________________
કાંતાદષ્ટિ : ભગતત્વ ભવાબ્ધિ ન તરે, વિષય મૃગજલ
(૫૩૯ ).
ભેગતવને ભવાબ્ધિનું, લંધન તો નજ થાય;
મૃગજલ દઢાવેશ છે, તે માર્ગે કુણ જાય? ૧૬૭ અર્થ – પણ જેને મન ભેગ એ તત્વ છે, એવાને તે ભવસમુદ્રનું ઉલંઘન થતું નથી. જેને મૃગજલમાં દઢ આવેશ છે, એવો કે અહીં તે માગે-કે જ્યાં માયામાં જલબુદ્ધિ છે ત્યાં–જાય?
વિવેચન
“સાચું જાણી રે તે બીતે રહે, ન ચલે ડામાડોલ..ધન ધન
ભગતત્ત્વને રે એ ભય નવિ ટળે – શ્રી , દ. સઝાય,
પણ ભેગને જે તત્વરૂપ–પરમાર્થરૂપ માને છે, એવા ભગત પુરુષને તે ભવસાગરનું ઉલંઘન થતું નથી. કારણકે તેવા પ્રકારના વિપર્યાસને લીધે, માયાજલમાં જેને દઢ અભિનિવેશ છે એ કોણ અહીં-જ્યાં માયામાં જલબુદ્ધિ છે એવા તે માર્ગે જાય?
ભેગ જેને મન તત્વરૂપ છે, પરમાર્થરૂપ લાગે છે, સાચા ભાસે છે, એ ભેગતરવા પુરુષ કદી ભવસમુદ્ર ઓળંગી શકતો નથી. કારણ કે તેવી મિથ્યાભાસરૂપ બુદ્ધિને લીધે
તે તેના ઉલ્લંઘનના ઉપાયમાં પ્રવર્તતે નથી. અને તેનું કારણ પણ ભાગતત્વ એમ છે કે જેને માયાજલમાં દઢ આવેશ–ગાઢ અભિનિવેશ હોય, ભવાબ્ધિ ન તરે તે તે માગે કેવી રીતે જાય? વિપર્યાસને લીધે તેને સાચું જાણતો
હોય તે તેને ઉલ્લંઘી જવાની હામ કેમ ભીડે? એટલે રખેને હું ડૂબી જઈશ એમ ડરતે રહી, ડામાડોળ બની, તે માયાજલને ઓળંગી જવાનો પુરુષાર્થ કરતા નથી, અને ત્યાં જ પડ્યો રહે છે. તેમ વિપર્યાસથી–વિપરીત મતિથી જે માયાજલ સમા વિષયને સાચા માને છે, તે તેમાંથી નિબંધ પણે પાર ઉતરવાને પુરુષાર્થ કરતો નથી, અને ત્યાં જ પડ રહે છે! તેમ વિપર્યાસથી-વિપરીત મતિથી જે માયાજલ સમાં વિષયભેગને સાચા માને છે, તે તેમાંથી નિબંધ પણે પાર ઉતરવાનો પુરુષાર્થ કરતો નથી, તેને નિસાર અસત્ય જાણું તેની સેંસરો નિર્ભયપણે પસાર થઈ જતો નથી, પણ તેમાં જ નિમગ્ન બની ડૂબી જાય છે, ગુંચી જાય છે, રપ રહે છે.
અત્રે વિષયને જે મૃગજલની-ઝાંઝવાના પાણીની ઉપમા આપવામાં આવી છે, તે અત્યંત યુક્ત છે, કારણ કે ગ્રીષ્મમાં, દૂર દૂર ક્ષિતિજમાં–જ્યાં પૃથ્વી ને આકાશ મળતા
દેખાય છે ત્યાં દષ્ટિમર્યાદાના છેડે જલનો આભાસ થાય છે, તેને મૃગ વિષય મૃગજલક જલ કહે છે. તે જલ કાંઈ વસ્તુતઃ છે જ નહિં, પણ દષ્ટિવિભ્રમથી વિપર્યાસ (Illusion of vision) તેને આભાસ માત્ર થાય છે. એવા તે
મૃગજલને સાચું જ માનીને તૃષાતુર મૃગ તે પીવાની આશાએ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org