________________
(૫૭૬ )
થાગદિસપુશ્ચય રહે છે, અર્થાત પુર્યોદયથકી જે જે સુખપ્રાપ્તિ થાય છે, તે પણ પુયાપેલી સુખ દુઃખ જ છે. કારણ કે તે પુણ્ય પણ પરવતુ છે, એટલે તેને પરાધીન તે દુઃખ એવું સુખ તે તો દુઃખ જ છે, એ દુઃખનું લક્ષણ અત્ર પ્રાપ્ત થાય છે.
પુણ્યને પરવતુ કહેવાનું કારણ એ કે–પુણ્ય એ શુભ કર્મ છે અને શુભ કર્મ એ આત્માથી અતિરિક્ત-જૂદી એવી પરવસ્તુ છે. આમ પરવતુરૂપ પુણયના ઉદયથી દેવેંદ્ર-મનુજે આદિના જે જે સુખ સાં પડે છે, તે પરમાર્થથી દુઃખ જ છે, અથવા સુખાભાસ જ છે. ઇંદ્ર-ચક્રવતી આદિની અઢળક ઋદ્ધિ અને તેથી પ્રાપ્ત થતા પંચ વિષય સંબંધી કહેવાતા સુખ તે દુઃખ જ છે. અત્રે શ્રી ઉપમિતિભવપ્રપંચ કથામાં કહેલ નિપુણ્યક રંકનું તાદ્રશ્ય ચિતાર ખડે કરતું પ્રસ્તુત દષ્ટાંત યાદ આવે છે. તેમાં પુણ્યદયથી ચક્રવતીની ઋદ્ધિ પામેલાને પણ પરમાર્થથી “નિપુણ્યક' અર્થાત્ ધર્મ ધનથી રહિત એવો નિધનીઓ મહાદરિદ્રી ને દુઃખી કહ્યો છે. તે સમસ્ત અદ્દભુત રૂપક વર્ણન ( Allegory ) મહાત્મા સિદ્ધર્ષિની જેમ પોતાના આત્મા ઉપર ઘટાવી આત્માથી મુમુક્ષુ જીવે પુનઃ પુનઃ મનન કરવા યોગ્ય છે. જો કદી બંધનને સુખ માની શકાય તો પુને સુખ માની શકાય, પણ તેમ તો મૂર્ખ ગમાર પણ માને નહિં. કારણકે પુણ્ય એ સોનાની બેડી ને પાપ એ લોઢાની બેડી, પણ બન્ને બંધન તે છે જ છે. પિોપટને સોનાના પાંજરામાં પૂર્યો હોય કે લેઢાના, પણ તે બને બંધનરૂપ પાંજરા છે જ. એટલે જે પુણ્યબંધથી સંસારબંધન ચાલુ રહે છે, વિધ્ય તૃષ્ણા ઉદીર્ણ રહે છે, તેને સુખ કેમ કહી શકાય ? આ વગેરે ઉપરમાં વિસ્તારથી વિવેચાઈ ચૂક્યું છે.
આ ઉપરથી સારરૂપ તાત્પર્ય એક જ છે કે–તાવિક-પારમાર્થિક સુખ કેવળ ધ્યાનથી જ ઉપજે છે; કારણ કે આત્મધ્યાનમાં પરાવલંબનની અપેક્ષા નથી, અથવા
પ્રગટ શુદ્ધ આત્મારૂપ પરમાત્માના જ અવલંબનની અપેક્ષા છે, એટલે ધ્યાનસુખ તે કેવલ આત્માધીન છે, અને તે કર્મવિયોગમાત્રથી ઉપજે છે, આત્માધીન એટલે તેમાં કમનું પરવશપણું નથી. આમ સ્વાધીન એવા આત્મધ્યાનમાં
આત્મા ધ્યાતા છે, ધ્યેય આત્મા છે, ને ધ્યાન આત્મા છે. ધ્યાતાધ્યાન-ધ્યેયની ત્રિપુટીની અત્ર એકતા થાય છે, પરમ શુદ્ધ અદ્વૈત થાય છે. સહજાન્મસ્વરૂપ એ જ સાથ, સહજામસ્વરૂપ એ જ સાધન, ને સહજાન્મસ્વરૂપ એ જ સિદ્ધિએમ અભેદ એકતા અત્ર થાય છે. એટલે કોઈ પણ પ્રકારની કોઈ પણ વિકલ્પરૂપ આકુલતા થતી નથી, પરમ નિર્વિકલ્પ શાંતિ થાય છે, પરમ સ્વસ્થતા ઉપજે છે, તે જ પરમ સુખ છે, તે જ પરમ આનંદ છે. એવા પરમોત્તમ ધ્યાન સુખની તુચ્છ વિષયસુખમાં રાચનારા પામર જનેને શી ખબર પડે? નગરમાં રહેનારા નાગર જનના સુખની ગમાર ગામડી અને શી ગમ પડે? તેમ અનુભવ વિના તે ધ્યાનસુખ કેમ કહી શકાય ? “ નાગર સુખ પામર નવિ જાણે, વલ્લમ સુખ કુમારી રે; અનુભવ વિણ ત્યમ ધ્યાનતણું સુખ, કુણ લહે નર નારી રે.” શ્રી કે. સઝા. ૭-૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org