________________
મુકતતવમીમાંસા: ભાવ- મર્યાદા ધમ ', 'નિજ સત્તા નિજ ભાવથી ૨' (૬૪૭ ) આત્માની સ્વરૂપ સત્તા છે, જે પ્રકારે આત્માનું શુદ્ધ સહજ આત્મસ્વરૂપ છે, તે પ્રકારે
સ્વનું ભવન–હોવું તે સ્વભાવ છે. નિજ સ્વરૂપે હેવું તે “સ્વભાવ છે. (જુઓ થક પૃ. ૭૫ ફૂટનોટ ).
અને આ સ્વભાવ પણ ભાવાવધિ જ યુક્ત છે, એટલે કે જેટલી સ્વ ભાવની અવધિ-મર્યાદા છે, તેટલી અવધિ-મર્યાદા પર્યત જ સ્વભાવ ઘટે છે, –નહિં કે અન્ય પ્રકારે.
શુદ્ધ ચેતનભાવમાં હોવું-વર્તવું એ આત્માની સ્વભાવ-મર્યાદા છે, સ્વભાવ- એ જ એને “મર્યાદા ધર્મ - મરજાદ છે, એટલે શુદ્ધ ચેતન “મર્યાદા ધર્મ” ભાવમાં વર્સ તે જ “સ્વભાવમાં આવ્યો કહેવાય, નહિં તે નહિં.
કારણ કે સ્વભાવ મર્યાદામાં અર્થાત્ શુદ્ધ ચેતનભાવમાં ન વર્તતાં, પરભાવ-વિભાવમાં વર્તે, તે તે સ્વભાવમાં વન્ય ન કહેવાય, ને વન્ય જે કહીએ તે અતિપ્રસંગ દોષ આવે; કારણ કે શુદ્ધ દ્રવ્યનું જે સ્વરભવન તે જ સ્વભાવ છે, અને જે તે અન્ય દ્રવ્યરૂપ થાય તે તે એને સ્વભાવ નથી, પણ વિભાવ જ છે. તાત્પર્ય
કે-જેમ છે તેમ, જેટલી છે તેટલી સ્વભાવની અવધિમાં-મર્યાદામાં હોવુંનિજ સત્તા નિજ વર્તવું, તત્વથી નિજ સત્તાએ સ્થિતિ કરવી, તે જ સ્વભાવ છે તે સ્વભાવ ભાવથી રે’ મર્યાદામાં ન હોવું-ન વર્તવું તે સ્વભાવ નથી, પણ વિભાવ છે, પરભાવ
છે. અને આ જે સ્વભાવમાં હોવું–વર્તવું તે જ અદોષ એવું મુક્તપણું છે, “નિજ ભાવથી નિજ સત્તા” એ જ અનંત ગુણનું સ્થાન એવું શુદ્ધ સિદ્ધપણું છે, અને તેને જે પામ્યા છે તે જ પરમ નિર્દોષ મુક્ત, સિદ્ધ એવા “દેવચંદ્ર” જિનરાજજી છે. “નિજ સત્તા નિજ ભાવથી રે, ગુણ અનંતનું કાણજિનવર પૂજે દેવચંદ્ર જિનરાજજી રે, શુદ્ધ સિદ્ધ સુખખાણ...જિન” શ્રી દેવચંદ્રજી આજ કહે છે –
अनन्तरक्षणाभूतिरात्मभूतेह यस्य तु ।
तयाविरोधान्नित्योऽसौ स्थादसन्वा सदैव हि ॥ १९३ ॥ આગલી પાછલી ક્ષણે, આત્મા તણે અભાવ; જે માને છે તેહને, અહિં લેમાં સાવ; તેજ માન્યતા સાથમાં, વિરોધભાવ વિનાજ; હાયનિત્ય તે આતમાં, અથવા અસત્ સદાજ. ૧૯૩
ત્તિ-અનરતરક્ષાભૂતિ –અનંતરક્ષણે અભૂતિ-અભાવ, પૂર્વ-પશ્ચિાત્ ક્ષણે અભૂતિઅભાવ, એમ અર્થ છે, આરમતટ્ટ તુજેને અહીં આત્મભૂત છે, જે વર્તમાનની અથવા ' આત્મભૂત છે, તેને દોષ કહે છે. તા-તે સાથે તે અનંતર ક્ષણ અભૂતિ સાથે, અવિરોધા-અવિધરૂપ કારણ થકી, વર્તમાનભાવે કરીને શું ? તો કે-નિત્યોૌ -નિત્ય એવો તે વર્તમાન હોય – તદ્રત હવા તાવાર્ ” “સદા તદ્ભાવ થકી તદ્દત હોય ” એટલા માટે. પક્ષાન્તર કહે છે-મસળ્યા હરિ દિ-અથવા સદૈવ અસત હોય તે અનંતર ક્ષણે અભૂતિ સાથે વિરોધથી તેના પ્રતપણાને લીધે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org