિકાસ આત્માના ક્ષપશમ પ્રમાણે હોય છે, અર્થાત કર્યાવરણના ક્ષપશમ પ્રમાણે બુદ્ધિની તરતમતા-ન્યૂનાધિકતા હોય છે. એટલે હું જે કે મંદ પશમવાળે છું, છતાં મહારા કરતાં પણ મંદ ક્ષયે શમવાળા જે જો હોય. જે આત્મબંધુઓ હાય, તેઓને આ હારી કતિ થકી કંઈક આત્મલાભ થે સંભવે છે. અત્રે લેશથી –કંઈક (a little ) એ શબ્દ પણ લઘુત્વભાવને સૂચક છે. કારણ કે આ ગ્રંથ મુમુક્ષુને કાંઈ જેવો તેવો ઉપકારી નથી, પરમ ઉપકારી છે, છતાં એમ કહ્યું છે. વળી અત્રે પિતાને પણ “જડબુદ્ધિ” કહ્યા તેનું પારમાર્થિક કારણ પણ છે. કારણકે જે જે ક્ષયોપશમભાવ છે તે તે ક્ષાયિક લાવની અપેક્ષાએ અ૫વીર્ય છેમંદશક્તિવાળા છે, જડબુદ્ધિરૂપ છે. એટલે કોઈ ગમે તેવા ઉત્કૃષ્ટ પશમવંત હોય તે પણ ક્ષાયિકભાવની અપેક્ષાએ તે મંદ મતિ-અપમતિ જ ગણાય. એટલે ગમે તેવા ક્ષયપશમને પણ મદ કરવા ગ્ય નથી, એ ન્યાયે ગ્રંથકાર મહર્ષિ કહે છે કે-હારો ક્ષપશમ ભલે ગમે તે હોય, પણ હું તો જડમતિ છું. તથાપિ મહારા કરતાં અપક્ષપશમી જી જે હશે, તે આથી કંઈક લાભ ઊઠાવી શકશે. કારણ કે અધિક ક્ષોપશમવંત પાસેથી અહપતર ક્ષયપામવંતને શીખવાનું-જાણવાનું મળે એ રીતિ છે,–જેમ વધારે ભણેલા પાસેથી ઓછું ભણેલે શીખી-જાણી શકે તેમ. (જુઓ પૃ. ૯૪ “અ૬૫ વર્ષ ક્ષપશમ અછે” ઇ.) આમ સાચા દઢ અધ્યાત્મરંગથી હાડોહાડ રંગાયેલા આ મહાનુભાવ મહર્ષિ હરિભદ્રાચાર્યજીએ અત્યંત અત્યંત સરલભાવે આત્મલઘુતા નિવેદન કરી, પિતાની ખરેખરી મહત્તા પ્રગટ કરી છે. કારણ કે-“લઘુતા મેં પ્રભુતા વસે, પ્રભુતા સે પ્રભુ દૂર.” અહીં જે કંઈક ઉપકાર છે એમ કહ્યું, તે ઉપકાર કે? અને કેવી રીતે થશે? તેનો પણ અત્ર ખુલાસો બતાવ્યું છે. તે આ પ્રકારે આ સતુશાસ્ત્રના શ્રવણ થકી તે મહાનુભાવ સુપાત્ર અધિકારી ચોગીઓને અન્ને પક્ષપાત–શુભેછા આદિ ઉપકાર કેવી ઉપજશે, અને તેથી કરીને તેઓને યથાસંભવ બીજ પુષ્ટિ વડે કરીને રીતે? કંઈક ઉપકાર થશે. તે મહાત્મા ગીજને આ સતશાસ્ત્ર સાંભળશે, એટલે તે ગુણગ્રાહી મહાજનોને એના પ્રત્યે કુદરતી પ્રમોદભાવ ઉપજવાથી પક્ષપાત થશે, શુભેચ્છા ઉપજશે, ભક્તિભાવ ખુરશે, યથાર્થ ગમાર્ગનું જ્ઞાન થશે, અને તે યોગમાર્ગે પ્રવર્તવાની અભિલાષા વૃદ્ધિ પામશે. એટલે તેઓને પ્રાપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866