________________
ઉપસંહાર : વિનીત બેધવંત યતેન્દ્રિય કુલયોગી
(૭૦૧)
ગ્યવાન્ પુરુષ જ સમજે છે. માટે હું પણ અભિમાન છેડી તે જ પરમ વિનય માર્ગનું અનુસરણ કરું. એમ સમજી આ મુમુક્ષુ યેગી પુરુષ યથાયોગ્ય વિનયાચરણ કરે છે.
“જે સદગુરુ ઉપદેશથી, પાપે કેવળજ્ઞાન ગુરુ રહ્યા છવાસ્થ પણ, વિનય કરે ભગવાન. એ માર્ગ વિનય તો, ભાખે શ્રી વીતરાગ
મૂળ હેતુ એ માર્ગને, સમજે કઈ સુભાગ.”-શ્રી આત્મસિદ્ધિ આ વિનીતપણું એ કુશલાનુબંધી પુણ્યને જ પ્રભાવ છે, પુણ્યાનુબંધી પુણ્યનું જ ફળ છે. જે પુણ્યથી પાછો વિશિષ્ટ વિશિષ્ટ પુણ્યને અનુબંધ થયા કરે છે, તે પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય છે. એટલે જેથી પુણ્યની શંખલા–સાંકળ ચાલુ રહે છે, એવા મહાપુણ્યના જ ફળ પરિપાકરૂપે આ વિનીતપણું પ્રાપ્ત થાય છે.
૫. બેધવંતપણું બોધવંત–વળી આ જોગીજનો બોધવંત હોય છે, યથાર્થ બેધવાળા-સમજણ વાળા હોય છે. આ યથાર્થ બેધ ગ્રંથિભેદને લીધે હોય છે. તેથી કરીને આ યોગીઓ સમ્યગદષ્ટિ હોઈ તેમનો બોધ સતશ્રદ્ધાસંગત હોય છે. તેમને વસ્તુતત્વનો યથાર્થ– તત્વવિનિશ્ચય થઈ ચૂક્યું હોય છે, તેથી તેઓ સ્વ-પરવસ્તુને ભેદ હસ્તામલકવત દેખે છે. હું દેહાદિથી ભિન્ન એ સ્વપરપ્રકાશક આત્મા છું, એવો અખંડ તવબેધ તેમના આત્મામાં સદાદિત રહે છે. “હું એક, શુદ્ધ, દર્શન-જ્ઞાનમય, સદા અરૂપી એવો આત્મા છું, બીજું કંઈ પણ પરમાણુમાત્ર પણ મહારું નથી. ” (જુઓ ગાથા પૃ. ૬૮) એવી અખંડ આમભાવનાને લીધે તે પરવસ્તુમાં કદી મુંઝાતા નથી, મોહાતા નથી, લેપાતા નથી, ખરડાતા નથી, અને તે મથે રહ્યા છતાં પણ તેઓ તેથી જલકમલવત અલિપ્ત અને ઉદાસીન જ રહે છે. આ સમ્યમ્ બોધનો અમૃતરસ જેણે ચાખ્યો છે, તેને પછી બીજા રસ ગમતા નથી, બાકસબુકસ-છાસબાકળા લાગે છે.
૬. તેન્દ્રિયપણું. યદ્રિય—અને તે યદ્રિય-જિતેન્દ્રિય હોય છે. તેણે ઇદ્રિનો સંયમ કર્યો હોય છે,-આ ચારિત્ર ભાવથી બને છે. જે તત્વસ્વરૂપને યથાર્થ પણે જાણે છે, તે પછી ઇન્દ્રિય ને આધીન થતું નથી, પણ ઇદ્રિયોને પોતાને આધીન કરવા મથે છે, તે ઇન્દ્રિયોને ગુલામ બનતું નથી, પણ ઇન્દ્રિયોને પિતાની ગુલામ બનાવે છે. તે ઇંદ્રિયોને પોતાના પર સ્વાર થવા દેતા નથી, પણ પિતે તેના પર સ્વાર થાય છે. ઇંદ્રિરૂપ તેફાની ઘેડાને સંયમરૂપ લગામથી બાંધી, તે સ્વરૂપ-રથમાં બેસી, મનરૂપ સારથિને આજ્ઞા કરી તે ચલાવરાવે છે. તે પાંચે ઈદ્રિયને વિષમાંથી વ્યાવૃત્ત કરી–પાછી વાળી સ્વરૂપાભિમુખ કરે છે, અને તેમને સ્વરૂપસાધનની પ્રાપ્તિમાં તેમના “જોગા” કામે લગાડી દે છે, નિ:સાર દેહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org