________________
(પ૬૪)
વાગડસિસ્થય મધ્યસ્થ થઉં છું.” અને સર્વત્ર વીતરાગ એવો તે આત્મામાં જ રત થઈ શુકલ એવા આત્મધ્યાનને પામે છે, ને તેના પરમ ધન્ય ઉદ્દગાર નીકળી પડે છે કે– “અહો ! અહે! હું મુજને કહું, ન મુજ નમો મુજ રે; અમિત ફલ દાન દાતારની, જેહને ભેટ થઈ તુજ રે.
શાંતિજિન! એક મુજ વિનતિ.”—શ્રી આનંદઘનજી. આ આત્મા જેમાં ધ્યેય છે, તેને શાસ્ત્રપરિભાષામાં પિંડસ્થ ધ્યાન કહે છે. દેહપિંડમાં સ્થિતિ કરતા આત્માનું, દેહ-દેવળમાં બિરાજમાન આત્મ–દેવનું જયાં ધ્યાન ધરાય
છે તે પિંડસ્થ ધ્યાન છે. પરમેષિવાચક નમસ્કારાદિ મંત્ર વાક્યનો જપ ચેય ભેદે ચાર જ્યાં ધ્યેય છે, તે પદસ્થ થયા છે. જ્યાં સદેહે વર્તતા, સાકાર-રૂપી ધ્યાન ભેદ એવા સર્વજ્ઞ પરમાત્મા ધ્યાનને વિષય છે, તે રૂપસ્થ ધ્યાન છે. અને
જ્યાં દેહાતીત-રૂપાતીત એવા નિરંજન નિરાકાર સિદ્ધ પરમાત્મા ધ્યાનને વિષય છે, તે રૂપાતીત ધ્યાન કહેવાય છે.* રેવે૪િ નો વરૂ, દેવ બળrg શiતુવઢળાનતાતળુ, ઘરમg fજમંતુ ”
–શ્રી યોગીન્દ્રદેવવિરચિત પરમાત્મપ્રકાશ ગા. ૩૩. એમાં પણ ખાસ કરીને જીવંતમૂર્તિ એવા રૂપી-દેહપિંડસ્થ સર્વજ્ઞ ભગવાનનું ધ્યાન જીવને પરમ ઉપકારી થાય છે. કારણ કે આ દેહ છતાં દેહાતીત દશાવાળા પરમ
આત્મસમાધિમય પ્રભુનું અનુપમ રૂપ દેખીને ભક્ત જનનું મન ચપળ પ્રભુનું પિઠસ્થ સ્વભાવ છોડીને ઠરી જાય છે-સ્થિર થાય છે. એટલે એ ભક્ત જન ધ્યાન ભાવાવેશમાં ગાય છે કે-હે ભગવાન્ ! જો આ હારૂં રૂપી સ્વરૂપ
જગતમાં ન દેખાયું હોત, તો અમારું મન તેના ઉપર હસતા-હર્ષ પામત ? હસ્યા વિના શુદ્ધ સ્વભાવને કેમ ઈચ્છતી ઈછયા વિના હારા પ્રગટ ભાવને કેમ પ્રીચ્છત-ઓળખત? પ્રીછયા વિના ધ્યાન દશામાં તે કેમ લાવત ? લાવ્યા વિના રસસ્વાદ તે કેમ પામત? માટે અમે તે માનીએ છીએ કે હે પ્રભુ! હારી ભક્તિ વિના કઈ ભક્તને મુક્તિ હોતી નથી. હે સર્વજ્ઞ પરમાત્મા ! અમારા સંત પુણ્યના ભેગથી તમે રૂપીદેહધારી થયા ને અમૃત સમાણુ ધર્મની વાણી કહી ગયા. આમ હે ભગવાન ! આ હારે દેહ-પિંડ ઘણું ગુણનું કારણ છે, અને તે સેવવામાં આવતાં મહાભયનું વારણ થઈ પડે છે. માટે હે પ્રભુ! અમે તે હારું પિંડસ્થ ધયાન એકમના થઈને કરવાનો નિશ્ચય કરીએ છીએ. રૂપ અનૂપ નિહાળી સુમતિ જિન તાહરું, છાંડી ચપલ વસાવ ઠર્યું મન માહ રૂપી સરૂપ ન હત જે જગ તુજ દીસતું, તે કુણ ઉપર મન કહો અમ હીંસતું. * " पदस्थं मन्त्रवाक्यस्थं पिण्डस्थं स्वात्मचिंतनम् ।
પર રિપ સપતીત નિરલનમ્ II”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org