Book Title: Yogdrushti Samucchaya
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mansukhlal Mehta Mumbai

View full book text
Previous | Next

Page 829
________________ ઉપસંહાર : સત્પરુષ સ્વરૂપના તથાદનથી યોગાવચક ( ૯૩૩) દેખતાં વેંત જ તેની અજબ જાદુઈ અસર થાય છે. આવા કલ્યાણસંપન્ન, દર્શનથી પણ પાવન, નિર્દોષ નિર્વિકાર વીતરાગ એવા જ્ઞાની પુરુષ, એમની સહજ દર્શનમાત્રથી પણ પાવનકારિણી જાદુઈ અસરથી સાચા મુમુક્ષુ ભેગીઓને શીધ્ર ઓળખાઈ જાય છે; કારણ કે મોન મુનિનું દર્શન પણ હજાર વાગાડંબરી વકતાઓના લાખો વ્યાખ્યાન કરતાં અનંતગણ સચોટ આપે છે. (જુઓ પૃ. ૨૫૩, “અહો સપુરુષના વચનામૃત” ઈત્યાદિ ). સ્વદેહમાં પણ નિર્મમ એવા આ અવધૂત વીતરાગ મુનિનું સહજ ગુણસ્વરૂપ જ એવું અદ્દભુત હોય છે. જેમકે કીચ કનક જાકે, નીચો નરેશપદ, મીચસી મિત્તાઈ, ગરવાઈ જાકે ગારસી; જહરસી જગ જાનિ, કહરસી કરામતિ, હહરસી હસ પુદગલ છબી છારસી. જાલસો જગવિલાસ, ભાલસો ભુવનવાસ, કાલસો કુટુંબકાજ, લેકલાજ લારસી, સીઠસો સુજસ જાને, વીઠસો વખત માને, એસી જાકી રીતિ તાહી, બંદી બનારસી.” –કવિવર બનારસીદાસજી. આવા પરમ નિર્દોષ, પરમ નિર્વિકાર, પરમ વીતરાગ જ્ઞાની પુરુષને-સાધુજનને તેના યથાર્થ ગુણસ્વરૂપે ઓળખવા, તેમનું જે સહજ શુદ્ધ આત્મસ્વરૂપ છે તે સ્વરૂપે તેમનું દર્શન કરવું તે “તથાદશન” છે. આ તથા દર્શનથી પુરુષને યોગ થાય છે, અને તે ભેગનું નામ ચગાવંચક છે.–આમ આ મેગાવંચકની પ્રાપ્તિમાં ત્રણ મુખ્ય વસ્તુ આવશ્યક છે. (૧) જેનો યોગ થવાનો છે, તે પુરુષ, સાચા સંત, સદગુરુ હોવા જોઈએ, (૨) તેના દર્શન-સમાગમ થવા જોઈએ, (૩) તેનું તથાસ્વરૂપે દર્શન–ઓળખાણ થવું જોઈએ. આમાંથી એકની પણ ન્યૂનતા-ખામી હોય તે ગાવંચક થતો નથી. કારણ કે (૧) પ્રથમ તો જેની સાથે યોગ થવાનું છે તે પોતે સત, સાચા સપુરુષ, પ્રત્યક્ષ સત્ સ્વરૂપને પ્રાપ્ત થયેલા સદ્દગુરુ હોવા જોઈએ, શાસ્ત્રોક્ત સકલ સાધુગુણથી શોભતા એવા સાધુચરિત સાચા ભાવસાધુ હોવા જોઈએ, સપુરુષ સ્વરૂપ શુદ્ધ સોના જેવા શુદ્ધ, પરમ અમૃત જેવા મીઠા, શુદ્ધ સ્ફટિક જેવા નિર્મલ પરમ પવિત્ર પુરુષ હોવા જોઈએ; સર્વ પરભાવના ત્યાગી આત્મારામી એવા સાચા “સંન્યાસી” હેવા જોઈએ; બાહ્યાભ્યતર ગ્રંથથી–પરિગ્રહથી રહિત એવા સાચા નિર્ચથ-ભાવશ્રમણ હોવા જોઈએ; પરભાવ પ્રત્યે મોન એવા આત્મજ્ઞાની વીતરાગ જ્ઞાની “મુનિ ” હોવા જોઈએ, સહજ આત્મસ્વરૂપ પદને જેને સાક્ષાત ગ થયે છે એવા યથાર્થ ભાવગી હવા જોઈએ, સ્વરૂપવિશ્રાંત એવા શાંતમૂર્તિ “સંત” હોવા જોઈએ, ટૂંકામાં તેમના “સત્ ” નામ પ્રમાણે “સત્ ”સાચા હેવા જોઈએ, આત્માના પ્રત્યક્ષ પ્રગટ સત્ સ્વરૂપથી યુક્ત એવા “સત’ હોવા જોઈએ. પણ આવા “સત ” સ્વરૂપયુક્ત સાચા સંત-સપુરુષ ન મળ્યા હોય, અને અસત્ અસંત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866