________________
ઉપસંહાર : પ્રવૃત્ત ચક્ર સાધકની સાધ્ય દિશા ભણી પ્રગતિ
( ૭૦૭ )
આમ બાધક દિશામાંથી ફરીને ષટ કારક ચક્ર સાધક દિશામાં ચાલવા લાગે છે, એટલે પછી ચાલુ થયેલ ઘટિકાયંત્ર જેમ અમુક વિશા ભણી જ ગતિ કરે છે, તેમ આ
ચાલુ થયેલું-પ્રવૃત્ત થયેલું ગચક્ર-યંત્ર પણ સાધ્ય એવી સિદ્ધ દશાની સાધ્ય દિશા દિશા ભણી જ પ્રગતિ કર્યા કરે છે. વળી એક વખતે ચલાવવામાં ભણું પ્રગતિ આવેલું યંત્ર-ચક્ર ઉત્તરોત્તર વધારે ગતિવેગને (Velocity) પકડતું
જાય છે, તેમ આ ચગ-ચક્ર એક વખત ભાવથી પ્રવૃત્ત કરવામાં આવતાં પછી ઉત્તરોત્તર વધારે પ્રગતિરૂપ ગતિને પામતું જાય છે, ઉત્તરોત્તર વધુ ને વધુ સંવેગ પામી ચઢતી ચઢતી ચેગ-ભૂમિકાઓને સ્પર્શતું જાય છે, એટલે ઉત્તરોત્તર ચઢતા પરિણામ થતા જાય છે, ઉત્તરોત્તર આભોપયોગ જાગ્રતિ વધતી જાય છે.
અને આ અહિંસાદિ પાંચ યમની શુદ્ધિની તરતમતાના કારણે તેની ચાર કક્ષા–ચાર ભૂમિકાઓ કહેવામાં આવી છે–ઇચ્છાયામ, પ્રવૃત્તિયમ, સ્થિરયમ અને સિદ્ધિયમ. અહિંસાદિની ઉત્તરેત્તર અધિકાધિક શુદ્ધિની માત્રા (Degree) પ્રમાણે આ વિભાગ પાડવામાં આવ્યા છે. એક ને એક અહિંસાની શુદ્ધિ અંશ પ્રમાણે આમ ચાર કટિ હોય છે. જેમ ઉષ્ણતા અંશ (Degree ) પ્રમાણે શરીરની ઉણ દશામાં ફેર પડે છે, તેમ આત્મશુદ્ધતાના અંશ પ્રમાણે આત્માની અહિંસાદિ ગદશામાં ફેર પડે છે. અહિંસાદિ યમની આ ચાર કટિમાંથી આ પ્રવૃત્તચક યોગીને પ્રથમની બે-ઇચ્છાયામ ને સ્થિરયમ, તે પ્રાપ્ત થઈ ચૂકી હોય છે, અને બાકીની બે કટિ પ્રાપ્ત કરવાના-સ્પર્શવાના તે અત્યંત અથી હોય છે, તીવ્ર અભિલાષી હોય છે. અને તે માટે તેમનો સત પુરુષાર્થ સદાય ચાલુ જ હોય છે, એમનું “પ્રવૃત્ત ચક” નિરંતર પ્રવૃત્ત જ હોય છે. આમ થવાનું કારણ તેઓની સદુપાય પ્રવૃત્તિ છે, સતુસાધન પ્રત્યેની પુરુષાર્થશીલતા છે, એટલે તેઓ સત્ ઉપાયમાં તીવ્ર સંવેગથી, અત્યંત અદમ્ય ઉત્સાહથી, પૂર્ણ ઉછરંગથી પ્રવૃત્ત જ હોય છે, રઢ લગાડીને મંડી પડયા જ હોય છે, ( જુઓ પૃ ૧૫૪).
અને આમ તેઓ સદુપાયમાં સતત પ્રવૃત્ત હોય છે, તેથી જ તેઓ શુશ્રષા આદિ આઠ બુદ્ધિગુણથી સંપન્ન હોય છે. તે આ પ્રકારે: (૧) શુશ્રષા-તત્વશ્રવણની અંતરંગ તીવ્ર ઈચ્છા.
જેમ કોઈ તરુણ, સુખી અને રમણીથી પરિવારે પુરુષ કિન્નર ગીત શુશ્રુષાદિ સાંભળવાને ઈ છે, તેના કરતાં અનેકગણું ઉત્કટ ઈચ્છાતલસાટ તત્ત્વ આઠ ગુણ સાંભળવા માટે આ મુમુક્ષુને હેય. આવી શુશ્રષા જ બોધપ્રવાહની સરવાણી
છે, આવી શુશ્રષા ન હોય તે સાંભળ્યું તે સ્થલ કૂપ સમાન થઈ પડે છે, અથવા ઉંઘતો રાજા કથા સાંભળતો હોય તેના જેવું થઈ પડે છે. (૨) શ્રવણ-આવી સાચી શુશ્રષા–સાંભળવાની તીવ્ર ઈચ્છા હોય, તો જ પછી સાચું શ્રવણ થાય છે. આ શ્રવણ એટલે કર્ણમાં માત્ર શબ્દ અથડાવા તે નથી, પણ આત્માદ્વારા અર્થ અનુસંધાનપૂર્વક સાવધાનતા. વાળું શ્રવણ તે સાચું શ્રવણ છે. બાકી તો એક કાનેથી બીજે કાને કાઢી નાંખ્યા જેવું થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org