________________
( પ૭૦ )
ગાદિસપુષ્પો ભવબંધનરૂપ બેડી જ છે, એટલે પુણ્ય-પાપમાં કઈ ફલભેદ નથી, અર્થાત્ પુણ્યફલરૂપ સુખ પણ કર્યોદયરૂપ હાઈ દુઃખ છે, પરિણામથી તાપથી, સંસ્કારથી, અને ગુણવૃત્તિના વિરોધથી પુણ્યજન્ય સુખ તે દુઃખજ છે.” જેને વધ કરાવાને છે એવા ઘેટાની દેહપુષ્ટિનું પરિણામ જેમ અતિ દારુણ હોય છે, લેહતરસી જળ જેમ અંતે દારુણ દશાને પામે છે, તેમ પુણ્યજન્ય વિષયભેગનો વિપાક પણ અતિ દારુણ હોય છે. સુકીને લીધે જ્યાં વિષય તૃષ્ણાતાપથી ઇદ્રિનું સંતપણું રહે છે, ત્યાં સુખ શેનું હોય? એક ખાંધેથી બીજી ખાંધે ભાર આરોપવાની પેઠે ઇન્દ્રિયને આહ્લાદ છતાં તત્વથી દુખને સંસ્કાર દૂર થતો નથી. સુખ દુઃખ અને મેહ એ ત્રણેય ગુણવૃત્તિઓ વિરુદ્ધ છે, છતાં એ ત્રણેય દુઃખરૂપજ છે.
ઈત્યાદિ પ્રકારે પુણ્યજન્ય વિષયસુખનું જે પ્રગટ દુઃખરૂપપણું જાણે છે, એવા પરમ વૈરાગ્યવાન જ્ઞાની ગીપુરુષ આ તુચ્છ વિષયસુખમાં કેમ રાચે ? મન્મથના સાધનરૂપ
| શબ્દાદિ વિષયનો જય કેમ ન કરે ? “જડ ચલ જગની એક “જિન” ને જેવા પુદગલ ભેગને દૂરથી કેમ ફગાવી ન દે? પરમ અમૃત જેવા વિષયજય ધ્યાનસુખનો રસાસ્વાદ જેણે ચાખ્યું હોય, તે તુચ્છ બાકસબુકસ જેવા
દુર્ગધિ વિષય-કદને કેમ ચાખે? કારણકે વિષયસુખ પરાધીન છે, ત્યારે ધ્યાન સુખ સ્વાધીન છે. વિષયસુખ બાધા સહિત છે, ત્યારે ધ્યાનસુખ બાધા રહિત છે. વિષયસુખ વિછિન્ન-ખંડિત છે, ત્યારે ધ્યાનસુખ અવિચ્છિન્ન-અખંડિત છે. વિષયસુખ બંધકારણ છે, ત્યારે ધાનસુખ મોક્ષકારણ છે. વિષયસુખ વિષમ છે, ત્યારે
ધ્યાનસુખ સમ છે. આવું પરમોત્તમ ધ્યાનસુખ જેને પ્રાપ્ત થયું હોય, તે પછી તુચ્છ વિષય ભણી નજર પણ કેમ નાંખે?
આવું ધ્યાનસુખ વળી વિવેકના બળથી–જ્ઞાનના સામર્થ્યથી ઉત્પન્ન થયેલું હોય છે. વપર વસ્તુના ભેદવિજ્ઞાનથી જે વિવેક ઉપજે છે, આત્મજ્ઞાન સાં પડે છે, તેના સામર્થ્યથી
આ ધ્યાન પ્રાપ્ત થાય છે. આ વિવેકજન્ય જ્ઞાનની ક્ષયોપશમની જેવી વિવેક બલજન્ય તીવ્રતા હોય છે, તેવીજ ધ્યાનની તીવ્રતા નીપજે છે, અને જેવી
ધ્યાન સુખ થાનની તીવ્રતા નીપજે છે, તેવી આત્મસુખની તીવ્રતા ઉપજે છે. x “ण हि मण्णदि जो एवं पत्थि विसेसोत्ति पुण्णपावाणं ।
fëરિ ઘરમાં સંસાર મોહંછom –શ્રી પ્રવચનસાર,
पारतंत्र्याविशेषेण फलभेदोऽस्ति कश्चन ॥"
–( ઇત્યાદિ જુઓ) શ્રી અધ્યાત્મસાર, આત્મનિશ્ચયાધિકાર, લે. ૬૦-૭૪ * " परिणामाच्च तापाच्च संस्काराच्च बुधैर्मतम् ।
ગુorgવધાર્ચ ટુર્ણ guથમ તુમ્ II ”-શ્રી અધ્યાત્મસાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org