________________
પર દષ્ટિ ! ધર્મસંન્યાવિનિયોગથી મુનિ-રત્નવણિકુ કૃતકૃત્ય
(૬૦૩) તસ વિનિયોગે તે અહીં, કૃતકૃત્ય જ્યમ થાય;
ધર્મ સંન્યાસ નિગથી, તેમ મહામુનિરાય. ૧૮૧. અર્થ –તે રનના વિનિયોગથી અહીં જેમ તે મહાત્મા કૃતકૃત્ય થાય છે, તેમ આ મહામુનિ ધર્મસંન્યાસના વિનિયોગથી કૃતકૃત્ય થાય છે.
વિવેચન “તાસ નિગે કરણ અપૂર્વ, લહે મુનિ કેવલ ગેહે છે.”—. સઝા. ૮, ૨.
તે રત્નના વિનિયોગથી જેમ અહીં લેકમાં કોઈ મહાત્મા-રત્નાવણિક કૃતકૃત્ય થાય છે, તેમ આ દષ્ટિવાળો એગ મહામુનિ ધર્મસંન્યાસના વિનિયોગથકી કૃતકૃત્ય થાય છે.
રત્નપરીક્ષા કરી જાણનારો રત્નાવણિક ચોકસી, ઝવેરી શુદ્ધ દષ્ટિથી જ્યારે રત્નને યથેચ્છ વ્યાપાર કરે, ત્યારે જ તે કૃતકૃત્ય થયો કહેવાય છે કારણ કે રત્નપરીક્ષા સંબંધી
ગમે તેટલું જાણપણું હોય, પણ જ્યાં સુધી વ્યવહારમાં–વ્યાપારવિનિમયમાં રત્નાવણિકનું તેને પ્રયોગ ન કરવામાં આવ્યું હોય, ત્યાં સુધી તેનું સાર્થકપણું– દષ્ટાંત કૃતાર્થપણું થયું કેમ કહેવાય? પણ રત્નના ક્રયવિક્રયમાં, લેવડદેવડમાં
ઉપયોગી થાય તેની ખાતર જ જે રત્નપરીક્ષાનું જ્ઞાન અનિવાર્યપણે આવશ્યક હતું, તે જ્ઞાનને વ્યાપારમાં જ્યારે વિનિયોગ (Practical application) કરવામાં આવે, ને તેને યથેચ્છ લાભ ઊઠાવવામાં આવે, ત્યારે જ તેનું કૃતકૃત્યપણું ગણાય, ત્યારે જ તેનું કામ થયું કહેવાય.
તે જ પ્રકારે આ દષ્ટિવાળે યોગી મહામુનિ અહીં ધર્મસંન્યાસના વિનિંગથી, અર્થાત શુદ્ધ દષ્ટિથી તાત્વિક આચરણરૂપ વિશિષ્ટ પ્રયોગથી–ધર્મવ્યાપારરૂપ પ્રોજનથી
કૃતકૃત્ય થાય છે, કારણ કે ધર્મસંન્યાસ સંબંધી ગમે તેટલું જાણપણું હોય, ધર્મસંન્યાસ ગમે તેટલી તાલીમ લીધી હોય, પણ જ્યાં સુધી હજુ તેનો નિશ્ચયશુદ્ધ વિનિગ વ્યવહારમાં તાવિકપણે ઉપયોગ ન કરવામાં આવ્યું હોય, ત્યાં સુધી
પરમાર્થથી તેનું સાર્થકપણું થયું કેમ કહેવાય? પણ પ્રસ્તુત ધર્મસંન્યાસની ગ્યતા પ્રાપ્ત થાય તે ખાતર જ જે અત્યારસુધીની જ્ઞાન-દર્શન-ચારિત્રની અખંડ આરાધનારૂપ તાલીમ અત્યંત આવશ્યક હતી, તેને હવે અહીં તાવિક ધર્મસંન્યાસપણે વ્યવહારૂ પ્રયોગ કરવામાં આવે છે, અને તન્ય પરમ આત્મલાભ ઊઠાવવામાં આવે છે. એટલે અહીં આ દષ્ટિમાં જ ધર્મસંન્યાસના વિનિયોગથી ( Practice ) કૃતકૃત્ય પણું હોય છે. અર્થાત અત્રે જ શુદ્ધ રત્નત્રયીને વ્યાપાર કરનારો મહામુનિરૂપ રત્નાવણિફ, ધર્મસંન્યાસ ગરૂપ રત્નવાણિજ્ય વડે, યથેચ્છ આત્મલાભરૂપ નફો મેળવી કૃતકૃત્ય થઈ જાય છે, અહીં જ તેને બેડે પાર થઈ જાય છે, અહીં જ તેનું આત્મસિદ્ધિનું કામ થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org