________________
( ૨૦ )
થરાદષ્ટિસમુચ્ચય દાનાદિ અનંત વીર્ય લબ્ધિ, અને અનંત ભેગ ઉપગ લબ્ધિ સંપ્રાપ્ત થાય લબ્ધિને અ૬- છે. જેથી તે અંતરાય કમ ક્ષયું છે એવા પરમ પુરુષ અનંત દાનાદિ ભુત પરમાર્થ આપવાને સંપૂર્ણ સમર્થ છે. તથાપિ પુદગલ દ્રવ્યરૂપે એ દાનાદિ
લબ્ધિની પરમ પુરુષ પ્રવૃત્તિ કરતા નથી. મુખ્યપણે તે તે લબ્ધિની સંપ્રાપ્તિ પણ આત્માની સ્વરૂપભૂત છે, કેમકે ક્ષાયકભાવે તે સંપ્રાપ્તિ છે, ઉદયિકભાવે નથી, તેથી આત્મસ્વભાવ સ્વરૂપભૂત છે; અને જે અનંત સામર્થ્ય આત્મામાં અનાદિથી શક્તિરૂપે હતું તે વ્યક્ત થઈ આત્મા નિજ સ્વરૂપમાં તે આપી શકે છે, તરૂપ શુદ્ધ સ્વચ્છ ભાવે એક સ્વભાવે પરિણુમાવી શકે છે, તે અનંત દાનલધિ કહેવા ગ્ય છે. તેમજ અનંત આત્મસામર્થની સંપ્રાપ્તિમાં કિંચિત માત્ર વિયોગનું કારણ રહ્યું નથી તેથી અનંત લાભ લબ્ધિ કહેવા યોગ્ય છે. વળી અનંત આત્મસામર્થ્યની સંપ્રાપ્તિ સંપૂર્ણપણે પરમાનંદ સ્વરૂપે અનુભવાય છે, તેમાં પણ કિંચિત માત્ર પણ તેમાં વિયોગનું કારણ રહ્યું નથી, તેથી અનંત ભેગ ઉપગ લબ્ધિ કહેવા લાગ્યા છે.
તેમજ અનંત આત્મસામર્થ્યની સંપ્રાપ્તિ સંપૂર્ણ પણે થયાં છતાં તે સામર્થના અનુભવથી આત્મશક્તિ થાકે કે તેનું સામર્થ્ય ઝીલી ન શકે, વહન ન કરી શકે, અથવા તે સામર્થ્યને કોઈપણ પ્રકારના દેશકાળની અસર થઈ કિંચિત્માત્ર પણ ન્યૂનાધિકપણે કરાવે એવું કશું રહ્યું જ નહીં, તે સ્વભાવમાં રહેવાનું સંપૂર્ણ સામ ત્રિકાળ સંપૂર્ણ બળ સહિત રહેવાનું છે તે અનંત વીર્ય લધિ કહેવા ગ્ય છે. ક્ષાયક ભાવની દ્રષ્ટિથી જોતાં ઉપર કહ્યા પ્રમાણે તે લબ્ધિનો પરમ પુરુષને ઉપયોગી છે. વળી એ પાંચ લબ્ધિ હેતુવિશેષથી સમજાવા અર્થે જુદી પાડી છે, નહીં તે અનંતવર્ય લબ્ધિમાં પણ તે પાચેને સમાવેશ થઈ શકે છે. આત્મા સંપૂર્ણ વીર્યને સંપ્રાપ્ત થવાથી એ પાંચ લબ્ધિનો ઉપયોગ પુગલ દ્રવ્યરૂપે કરે તો તેવું સામર્થ્ય તેમાં વતે છે, તથાપિ કૃતકૃત્ય એવા પરમ પુરુષમાં સંપૂર્ણ વીતરાગ સ્વભાવ હોવાથી તે ઉપગને તેથી સંભવ નથી. અને ઉપદેશાદિના દાનરૂપે જે તે કૃતકૃત્ય પરમ પુરુષની પ્રવૃત્તિ છે તે ગાશ્રિત પૂર્વબંધના ઉદયમાનપણથી છે, આત્માના સ્વભાવના કિંચિત પણ વિકૃત ભાવથી નથી.”
–શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૮૪૦ (૩). અને પછી આવા સર્વ લધિસંપન્ન આ સર્વજ્ઞ વીતરાગ દેવ પ્રારબ્ધદય પ્રમાણે પરમ પરોપકાર કરતા સતા વિચરે છે, પિતાના શેષ જે ચાર અઘાતિ કર્મ–ભપગ્રાહી
કર્મ છે, તેનાથી પ્રાપ્ત ઉદય પ્રમાણે ભૂતલ પર વિહાર કરતા આ “નિષ્કારણું કરુણું કૃતકૃત્ય પ્રભુ, સદેશના દાનવડે અન્ય આત્માઓ પ્રત્યે પરમ પોપકાર રસ સાગર” કરી, તેઓને કૃતકૃત્ય થવાનો મહા મોક્ષમાર્ગ બોધે છે. “નિષ્કારણ
કરુણું રસ સાગર' એવા આ પરમકૃપાળુ દેવ પરમાર્થ મેઘની વૃષ્ટિ કરી સંસારતાપથી સંતપ્ત જગજજંતુઓને પરમ આત્મશાંતિરૂપ શીતલતા આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org