________________
મુક્તતત્વમીમાંસા : ભવરગ અરાકૃતિક વિકૃત અવસ્થા, ચિહ્નો
( ૬૩૩) ધાતુઓની વિષમતાને આવિભૉવ છે, તેમ ભવરોગ એ આત્માની સ્વભાવ–ધાતુની વિષમતાનો આવિષ્કાર-પ્રકટ પ્રકાર છે. રોગને જેમ નિયત ચોકકસ કારણકેલા હોય છે, તેમ ભવરગનો નિયત ચોક્કસ કારણકલાપ હોય છે. મલસંચય, દેષપ્રકોપ, ધાતુવૈષમ્ય, પ્રકૃતિવિરુદ્ધ આચરણ, ભય, ઉદ્વેગ આદિ સ્વ-ગ્ય કારથી જેમ રોગની ઉત્પત્તિ હોય છે, તેમ ભાવમલસંચયથી, રાગાદિ દોષપ્રકોપથી, સ્વભાવધાતુવેષથી, આત્માની સહજ સ્વભાવસિદ્ધ પ્રકૃતિ વિરુદ્ધ આચરણથી અધર્મથી, આત્મપરિણામની ચંચળતારૂપ ભયથી, સન્માર્ગ પ્રત્યે કંટાળારૂપ ઉદ્વેગથી -ઈત્યાદિ
વિવિધ કારણેથી મહાભવરગ ઊપજે છે.
(૧) રોગથી જેમ અગ્નિમાંદ્ય થાય છે, અન્ન પ્રત્યે અરુચિ ઉપજે છે, ખાવાનું ભાવતું નથી, તેમ ભવરોગથી આત્મતેજની મંદતારૂપ અગ્નિમાંદ્ય ઉપજે છે, સન્માર્ગરૂપ
પરમાત્ર પ્રતિ અરુચિ–અભાવે આવે છે. રોગથી જેમ મેળ આવે છે, રોગચિહનો વમન થાય છે, તેમ ભવરોગથી સત્વચન પ્રત્યે અણગમારૂપ મેળ અનિમાંધ આવે છે, ને સ્વરૂપવિસ્મરણરૂપ વમન થાય છે. રોગથી જેમ મલાઆદિ વર્ણભ થાય છે, અથવા અજીર્ણ –વિશુચિકા ઉપજે છે, તેમ ભવરોગથી
કર્મ સંચયરૂપ ભાવમલને અવર્ણભ થાય છે, અથવા વિષયવિકારરૂપ અજીર્ણ-વિસૂચિકા ઉપજે છે. (૨) રોગથી જેમ હૃદયમાં શલ ભેંકાય છે, તથા હાંફ ચઢે છે, તેમ ભવરોગથી શ્રેષરૂપ શૂળ આત્માને ભેંકાય છે, તથા સન્માર્ગ પ્રત્યે બેદરૂપ હાંફ ચઢે છે. ( ૩ ) રોગથી જેમ પ્રાણાવરોધ થાય છે. શ્વાસોચ્છવાસ જોરથી ચાલે છે. ખાંસી આવે છે, કફ પડે છે, તેમ ભાગથી જ્ઞાનદર્શનરૂપ ભાવપ્રાણનો અવરોધ થાય છે, જન્મ-મરણરૂપ શ્વા છુવાસ જોરથી ચાલે છે, કષાયરૂપ ખાંસી આવે છે, ને વિષયરૂપ કફ પડે છે. (૪) રોગથી જેમ શરીરને ક્ષય-ક્ષીણતા–ઘસારો લાગુ પડે છે, તેમ ભવરોગથી જ્ઞાનમય આત્મદેહને ક્ષય-ક્ષીણતા–ઘસારે લાગુ પડે છે. (૫) રોગથી જેમ શુદ્ધ રક્તાભિસરણ (circulation) બરાબર થતું નથી, શરીર પાંડુ-કું-નિસ્તેજ (anaemic ) થઈ જાય છે, તેમ ભવરોગથી શુદ્ધ ચૈતન્ય પ્રવાહરૂપ રક્તનું અભિસરણ (circulation) બરાબર થતું નથી, આત્માને જ્ઞાનદેહ પાંડુ-ફિક્કો-નિતેજ બની જાય છે. (૬) રોગથી જેમ શરીરના રુધિર-માંસાદિ ધાતુ સુકાઈ જાય છે ને શરીર અસ્થિમાત્રાવશેષ રહે છે, તેમ ભવરોગથી આત્માના જ્ઞાનદર્શનાદિ વભાવરૂપ ધાતુ શેષાય છે ને અત્યંત મંદ ચિતન્યચિહ્નરૂપ આત્મદેહ અવશેષ રહે છે.
(૭) રોગથી જેમ મગજનું ઠેકાણું રહેતું નથી, મગજનું કેંદ્ર (centre) ખસી જાય છે, માણસ પોતે પોતાનું ભાન ભૂલી જાય છે, “ચકમ ” થઈને યુદ્ધાતદ્વા ફાવે તેમ
બકે છે, ને ત્રિદોષ સન્નિપાતને પામે છે; તેમ ભવરગથી આત્માનું
| 20
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org