________________
( ૧૪ )
થાળફિસમુખલય પરા દષ્ટિનો સાર. પરાષ્ટિ સમાધિનિષ્ટ છે. તે સમાધિના આસંગ દોષથી રહિત એવી હોય છે, અને ચંદનગંધ ન્યાયે તે સાત્મીભૂત પ્રવૃત્તિવાળી હોય છે, અર્થાત આત્મસ્વભાવે પૂર્ણ પ્રવૃત્તિવાળી હોય છે. આમાં યોગી સર્વ આચારથી પર એવા નિરાચાર પદવાળો હોય છે અને કારણ અભાવે તેને અતિચાર હોતે નથી; અર્થાત તેને કોઈ આચાર પાળવાપણું રહ્યું નથી અને તેથી તેને કઈ અતિચાર દોષની સંભાવના પણ નથી. આરૂઢને આરોહણને જેમ અભાવ હોય છે, ચઢેલાને જેમ ચઢવાનું હોતું નથી, તેમ આ ભેગારૂઢ પુરુષને આચારવડે જીતવા ગ્ય કર્મના અભાવે નિરાચાર પદ હોય છે.
તે પછી તેને ભિક્ષાટન આદિ આચાર કેમ હોય છે ? તે શંકાનું નિવારણ એ છે કે-રત્ન આદિની શિક્ષાદષ્ટિ કરતાં જેમ તેના નિયંજન વિષયમાં શિક્ષિતની દષ્ટિ જુદી હોય છે, તેમ આ ગીની તે જ આચારક્રિયા પણ ફલદે કરીને જૂદી હોય છે; કારણ કે પૂર્વે તેનું સાંપરાયિક (કષાય સંબંધી) કર્મક્ષય ફલ હતું, ને હવે તો ભ૫ગ્રાહી કર્મક્ષય ફલ છે. તે રનના નિયાગથી–વ્યાપારથી અહીં લેકમાં તે મહાત્મા રત્નાવણિક જેમ કૃતકૃત્ય થાય છે, તેમ ધર્મસંન્યાસ વિનિયોગથી-વ્યાપારથી આ મહામુનિ કૃતકૃત્ય થાય છે. આ મુખ્ય ધર્મ સંન્યાસ બીજા અપૂર્વકરણમાં ઉપજે છે, અને તેના થકી નિરાવરણ એવી કેવલથી હોય છે, કે જેનો કદી પ્રતિપાત ન થતો હોવાથી સદયાસદા ઉદયવંત હોય છે.
ચંદ્રની જેમ જીવ પિતાની ભાવશુદ્ધ પ્રકૃતિથી-સ્વભાવથી “સ્થિત જ' છે, કાંઈ સ્થાપવાનું નથી. અને જે વિજ્ઞાન છે તે ચંદ્રિકા જેવું છે. તે જ્ઞાનનું આવરણ તે મેઘપટલ જેવું-વાદળા જેવું છે. આ વાદળા જેવું ઘાતિકર્મ છે, તે આ ધર્મ સંન્યાસ
ગરૂપ વાયુના સપાટાથી જ્યારે ક્ષપકશ્રેણીની પરિસમાપ્તિ વેળાયે દૂર થાય છે, ત્યારે તે શ્રીમાન મુખ્ય એવા પરાક્રમગથી જ્ઞાનકેવલી થાય છે. એટલે કે સકલ રાગાદિ દેષના પરિક્ષય થકી ક્ષીણદોષ એવા તે તક્ષણ જ નિરાવરણ જ્ઞાન કરીને સર્વજ્ઞ હોય છે, અને સર્વ લફિલના ભેગી હોય છે. આવા તે શ્રીમદ્ સર્વજ્ઞ ભગવાન મહામુનિ પરાર્થ–પરોપકાર કરીને પછી યેગના અંતને પામે છે. ત્યાં ગાનમાં-શેલેશી અવસ્થામાં શીઘ્ર જ પાંચ હ્રસ્વ અક્ષર ઉચ્ચારણ માત્ર કાળમાં તે ભગવાન ગત્તમ એવા અગ થકી ભવ્યાધિને ક્ષય કરી પરમ ભાવ નિર્વાણને પામે છે.
ક્ષીણ દોષ સર્વજ્ઞ મહામુનિ, સર્વ લબ્ધિ ફલ ભેગીજી, પર ઉપગાર કરી શિવસુખ તે, પામે યોગ અગીજી, સર્વ શત્રુ ક્ષય સર્વ વ્યાધિ લય, પૂરણ સર્વ સમીતાજી, સર્વ અરથ વેગે સુખ તેહથી, અનંત ગુણ નિરીહા.”—શ્રી . સઝાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org