________________
(૬૩૦ )
યોગદષ્ટિ સુચ્ચય આમ જેમ લેકમાં વ્યાધિમુક્ત પુરુષ જે નીરગી, જે સ્વસ્થ, જે આનંદમય હોય છે, તે આ ભવવ્યાધિથી મુક્ત આ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ પુરુષ (આત્મા) પરમ નીરોગી,
પરમ સ્વસ્થ', પરમ આનંદમય હોય છે. (૧) આ નિર્વાણ પ્રાપ્ત મુક્ત મુક્ત અભાવ. પુરુષ કાંઈ અભાવરૂપ નથી, અર્થાત કેટલાક (બોદ્ધ આદિ) માને છે તેમ રૂપ નથી નેરા અવસ્થારૂપ નથી, આત્મ વસ્તુના અભાવરૂપ નથી, પરંતુ વસ્તુસ
ભાવરૂપ છે. એટલે કે કેવલ, શુદ્ધ, વિવિક્ત, નિર્મલ આમતત્વનું જ ત્યાં હોવાપણું છે, કે જે શુદ્ધ આત્મતત્વ “સિદ્ધ” નામથી ઓળખાય છે. રોગથી મુક્ત થયેલ પુરુષ રેગથી મુક્ત થતાં કાંઈ પુરુષ મટી જતો નથી, તેમ ભવરોગથી મુક્ત થયેલ ચૈતન્યમય પુરુષ-આત્મા ભવરોગમુક્ત થતાં કાંઈ પુરુષ–આત્મા મટી જતો નથી. રોગના અભાવે કાંઈ પુરુષને અભાવ થતો નથી, પણ કેવલ તેની શુદ્ધ નીરોગી અવસ્થા જ પ્રગટે છે. તેમ ભવરોગના અભાવે કાંઈ આત્માને અભાવ થતો નથી, પણ તેની કેવલ શુદ્ધ નીરોગી નિરામય તવકાય અવસ્થા પ્રગટે છે; આત્માની સંસારી અવસ્થા દૂર થઈ સિદ્ધ-મુક્ત
અવસ્થા આવિર્ભાવ પામે છે, દેહાદિક સંગનો જ્યાં આત્યંતિક વિગ છે, એવી શુદ્ધ નિજ સ્વભાવરૂપ મોક્ષદશા પ્રકટ થાય છે. (જુઓ આત્મસિદ્ધિની ગાથા, પૃ. ૪૦૪).
વળી (૨) આ પુરુષ-આત્મા વ્યાધિથી મુક્ત નથી થયો એમ પણ નથી, પણ ભવ્ય ત્વના પરિક્ષયથી મુક્ત હોયજ છે. કેઈ (સાંખ્યાદિ) એમ માને છે કે આ આત્મા તો સદાય
મુક્ત જ છે, અબંધ જ છે–બંધાયેલે જ નથી. પણ આ માન્યતા બહુ મુક્ત નથી થયે ભૂલભરેલી છે; કારણ કે તેમાં જે માનીએ તે બંધ-મોક્ષ, સુખ-દુઃખ એમ પણ નથી આદિ વ્યવસ્થા ઘટશે નહિં, કૃત નાશ-અકૃતાગમ આદિ અનેક દોષ
આવશે, અને જે મોક્ષને માટે જ તે તે દર્શનનું પ્રજન છે તે પ્રજન પણ નિષ્ફળ થશે ! કારણ કે બંધાયેલ હોય તેને મુક્ત થવાપણું હોય, પણ જે બંધાયેલો જ ન હોય તો મુક્ત થવાનું કયાં રહ્યું? જો બંધન જ ન હોય તો મુક્તિ ક્યાંથી હોય ? કારણકે બંધન-મેચન, બંધનથી છૂટવું તેનું નામ જ મોક્ષ છે. આ બંધનમોચનરૂપ મોક્ષ અત્રે ભવ્યત્વના પરિક્ષયથી હોય છે. એટલા માટે જે મોક્ષ પામે છે, મુકત થાય છે, તે ભવ્યાધિથી મુકત નથી થયો એમ નથી, પરંતુ મુક્ત થયા જ છે. જેમ “નીરોગી ” મનુષ્ય રોગથી મુકત નથી થયો એમ નથી, પણ છતા એવા રોગથી મુક્ત થયો જ છે, અને એટલે જ તે નીરોગી-રોગમુક્ત કહેવાય છે, તેમ મુક્ત આત્મા ભવરગથી મુકત નથી થયે એમ નથી, પણ છતા–પ્રગટ અસ્તિત્વરૂપ ભવરોગથી મુકત થયે જ છે, એટલે જ તે “મુક્ત”—ભવરગમુદત કહેવાય છે. (૩) અને તે “અવ્યાધિત’–વ્યાધિ
વગરનો હતો એમ પણ નથી, કારણ કે પૂર્વે તેને તથા પ્રકારે પ્રગટ અવ્યાધિત વ્યાધિનો સદ્દભાવ હતે જ, વ્યાધિમુક્ત પુરુષને માટે કોઈ એમ કહે પણ નથી કે પૂર્વે તેને વ્યાધિ જ હોત, તો તેમાં દષ્ટ-ઈષ્ટ બાધા, પ્રત્યક્ષ
વિરોધ આવે છે. કારણ કે તે તે “મહારા મોઢામાં જીભ નથી” એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org