________________
યોગદઝિસસ્થય
રત્નશિક્ષા દષ્ટિ થકી, નિજન દૃષ્ટિ ભિન્ન;
ત્યમ આચાર ક્રિયા ય તસ, તે ફલ ભેદે ભિન્ન, ૧૮૦ અર્થ –રત્નાદિની શિક્ષાહણિઓ કરતાં જેમ તેના નિજન સંબંધી દ્રષ્ટિ ભિન્ન હોય છે, તેમ આની તે જ આચારક્રિયા પણ ફલદને લીધે ભિન્ન હોય છે.
વિવેચન “શિક્ષાથી જ્યમ રતન નિજન, દષ્ટિ ભિન્ન ત્યમ એહો.—શ્રી કે. સક્ઝા. ૮-૨
રાદિકની શિક્ષાણિઓ કરતાં, જેમ શિક્ષિત થતાં તેના નિયોજન વિષયમાં દષ્ટિ અન્ય જ હોય છે, ભિન્ન જ હોય છે, તેમ આ ગીની તે જ ભિક્ષાટનાદિ આચાર ક્રિયા પણ અન્ય જ-ભિન્ન જ હોય છે. શા કારણથી? તો કે ફલભેદથી,-પૂર્વ સાંપરાયિક કર્મક્ષય ફળ હતું, હવે ભપગ્રાહી કર્મક્ષય ફળ છે.
પ્રથમ શિક્ષા લેતી વેળાએ રત્નપરીક્ષા વિષયે શિખાઉની જે દષ્ટિ હોય છે, તે કરતાં શીખીને પાર ઉતરી ગયા પછી તે રનનું નિયોજન કરે છે એવા તે શિક્ષિતની
હણિ જૂદી જ હોય છે, કારણકે પ્રથમ તો શિખાઉને તે વિષય સંબંધી શિક્ષાથી જયમ કંઈ જ્ઞાન હોતું નથી. રત્ન કેવું છે? તેનું સ્વરૂપ શું? તેના પ્રકાર શું? રતન નિયોજન” તેના ગુણદોષ શું? તેનું મૂલ્ય શું? ઈત્યાદિ બાબત તેને સાવ અજ્ઞાત
હોય છે. એટલે તેને તે સંબંધી કુતૂહલ બુદ્ધિ હોય છે. એથી તે જિજ્ઞાસાપૂર્વક તે તે રતનની પરીક્ષા સંબંધી જ્ઞાન મેળવવા પ્રવર્તે છે. આમ અભ્યાસ કરતાં કરતાં તે તદ્દવિષયક જ્ઞાનમાં નિષ્ણાત થાય છે. અને પછી રતનપરીક્ષામાં સુશિક્ષિત એ તે ઉપલબ્ધ જ્ઞાનનો વ્યવહારમાં વિનિયોગ કરે છે, કય-વિક્રયાદિ પ્રયોગ કરે છે. પ્રથમ અવસ્થામાં માત્ર શિખાઉ જ્ઞાન (Theoretical knowledge ) હતું, ત્યારે હવે તો તને અનુભવસિદ્ધ પ્રયોગ (Practical application) હેાય છે. એટલે પહેલાંની શિખાઉ દષ્ટિ કરતાં આ વિનિયોગ દશાની દષ્ટિ ભિન્ન જ-જૂદા જ પ્રકારની હોય છે. તેમ અત્રે પણ ગીની તે જ ભિક્ષાટન આદિ આચારક્રિયા પણ ભિન્ન જ-એર પ્રકારની જ હોય છે. પહેલાં પણ એ જ ભિક્ષાટનાદિ ક્રિયા હતી, અને હમણાં પણ એ જ ભિક્ષાટનાદિ ક્રિયા છે, છતાં બન્ને દષ્ટિમાં મહદ્ અંતર છે.
અથવા તે એકડીને પ્રથમ તો માતુકાક્ષરનું-બારાખડીનું જ્ઞાન પણ નથી હોતું, એકડો પણ નથી આવડત. પણ તે ખંતીલા વિદ્યાર્થી બનીને એકડે ઘુંટતાં ઘુંટતાં, ક્રમે કરીને શિખાઉ જ્ઞાન પ્રાપ્ત કરતો કરતો, વિદ્યાપારંગત થનાતક થાય છે, જ્ઞાન-ગંગામાં નાહીને બહાર પડે છે ! અને પછી જીવનવ્યવહારમાં શિખેલા જ્ઞાનનો વ્યવહાર ઉપગ કરે છે–યથાગ્ય વિનિયોગ કરે છે. તેની નિશાળીઆ તરિકેની શિખાઉ અવસ્થાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org