________________
(૭૨).
જગદષસ્થય અર્થ—અહિંસાદ્ધિ અપરિગ્રહ પર્યત એમ પાંચ યમ સતેને સુપ્રસિદ્ધ છે. તથા તે પ્રત્યેક યમ ઈચ્છા આદિ ચાર પ્રકારનો છે.
વિવેચન અહીં લેકમાં અહિંસા આદિ ને અપરિગ્રહ પર્યત પાંચ યમ સંતને-મુનિઓને સુપ્રસિદ્ધ છે, સર્વતંત્ર સાધારણપણાએ કરીને સારી પેઠે જાણીતા છે, કારણ કે “અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ યમ છે,” એવું વચન છે. તથા આ પાંચ. માંથી પ્રત્યેક યમ ઈચ્છા આદિ ચાર પ્રકારનો છે. ઇચ્છાયમ, પ્રવૃત્તિયમ, સ્થિરયમ અને સિદ્ધિયમ,
આ અહિંસાદિ પાંચને જેમ ગ-સાંખ્યાદિ યમ કહે છે, તેમ જે તેને “વ્રત' નામથી ઓળખે છે, બૌદ્ધી “શીલ” નામ આપે છે. આમ શબ્દભેદ છતાં અર્થભેદ નથી, એટલે સુપ્રસિદ્ધ એવા આ પાંચ યમ સર્વતંત્રસાધારણ (Common to all religions ) હોઈ સર્વમાન્ય છે, સર્વસંમત છે, સદર્શનવાદીઓને સુપરિચિત છે. આવા સુપ્રસિદ્ધને સુપ્રસિદ્ધ કરવા અન્ય પ્રમાણની આવશ્યકતા નથી. આ અહિંસાદિનું સ્વરૂપ દ્રવ્યથી અને ભાવથી બન્ને પ્રકારે સમજવા ગ્ય છે અને સમજી આચરવા ગ્ય છે. દ્રવ્યથી એટલે બાહ્યથી, વ્યવહારથી, સ્થલપણે અને ભાવથી એટલે અંતરથી, પરમાર્થથી, સૂફમપણે. '
અહિંસા એટલે કોઈ પણ જીવની હિંસા ન કરવી તે. ‘મા હિંચાત્ સર્વાળિ મૂતાનિ એમ વેદકૃતિ છે. અને “ પ્રમત્તાપ્રાથvોum fહૃાા – પ્રમત્તયોગથી પ્રાણનું
હરવું તે હિંસા છે એમ શ્રી તવાર્થ સૂત્રનું વચન છે. અર્થાત ઇંદ્રિયાદિ હિંસા-અહિંસા દશ પ્રકારના દ્રવ્ય પ્રાણમાંથી અથવા જ્ઞાન-દર્શનાદિરૂપ આત્માના
ભાવ પ્રાણમાંથી કોઈ પણ પ્રાણનું મન-વચન-કાયાના પ્રમાદ વેગથી હરવું તેનું નામ હિંસા છે, તેથી વિપરીત તે અહિંસા છે. આમાં “પ્રમાદયોગ’ શબ્દ ખાસ અગત્યનો છે. જે પ્રાણ હરણમાં પ્રમાદ વેગ હોય, તે જ હિંસા છે, નહિં તે નહિં એટલે કદાચ પ્રાણ હરાયા હોય, પણ મન-વચન-કાયાને પ્રમત્ત યોગ ન હોય તો હિંસા નથી. અને પ્રાણ ન પણ હરાયા હોય, પણ મન-વચનકાયાને પ્રમત્ત એગ હોય તે હિંસા છે. આમ મન-વચન-કાયાને અપ્રમાદ હોય, યતના હોય, જયણા હાય, જેમ બને તેમ સાચા અંતરંગ ભાવથી જીવરક્ષા કરવાની જાળવણીરૂપ યત્ન (Careful effort) હાય, કાળજી-તકેદારી હોય, તે દ્રવ્ય-પ્રાણહરણથી પણ હિંસા લાગતી નથી. અને મન-વચન-કાયાનો પ્રમાદ યોગ હોય, જેમ બને જીવરક્ષા કરવામાં બેદરકારીરૂપ (Carelessness) અયત્ન હય, બેકાળજી હોય, તો દ્રવ્ય પ્રાણહરણ ન હોય છતાં પણ હિંસા જરૂર લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org