________________
( ૬૪૮)
=
=
અર્થ-અનંતર ક્ષણે અભૂતિ અહીં જેને (વર્તમાનને વા વાદીને) આત્મભૂત છે, તેને તેની સાથે અવિરોધથી તે વર્તમાન નિત્ય હેય, વા સદેવ અસત્ જ હેય.
વિવેચન
અનંતર અર્થાત આગલી–પાછલી ક્ષણે અભાવ–નહિં હોવાપણું, એ જે વર્તમાન વાદીના અભિપ્રાયે આત્મભૂત છે, અર્થાત્ આત્માને જે આગલી–પાછલી ક્ષણે અભાવરૂપનહિં હેવારૂપ માને છે, માત્ર વર્તમાન ક્ષણે જ ભાવરૂપ-હોવારૂપ માને છે, તેને અનેક દેષ આવે છે. તે આગલી પાછલી ક્ષણે અભાવ સાથે તેના વર્તમાનભાવનો અવિરોધ છે, તેથી તે વર્તમાન (૧) કાં તે નિત્ય હોવો જોઈએ, અને (૨) કાં તો સદાય અસત્ જ અવિદ્યમાન જ હા જોઈએ,-આમ આ બે પક્ષ અત્રે સંભવે છે. આ બન્ને પક્ષ દૂષિત છે, અને તેથી ક્ષણિકવાદનો મત ખંડિત થાય છે. તે આ પ્રકારે –
(૧) ક્ષણિકવાદી એમ માને છે કે-આત્માદિ વસ્તુ ક્ષણવરૂપ છે, આગલી પાછલી ક્ષણે અવિદ્યમાન-અભાવરૂપ છે, માત્ર વર્તમાન ક્ષણે જ વિદ્યમાન–ભાવરૂપ છે. આ મત
જેના આત્મભૂત છે, તેના પિતાના આત્મા ઉપર જ આ ઘટાવીએ તે વદનારે તે આમ વિરોધ આવે છે -આગલી–પાછલી ક્ષણે અભાવ છે એવી તેની ક્ષણિક નહિં” માન્યતાની સાથે અવિરોધને લીધે, વર્તમાન ભાવે તે તે પોતે છે.
કારણકે આગલી–પાછલી ક્ષણે જ નહિં હેવાપણું તે કહે છે, એટલે તે બેની વચ્ચેની વર્તમાન ક્ષણે તો તેનું વિદ્યમાનપણું–વર્તમાનપણું તે સ્વીકારે છે. આમ જે વર્તમાનભાવે વર્તમાન છે, તે નિત્ય હોવો જોઈએ. કારણકે “સદા તદ્દભાવ થકી તવત્ ” તે ભાવવંત હોય એમ નિયમ છે. અર્થાત જે જે ભાવવાળો હોય તે તદૃભાવથી સદા તે ભાવવાળા હા જોઇએ. એટલે વનમાન ભાવવાળા તે સદા વર્તમાન ભાવવંત હો જોઈએ, અર્થાત તે નિત્ય હો જોઈએ. અને આમ નિત્ય પક્ષની સિદ્ધિ થતાં, ક્ષણિકવાદ ઊડી જાય છે. (૨) વળી આગલી–પાછલી ક્ષણે અભાવ છે એમ જે જાણે છે ને કહે છે, તે પિતે જે આગલી-પાછલી ક્ષણે વિદ્યમાન ન હોય, તો તેમ કેમ જાણી-કહી શકે વારુ?
એટલે તે પોતે જે વર્તમાન ક્ષણે વિદ્યમાન છે, તે આગલી પાછલી ક્ષણે પણ વિદ્યમાન હિજ જોઈએ. આમ જે વસ્તુ ક્ષણિક છે એમ જાણ વદે છે, તે વદનારો પિતે ક્ષણિક નથી, એમ અનુભવથી નિશ્ચય જણાય છે. (જુઓ. પૃ. ૮૧, આત્મસિદ્ધિની ગાથા). તાત્પર્ય કે આત્મા ક્ષણિક નહિં, પણ નિત્ય છે.-એટલે વાદીએ કાં તે નિત્ય પક્ષને સવીકાર કરવો જોઈએ અને કાં તે પિતાના વર્તમાન ક્ષણે પણ વિદ્યમાન પણાને પક્ષ છોડી દે જોઈએ. અને એમ જે કરે તે તે સદાય અસત્ જ-અવિદ્યમાન જ થઈ પડે ! કારણકે તેઓના મતે આગલી પાછલી ક્ષણે તે અભાવરૂપ છે, અને આમ વર્તમાન ક્ષણે પણ જે ન હોય, તે તે સદાય અભાવરૂપ જ હોવાથી સદાય અસત જ હોય, અવિદ્યમાન જ હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org