________________
(૧૩૨)
થાગ સિસ્થય સંસાર જ મહા વ્યાધિ છે, જન્મ મૃત્યુ વિકાર;
તીવ્ર રાગાદિ વેદના, ચિત્ર મેહ કરનાર ૧૮૮ અર્થ:–ભવ જ મહાવ્યાધિ છે. તે જન્મ-મરણરૂપ વિકારવાળે છે, વિચિત્ર મોહ ઉપજાવનારો અને તીવ્ર રાગાદિ વેદનાવાળો છે.
વિવેચન આ ભવ-સંસાર એ જ મહાવ્યાધિ છે. તે કેવો છે ? જન્મ-મરણરૂપ વિકારવાળો છે, ઉપલક્ષણથી જરા આદિ વિકારવાળે છે; મિથ્યાવના ઉદયભાવથી વિચિત્ર પ્રકારને મોહ ઉપજાવનારો છે; તથા સ્ત્રી આદિના આસકિત ભાવથી તીવ્ર રાગાદિ વેદનાવાળો છે. ઉપરમાં જે વ્યાધિની વાત કહી તે વ્યાધિ કયો? તેની અહીં ગ્રંથકાર મહર્ષિએ જ સ્પષ્ટતા કરી છે. પરમાર્થથી જોઈએ તો આ જગતમાં મોટામાં મોટો જે કઈ વ્યાધિ હોય, તે તે આ ભવ એટલે સંસાર જ છે. આ સંસારને મહારોગની ઉપમા બરાબર ઘટે છે; કારણ કે ચિહ્નથી, સ્વરૂપથી, કારણથી, વિકૃતિથી, ચિકિત્સાથી, પરિણામ આદિથી બન્નેનું અનેક પ્રકારે સામ્ય છે. તે આ પ્રકારે –
રેગ જેમ મનુષ્યના શરીર પર આક્રમણ કરી તેને ચોતરફથી ઘેરી લે છે, તેમ ભવરોગ આત્માના જ્ઞાનમય શરીર પર આક્રમણ કરી એને એ પાસથી ઘેરી લે છે. રોગ
જેમ શરીરના પરમાણુએ પરમાણુમાં વ્યાપ્ત થઈ પિતાની અસર નીપભવનું જાવે છે, તેમ ભવરોગ આત્માના પ્રદેશ પ્રદેશમાં વ્યાપી જઈ પિતાની આક્રમણ અસર નીપજાવે છે. રોગ જેમ શરીરની શક્તિને ક્ષીણ કરી નાંખે છે,
નૂર-તેજ ઉડાડી દે છે, રક્ત-માંસ આદિ ધાતુઓને શોષી લે છે, તેમ ભવરોગ પણ આત્માની અનંત શક્તિને ક્ષીણ કરી નાંખે છે, આત્માનું નર–તેજ ઉડાડી દે છે, જ્ઞાન-દર્શનાદિ આત્મસ્વભાવરૂપ ધાતુઓને શોષી લે છે. રોગ જેમ દોષપ્રકોપ કરે છે, તેમ ભવરોગ રાગદ્વેષાદિ દોષનો પ્રકોપ કરે છે. રોગ જેમ મનુષ્યને પથારીવશ કરી પરાધીન ને પાંગળ કરી મૂકે છે, તેમ ભવરોગ આત્માને શરીર–શધ્યામાં સુવડાવી પર પુદગલ વસ્તુને આધીન પાંગળો કરી મૂકે છે. રોગ જેમ માણસની આખી સીકલ એવી ફેરવી નાંખે છે કે તેનું ઓળખાણ પડવું મુશ્કેલ થઈ પડે છે, તેમ ભવરગ આત્માની અસલ સીકલ એવી પલટાવી નાંખે છે કે તેનું ઓળખાણ થવું કઠિન હોય છે.
રોગ એ જેમ મનુષ્યની અનારેગ્યરૂપ અપ્રાકૃતિક-અકુદરતી-વિકૃત અવસ્થા છે, તેમ ભવરોગ એ આત્માની અનારેગ્યરૂપ અકુદરતી અપ્રાકૃતિક-વિકૃત અવસ્થા છે. રોગ
જેમ મનુષ્યના શરીરની અસ્વસ્થ સ્થિતિ છે, તેમ ભવરગ એ ભવગ આત્માની અસ્વસ્થ સ્થિતિ છે. રોગ જેમ મનુષ્યના પ્રકૃતિવિરુદ્ધ અપ્રાકૃતિક વર્તનની–અધમની સજા છે–દંડ છે, તેમ ભવરોગ એ આત્માના સહજ અવસ્થા પ્રકૃતિ વિરુદ્ધ વર્તનની-અધર્મની સજા છે, દંડ છે. રોગ જેમ શરીરની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org