________________
બલાદષ્ટિ : દુરારાધ્ય મનમર્કટ, તત્ત્વશુશ્રૂષા
જે જે કહું તે કાન ન ધારે, આપ મતે રહે કાલે!; સુર નર પંડિત જન સમજાવે, સમજે ન મહારા શાળા....હૈ। કુંથુ મે જાણ્યુ એ લિ ંગ નપુંસક, સકલ મદને ઠેલે; બીજી વાતે સમરથ છે, નર, એહુને કાઇ ને જેલે....હા કુંથુ મન સાધ્યુ' તેણે સઘળું સાધ્યુ, એહ વાત નહિ' ખેાટી; એમ કહે તે નિયમાનું, એ કહી વાત છે મેાટી....હા કુંથુ॰”—શ્રી આનદુધનજી
(૨૧૩)
એમ ચિંતવી તે વિચારે છે કે-આવા ચંચલ દુરારાધ્ય મનને મ્હારે શી રીતે ઠેકાણે આણવું? કારણ કે પાણીમાં પથરા પડતાં પાણી જેમ ડાળાઇ જાય છે, તેમ આ મ્હારૂં દુષ્ટ મન પણ જ્યાં ત્યાં ગમનરૂપ વિક્ષેપના પથરા પડતાં ડાળાઇ મનમર્કટને કેમ જાય છે. ‘આ ચંચલ મન તા મથન કરનારૂં ને અત્યંત મળવાન છે. ઠેકાણે આણવું ? વાયુની જેમ તેના નિગ્રહ કરવા ઘણુા કઠિન છે.'× માટે હવે મ્હારે કેમ કરવું? વૈરાગ્ય ને અભ્યાસના ઉગ્ર પ્રયાસ નહિ કરવામાં આવે તા આ મન કદી વશમાં આવવાનું નથી, એ તા એના સ્વભાવ પ્રમાણે ચારે કાર ભટક્યા કરવાનું છે; માટે આ મનરૂપ વાંદરાને કાંક બાંધી રાખું તેા ઠીક! અથવા એના જોગુ કાઇ કામ સોંપી દઉં એટલે એ બિચારૂ ભલે ચઢ–ઉતર કર્યા કરે! એમ વિચારી તે, જેણે તે મનના જય કર્યાં છે, એવા પરમાત્મ પ્રભુના ચરણરૂપ થાંભલા સાથે આ મનને પ્રેમની સાંકળથી બાંધી રાખે છે! એટલે એ બાપડું આડું અવળું ચસી શકતું નથી! અથવા તે અને શ્રુત-ક ંધમાં રમવા માટે છૂટું મૂકી ઘે છે, એટલે તેમાં તે ભલે આરાહણુ-અવ રાહણ કર્યા જ કરે! ભલે આત્મારૂપ ફળ ધરાઇ ધરાઇને ખાવા હાય તેટલા ખાય! ભલે વચનરૂપ પાંદડાને ચૂંટી કાઢે! ભલે નયરૂપ શાખાઓમાં લટકીને હીંચકા ખાય! ભલે વિશાલ મતિરૂપ મૂલ ભાગમાં નાચ્યા કરે—કૂઘા કરે !
“ મનડું દુરારાધ્ય તેં વશ આણ્યુ, આગમથી મતિ આણું;
આનંદઘન પ્રભુ મ્હારૂં આણ્ણા જો, તે સાચું કરી જાણું....à। કુછુ.”——શ્રી આન ધનજી ૪. તત્ત્વ-શુશ્રૂષા
આ હૃષ્ટિમાં શુશ્રુષા નામનેા ત્રીજો ગુણુ પ્રગટે છે, કારણ કે બીજો જિજ્ઞાસા જીણુ X " चंचलं हि मनः कृष्ण प्रमाथि बलवत् दृढम् ।
तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् ॥ असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् |
અમ્બાલેન ટુ જૌન્તેય વૈરાગ્યે ચ ઘતે ॥ ’”— ગીતા.
*
“ अनेकान्तात्मार्थप्रसवफलभारातिविनते, वचःपर्णाकीर्णे विपुलनयशाखाशतयुते । समुत्तुंगे सम्यक् प्रततमतिमूले प्रतिदिनं श्रुतस्कंधे धीमान् रमयतु मनो मर्कटममुम् ॥” --શ્રી ગુણભદ્રસ્વામીજીકૃત શ્રી આત્માનુશાસન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org