________________
મુક્તતત્વમીમાંસા : ભવરેગક્ષયથી મુકત, સાર, કળશ કાવ્ય
(૬૬૯) તેમ આ ભવ્યાધિમુક્ત આત્મા પુર્વે ભવ્યાધિયુક્ત હેત એમ નહિ, પણ ભવ્યાધિયુક્ત હતા જ, તે હવે તેનાથી મુક્ત થયેલ છે.
અત્રે સંસાર એ જ મહાવ્યાધિ છે. જન્મ-મૃત્યુ આદિ તેના વિકાર છે. તે વિચિત્ર પ્રકારને મોહ ઉપજાવે છે, અને રાગાદિ તીવ્ર વેદના પમાડે છે. આ ભવ્યાધિ મુખ્ય છે, અને આત્માનો આ વ્યાધિ અનાદિ એવા વિચિત્ર કર્મથી (દ્રવ્ય-ભાવ) ઉપજેલે છે. અને તે તેવા પ્રકારે તિર્યંચાદિ સર્વ પ્રાણીઓને અનુભવસિદ્ધ છે. આમ આ ભવવ્યાધિ મુખ્ય છે, માટે એથી મુક્ત થયેલે મુક્ત પણ મુખ્ય જ ઘટે છે, કારણ કે જન્મ મરણાદિ દેષ ટળવાથી તેના અદેષપણાની સંગતિ-ઘટમાળપણું થાય છે. તે આ પ્રકારે તેના સ્વભાવને ઉપમર્દ છતાં તે આત્માના તે સ્વભાવપણાના યેગ થકી તેને જ તથાભાવ હોય છે, અર્થાત્ જે મૂળ સ્વભાવ છે, તે જ ભાવ થાય છે, તેથી તેનું અષપણું ઘટે છે. વિભાવથી તેના સ્વભાવનો ઉપમર્દ-કચ્ચરઘાણ થયે તે દેષ હતું, તેને પુન: મૂળ સ્વભાવને યોગ થતાં અષપણું પ્રાપ્ત થયું. આમ જે દોષયુક્ત હતા તે દોષમુકત થાય, તેની જેમ આ ભવદેષયુક્ત આત્મા ભવદોષથી મુકત થયે. આમ મુક્ત મુખ્ય છે–ખરેખર પારમાર્થિક પરમાર્થ સત્ એ સ્વભાવ ભાવ છે.
અને આ જે સ્વભાવ છે તે આત્માને સ્વ ભાવ-પિતાનો ભાવ છે, અર્થાત્ તત્વથી નિજ સત્તા જ છે. અર્થાત આત્માની સ્વરૂપ સત્તા જ-સ્વભાવ સ્થિતિ-સહજાન્મસ્વરૂપ એ જ મોક્ષભાવ-મુક્ત ભાવ છે. અને આ સ્વભાવ છે તે ભાવ અવધિ જ યુક્ત છે–વસ્તુ સ્વરૂપ મર્યાદા પર્યત જ યુક્ત છે, બીજી રીતે નહિં, કારણ કે અતિપ્રસંગ દોષ આવે. જે તે ભાવ એકાંત અનિત્ય માનીએ કે એકાંત નિત્ય માનીએ તે મોક્ષભાવને સંભવ થતો નથી, છે ઉપરમાં સુયુક્તિપૂર્વક કહેવાઈ ચૂક્યું છે.
જેને વ્યાધિ ઉપ છે એ વ્યાધિત, અથવા તે વ્યાધિવંતને અભાવ, અથવા તે વ્યાધિવંતથી અન્ય-એ ત્રણેમાંથી કોઈ પણ સન્યાયથી વ્યાધિમુક્ત કહે ઘટતું નથી. તેમ સંસારી, અથવા તેનો અભાવ, અથવા તેનાથી અન્ય એવો આત્મા મુક્ત કહે તો પણ મુખ્યવૃત્તિથી–તત્વથી–પરમાર્થથી મુક્ત નથી, એમ મુકતનું સ્વરૂપ જાણનારા પુરુષ કહે છે, માટે મુક્ત વ્યવસ્થા આ પ્રકારે જ ઘટે છે -જેમ જેને વ્યાધિ ક્ષીણ થયે છે એવો ક્ષીણવ્યાધિ પુરુષ જ “વ્યાધિમુક્ત” છે એમ લેકમાં સ્થિત છે, તેમ જ ખરેખર ભરોગી હતા, તે જ તે ભવરોગના ક્ષય થકી મુક્ત છે, એમ શાસ્ત્રોમાં સ્થિત છે.
કળશ કાવ્ય
ચામર છંદ (નારાચવત) વ્યાધિમુક્ત જેહવો પુરુષ લેકમાંહ્ય છે, જન્મમુક્ત તેહ જ મુકિત પ્રાપ્ત એહ છે, ના અભાવ તેહને, ન મુક્ત એમ ના અહિં, વ્યાધિથી ન વ્યાધિતો વળીય એમ છે નહિં. ૧૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org