________________
થાગદષ્ટિસાય
એટલે એને પરમ શુદ્ધ અદ્વૈત ભાવે કેવળ એક આત્મવરૂપમાં જ સ્થિતિરૂપ સહજ નિ:પ્રયાસ રમણતા વર્તે છે. આમ આ દષ્ટિ સમાધિમાં નિકાને-અંતિમ આત્યંતિક સ્થિતિને પામે છે, એટલે જ એને અત્રે “સમાધિનિષ્ઠ” કહી છે. “શુદ્ધ નિ:પ્રયાસ નિજ ભાવ ભેગી યદા, આત્મ ક્ષેત્રે નહિં અન્ય રક્ષણ તદા એક અસહાય નિઃસંગ નિદ્ધતા, શક્તિ ઉત્સર્ગની હોય સહુ વ્યક્તતા.” શ્રી દેવચંદ્રજી.
આ પરમ સદ્ધયાનરૂપ આત્મસમાધિ નિર્વિકપ જ હોય છે, કારણ કે અત્રે ઉપર કહ્યા પ્રમાણે બધ પણ ચંદ્ર જેવો નિર્મલ તથા નિર્વિકલ્પ હોય છે. એટલે એમાં કયારેય
પણ કોઈ પણ પ્રકારને કોઈ પણ વિક૯૫ ઊઠવાનો સર્વથા અસંભવ જ નિર્વિકલપ દશા છે. આમ અત્રે નિર્વિકલ્પ અખંડ આત્મસમાધિ હોય છે, એટલે
ધાતા ધયાન ને ધ્યેય એ ત્રણને ભેદ પણ મટી જાય છે, જ્ઞાતા, શેય ને જ્ઞાનની ત્રિપુટી પણ લય પામે છે, જ્ઞાન-દર્શન-ચારિત્ર એ ત્રિગુણ પણ એક અભેદ આત્મસ્વરૂપે પરિણમે છે. અત્ર સમસ્ત વૈતભાવ અસ્ત પામી જાય છે, ને એક શુદ્ધ આત્મા સ્વભાવસમવસ્થિત રહે છે, શુદ્ધ જ્ઞાન-દર્શનમય આત્મસ્વભાવમાં નિયત ચરિતવંતચરણવંત વતે છે, સ્વભાવમાં વિકસે છે.
“નિર્વિકલપ સુસમાધિમેં હૈ, ત્રિગુણ ભયે હે અભેદ.” “યાતા ધ્યેય સમાધિ અભેદે, પર પરિણતિ વિચ્છેદે રે;
ધ્યાતા સાધક ભાવ ઉછે, બેય સિદ્ધતા વેદે રે..પ્રભુ અંતરજામી!” શ્રી દેવચંદ્રજી. “તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે તે તે આત્મારૂપ....મૂળ મારગ. તેહ મારગ જિનને પામિ રે, કિવા પાપે તે નિજસ્વરૂપ મૂળ.”-શ્રીમદ્ રાજચંદ્રજી.
આ પરમ યોગીંદ્ર આવી નિવિકલ્પ દશા આવા અખંડ આત્મધ્યાનથી પામે છે -
“સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છઉં, એક કેવલ શુદ્ધ ચેતન્ય સ્વરૂપ, પરમેસ્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ, માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છઉં. ત્યાં વિક્ષેપ છે? વિકલ્પ શો? ભય છે? ખેદ છે? બીજી અવસ્થા શી? શુદ્ધ શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ પરમ શાંત ચિતન્ય હું માત્ર નિવિક૯પ છઉં, નિજ સવરૂપમય ઉપયોગ કરૂં છઉં. તન્મય થાઉં છઉં. શાંતિઃ શાંતિઃ શાંતિઃ”
–શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૭૬૦. આમ વિક૯૫જાલથી યુત થઈ શાંત ચિત્તવાળા જે ગીશ્વર નયપક્ષપાત છેડી, નિત્ય સ્વરૂપગુમ થઈને નિવસે છે, તેઓ જ સાક્ષાત અમૃત પીએ છે, અર્થાત્ જેઓ
નિર્વિકલ્પ એવું શુદ્ધ-શુકલ આત્મધ્યાન ધાવે છે, તેઓ જ પરમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org