________________
યોગન્નિસમુચ્ચય
( ૫૭૨ )
6
શમ એટલે ( ૧ ) કષાયનું શમન, (૨) વિરતિ, ( ૩ ) વીતરાગભાવ, ( ૪ ) સમભાવ, ( ૫ ) સામ્યભાવ, (૬) ધર્મ, ( ૭ ) ચારિત્ર, ( ૮ ) આત્મશાંતિ-વિશ્રાંતિ. આમ શમ શબ્દને લક્ષ્યાર્થ એક છે. તે આ પ્રકારે:—( ૧ ) વિવેકને શમના વિવિધ લીધે વસ્તુસ્વરૂપની યથાર્થ સમજણુ આવે, સ્વ-પરના ભેદ પરખાય, અની એકતા તે પછી આત્મા શિવાયની સમસ્ત વસ્તુ પારકી છે એમ જાણે, એટલે તે વિષયરૂપ પરવસ્તુને નિમિત્તે નિષ્કારણે કષાયની ઉત્પત્તિ ન થાય, રાગ દ્વેષ અણુહેતુ ' ન ઉપજે, અને ક્રોધ-માન-માયા-લેાભનું શમન થાય, શાંતપણું થાય, મદપણું થાય. આમ વિવેકથી કાયશમન થાય છે. (૨ ) વિવેકથી સ્વ-પરના ભેદ જાણું, એટલે પછી પરભાવથી વિરામ પામે-વિરતિ પામે જે વિષયને માટે આંવાં નાંખવારૂપ મનની દોડાદોડ થતી હતી, તે બધી અટકી જાય, વિરમી જાય. આમ ‘ જ્ઞાનનું ફૂલ વિરતિ ’ એ સૂત્ર ચરિતાર્થ બને છે. (૩) સ્વ-પર ભેદ જાણુ, એટલે ૫૨ વસ્તુમાં મુઝાય નહિં, માઠુ પામે નહિં, ગેાથું ખાય નહિં. એટલે પરભાવ પ્રત્યેના રાગ છટી જાય, આસક્તિ છૂટે, સ્નેહાનુબંધ ત્રુટે. આમ વીતરાગ ભાવરૂપ શમ પામે. (૪)ઞામ વીતરાગ ભાવ પામે, સર્વત્ર રાગ-દ્વેષ વિરહિત મને, એટલે સર્વત્ર સમભાવી થાય, કયાંય પણ ષ્ટિ-અનિષ્ટ બુદ્ધિ ચિતવે નહિ, સમદર્શી અને, ‘વંદક નિંદક સમ ગણે ’–ઇત્યાદિ પ્રકારે સમભાવને પામે. ( ૫ ) આમ સમભાવને પામે એટલે સામ્યભાવને પામે. જેવું આત્મસ્વરૂપ છે, તેનું સમાનપણું-સશપણું પામવું તેનું નામ સામ્ય છે, એટલે સ્વરૂપસ્થિતિરૂપ સામ્યને પામે. (૬) અને આ સામ્ય પામે એટલે ધર્મ કે ધર્મ એટલે વસ્તુને સ્વભાવ. ‘ વસ્તુલઢાવો ધમો ।' આત્મસ્વભાવને પામવા તેનું નામ ધર્મ માટે સ્વરૂપસામ્ય થયુ. એટલે આત્મધર્મ પામ્યા. (૭) આત્મધર્મ પામ્યા એટલે ચારિત્ર યુક્ત થયા. કારણ કે ' સ્વરૂપે વળ ચારિત્ર ’- આત્મસ્વરૂપનુ અનુચરણ તે ચારિત્ર. જેવુ આત્માનું સ્વરૂપ ખ્યાત છે, પ્રસિદ્ધ છે, તેવુ યાખ્યાત ચારિત્ર અર્થાત સ્વ સ્વરૂપમાં રમણુપણું આમ પ્રાપ્ત થાય. (૮) અને આપણેા આત્મભાવ જે એક જ ચૈતન્ય આધારરૂપ છે, તે જ નિજ પરિકર–નિજ પરિવાર બીજા સર્વ સાથ સયાગ કરતાં સાર છે. તે જ નિજ પરિકરરૂપ આત્મભાવની સાક્ષાત્ અત્ર પ્રાપ્ત થઇ, એટલે પરમ આત્મશાંતિ ઉપજી, અને આત્મા સ્વરૂપમાં વિશ્રાંત થયા, સ્વરૂપવિશ્રાંતિ પામ્યા, સ્વરૂપમાં શમાઇ ગયા. આમ સમઝ્યા એટલે શમાચે.
પામે. કારણ
66
શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વત્તું તે જ સ્વભાવ જો; જીવિત કે મરણે નહિં ન્યૂનાધિકતા, ભવ મેક્ષે પણ વર્ષે શુદ્ધ સમભાવ જો.
અપૂર્વ અવસર એવા કયારે આવશે ? ”—શ્રીમદ્ રાજચંદ્રજી.
આમ સ્વ-૫૨ના ભેદ જાણ્યા-વિવેક થયા, એટલે કષાય ઉપશાંતિ થઇ, વિરતિ થઇ, આસક્તિ ગઇ, વીતરાગતા આવી, સમતા ઉપજી, સ્વરૂપ સામ્ય થયું, આત્મધર્મની સિદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org