________________
(૩૪૮)
ગદષ્ટિસમુચ્ચય गोचरस्त्वागमस्यैव ततस्तदुपलब्धितः । चन्द्रसूर्योपरागादिसंवाद्यागमदर्शनात् ॥ ९९।। પણ અતીન્દ્રિય અર્થ તે, આગમ ગોચર હોય; તેહ થકી તે અર્થની ઉપલબ્ધિ અહિં જાય; ચંદ્ર-સૂર્ય ગ્રહણદિને, મળતું આવે જેહ;
એવા આગમદર્શને, હેય નહિં સંદેહ. ૦૯ અર્થ–પરંતુ તે અતીન્દ્રિય અર્થ આગમને જ ગોચર હોય છે,–તેના થકી તે અતીન્દ્રિય અર્થની ઉપલબ્ધિ (જાણ પણું ) થાય છે તેટલા માટે. કારણ કે ચંદ્ર-સૂર્યના ગ્રહણ વગેરેને સંવાદી-મળતા આવતા આગમનું દર્શન થાય છે.
વિવેચન
ઉક્ત અતીન્દ્રિય અર્થ જે કઈને પણ ગોચર હોય તે તે આગમને જ છે. કારણ કે અતીન્દ્રિય એટલે કે ઇંદ્રિયોને અગમ્ય એવા વિષયનું જાણપણું આગમથી થાય છે. જેમકે
આગમદ્વારા એમ જાણવામાં આવે છે કે અમુક દિવસે, અમુક વખતે અતીન્દ્રિય અર્થ ચંદ્રગ્રહણ થશે, સૂર્યગ્રડણ થશે, ઇત્યાદિ. અને તે જ આગમવાણી આગમગોચર પ્રમાણે તેને મળતા આવતા જ સમયે ચંદ્રગ્રહણ-સૂર્યગ્રહણ (Eclipse)
આદિ પ્રત્યક્ષ દેખાય છે. આમ આગમકથનનો પ્રત્યક્ષ સાથે સંવાદ આવે છે, મેળ ખાય છે. એટલે આ સ્થલ દષ્ટાંત ઉપરથી અતીન્દ્રિય અર્થની વાત એ આગમનો વિષય છે, એમ સિદ્ધ થાય છે. જો કે આ ચંદ્રગ્રહણાદિ લોકિક અર્થ છે, એમ ભાવવા યોગ્ય છે, છતાં અતીન્દ્રિય હઈ દષ્ટાંતરૂપે અત્રે રજૂ કરેલ છે.
જે જે વિષયમાં નિષ્ણાત હોય તે વિષયમાં તેનું વચન જ પ્રમાણભૂત ગણાય, તે સામાન્ય નિયમ પ્રમાણે અતીન્દ્રિય વિષયમાં અતીન્દ્રિય જ્ઞાની એવા આસ પુરુષ પ્રમાણ ભૂત હેઇ, તેનું જ વચન પ્રમાણ છે. અને આસ પુરુષનું વચન તેનું નામ જ “આગમ” છે. તેની પ્રત્યક્ષ પ્રતીતિ આપે એવું ગ્રહણનું દષ્ટાંત અત્ર આપ્યું છે. પણ આ તે લૌકિક પદાર્થ છે. પણ અલોકિક એવા અતીન્દ્રિય આત્મપદાર્થના સંબંધમાં પણ આ આમ જ પ્રમાણભૂત છે. કારણ કે તે ગીશ્વરે આત્મસ્વરૂપનું સાક્ષાત્ દર્શન કરી તેની પ્રાપ્તિ કરી
વૃત્તિ – જોરાસુ-પણ ગોચર તે, આજનવ-આગમને જ, અતીન્દ્રિય અર્થ તે આગમને જ ગોચર હોય છે. કયાંથી? તે માટે કહ્યું-તત તદુપટ્ટશ્વિતઃ–તેના થકી-આગમ થકી તે અતીન્દ્રિય અર્થની ઉપલબ્ધિને લીધે. એ જ કહે છે-
વારંવાધામના-ચંદ્ર-સૂર્યના ઉપરાગ (ગ્રહણ) આદિને સંવાદી-બરાબર મળતા આવતા એવા આગમના દર્શન ઉપરથી. આ લૌકિક અર્થ છે એમ, ભાવવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org