________________
( ૬૭૬ )
ગદષ્ટિસમુચ્ચય
યેગમાર્ગમાં–મોક્ષમાર્ગમાં મતદર્શનભેદના તુચ્છ આગ્રહને અવકાશ ક્યાંથી હોય ? પિતાને સિદ્ધાંત કે પારકો સિદ્ધાંત એવો શુદ્ર ભેદ મુમુક્ષુ ભેગીઓને કયાંથી હોય?
ત્યાં દષ્ટ-ઈષ્ટથી અબાધિત એ જે સત્ય તત્વપ્રતિપાદક સિદ્ધાંત હાય, તેનું જ મુક્ત કંઠે ને ખુલા હદયે ગ્રહણ હયજે કઈ પણ રીતે “આતમાં આત્મત્વ પામે” એ જ રીતિ ત્યાં પ્રમાણ હાય. (જુઓ પૃ. ૩૯૭-૩૯૮, તથા આત્મસિદ્ધિની ગાથા પૃ. ૪૩૬).
" आत्मीयः परकीयो वा कः सिद्धांतः विपश्चिताम् ।
રહેણાવાદિત થતુ પુરતા પરિપ્રહૃા” –ોગબિંદુ. લે. પર૪. એટલા માટે મતદર્શનનો જેને લેશ માત્ર આગ્રહ-અભિનિવેશ છે જ નહિં એવા આ પરમ યોગાચાર્ય એ જ નીતિરીતિનું અનુસરણ કર્યું હોય, તે અત્યંત યુકિતયુક્ત છે; કારણ કે સર્વ દર્શનેને સમન્વય (Unity ) સાધવામાં તેઓશ્રી પરમ કુશળ (Expert) હોઈ, અન્ય દર્શનઃ યેગને સ્વદર્શકત વેગમાં સોપાંગ અવતાર કરવાનું ને પરસ્પર સુમેળ સાધવાનું ભગીરથ કાર્ય તેમણે અજબ કુશળતાથી કરી બતાવ્યું છે! કે જે મત–દર્શનના આગ્રહ વિના સર્વ દર્શનીઓના પરમ ધન્યવાદને પાત્ર છે ! તથાસ્તુ !
આમ સંક્ષેપકથન જેમ આ ગ્રંથની વિશિષ્ટતા છે, તેમ આ ગ્રંથનો ખાસ વિષય પણ એની બીજી વિશિષ્ટતા છે. અને તે વિષય દષ્ટિભેદથી યોગનું કથન-એ છે, અર્થાત
યોગદષ્ટિના વિકાસ પ્રમાણે અત્રે ભેગનો વિભાગ કરવામાં આવ્યો છે. દષ્ટિભેદથી ઉપરમાં પ્રત્યેક દ્રષ્ટિમાં સ્પષ્ટપણે વર્ણવવામાં આવ્યું તેમ આ યોગદષ્ટિ ગકથન આત્માને આધ્યાત્મિક વિકાસ સૂચવનારી આધ્યાત્મિક” યંત્રપદ્ધતિ
(Spiritual Instrument) છે. જેમ જેમ આ યોગદષ્ટિ ઉન્મીલન પામતી જાય છે–ઉઘડતી જાય છે, તેમ તેમ આત્મા ઉચ્ચ ઉચ્ચ ગભૂમિકા પર આરૂઢ થતા જાય છે, અને છેવટે પૂર્ણ ઉન્મીલન-વિકાસ થતાં પરમ ગારૂઢ સ્થિતિને પામે છે. મહાસમર્થ ભાવગી શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રકાણ્યું છે તેમ-થર્મોમીટર (Thermometer ), ઉષ્ણતામાપક યંત્ર (પારાશીશી) ઉપરથી જેમ શરીરની ઉષ્ણુતાનું માપ થઈ શકે છે, તેમ આ “ગદષ્ટિ 'રૂપ આત્મદશામાપક આધ્યાત્મિક યંત્ર ઉપરથી આત્માની ગવિકાસરૂપ આત્મદશાનું માપ નીકળી શકે છે. આત્માને આધ્યાત્મિક ગુણવિકાસ સમજવા માટે જેમ ચોદ ગુણસ્થાનક પદ્ધતિ છે, તેમ આ અષ્ટ યોગદષ્ટિરૂપ વિશિષ્ટ પદ્ધતિ પણ છે.
આ
આ
ગદષ્ટિ ગ્રંથ સંક્ષેપથી શું અર્થે ગુંથવામાં આવ્યું છે? તેનું શું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org