________________
ઉપસંહાર : સિંધુ-બિંદુ, વૃક્ષ-બીજના દષ્ટાંત ગ્રંથકારની મહત્તા
(૬૭૫)
જે પ્રમાણે વિસ્તૃત રૂપમાં છે, તે અત્રે બીજરૂપ એગશાસ્ત્રમાં સંક્ષિપ્ત સ્વરૂપે (In Concentrated & condensed form) છે. અખિલ યોગશાસ્ત્ર વૃક્ષમાંથી સંક્ષેપ કરતાં જેમ આ યોગશાસ્ત્રબીજની ઉત્પત્તિ છે, તેમ આ યોગશાસ્ત્ર -બીજનો વિચાર–વિસ્તાર કરતાં તેમાંથી સમસ્ત યેગશાસ્ત્ર વૃક્ષની ઉત્પત્તિ સંભવે છે. આમ આખા ગશાસ્ત્ર વૃક્ષનું સંપૂર્ણ તત્વમય સવ આ એક યેગશાસ્ત્ર- બીજ માં એકત્ર આવી વસ્યું છે. એવું આનું આશયશક્તિરૂપ અદ્ભુત સામર્થ્ય છે ! માત્ર તેની વ્યકિત કરનાર-જનાર કુશળ સાચા જિજ્ઞાસુ તત્વવેષક સંશોધક જોઈએ! અતુ!
વળી સૂક્ષમ ને સ્થળ રૂપ આપવું સહેલું છે, પણ સ્થળને સૂમ રૂપ આપવું જેમ રહેલું નથી, અથવા નાના ચિત્રને મેટું બનાવવું સહેલું છે, પણ મેટાને નાનું બનાવવું
જેમ સહેલું નથી, તેમ સંક્ષેપનો વિસ્તાર કરવો તે સહેલો છે, પણ વિસ્તારને વિસ્તારને સંક્ષેપ કરવો સહેલું નથી. એટલે અનેક શાસ્ત્રોરૂપ સંક્ષેપ દુષ્કર કામધેનુને દોહીને, તેમાંથી આ સંક્ષેપરૂપ નવનીત ખેંચી કાઢી સર્વસુલભ
કરી આપવું –એ કંઇ જેવું તેવું નાનું સૂનું કાર્ય નથી, મહાદુર્ઘટ કાય છે,-ઉત્તમ કળાનું કામ છે. અને તેવી સંક્ષેપ સંકલનારૂપ ઉત્તમ કળાકૃતિ કરવામાં આ આચાર્યશ્રી એક્કા છે, પરમ કુશળ છે. થોડા શબ્દોમાં ઘણું કહી નાંખવાની એમની સિદ્ધહત અદ્દભુત કળામય ચમત્કૃતિ એમની પ્રત્યેક કૃતિમાં દષ્ટિગોચર થાય છે. “થોડું લખ્યું ઝાઝું કરી જાણજો –એ લોકોક્તિ એમની આ અનોખી વિશિષ્ટ શૈલીમાં ચરિતાર્થ થતી જણાય છે.
પાતંજલ આદિ અનેક ગશાસ્ત્રોમાંથી આ સંક્ષેપથી સમુશ્વત છે”—એ ઉપરથી મહાત્મા ગ્રંથકારે પોતાની લઘુતા, નિરભિમાનિતાનો, કૃતજ્ઞતાનો, પ્રમાણિકતાને,
નિભતાનો, સરળતાનો, મહાનુભાવતા, ઉદારતાને, નિરાગ્રતાને, ગ્રંથકારની મધ્યસ્થતાને, ને સર્વ દર્શન પ્રત્યે સમભાવરૂપ સહિષ્ણુતાનો પરિચય
મહત્તા આપણને આપે છે, અને એમ કરી પિતાની અતિ ઉચ્ચ કેન્ટિની પરમ ઉદારતા નૈતિક ને આધ્યાત્મિક મહત્તાની ઝાંખી કરાવી છે. એ સુજ્ઞ વાંચક
સ્વયં સમજી શકે એમ છે, તેમાં પણ ખાસ ધ્યાન ખેંચનારી બીના એ છે કે-બીજાઓ જ્યારે અન્ય દર્શનીઓના નામથી પણ સૂગાય છે વા અચકાય છે, વા ભડકે છે, ત્યારે આ પરમ ઉદાર મહાનુભાવ આચાર્યવરે બેધડક અન્ય દર્શનીય શાસ્ત્રોને પણ નામ લેખ કૃતજ્ઞતાપૂર્વક કર્યો છે. અને આવા પરમ ભેગમાર્ગના યથાર્થ જ્ઞાતા આમ કરે એમાં કાંઈ આશ્ચર્ય નથી; કારણ કે યોગમાર્ગમાં સર્વ દર્શનની એકતા છે, યોગ માર્ગ સર્વ દર્શનેને સંમત ને પરમ ઈષ્ટ છે. ભલે સંસારના માર્ગ અનેક હાય પણ મોક્ષને માર્ગ–ોગમાર્ગ તે એક જ છે, કારણ કે શુદ્ધ આત્મસ્વભાવરૂપ મેક્ષ સાથે જન-ગ કરે તે જ એક તેને ઉદ્દિષ્ટ લક્ષય છે. એટલે આવા મોક્ષસાધક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org