________________
પાલપિ : પાન, ચાર ભાવનાથી રિચિત્ત શિરપન્ન થાતા
(પપ૭) અને આત્માથી મુમુક્ષુને સર્વથા હેય છે-ત્યજવા યોગ્ય છે. બાકીના બે ધર્મ અને શુકલ મોક્ષના કારણ હોઈ પ્રશસ્ત અને ઈષ્ટ છે, અને આમાથી મુમુક્ષુને સર્વથા આદેય છે, પરમ આદથી આદરવા યોગ્ય છે. અથવા પદસ્થ, પિસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એમ ધ્યાનના ચાર પ્રકાર પણ સમજવા યોગ્ય છે. આ સર્વ ધ્યાનપ્રકાર વિસ્તારથી સમજવા માટે જિજ્ઞાસુએ શ્રી જ્ઞાનાર્ણવ, અધ્યાત્મસાર, ચોગશાસ્ત્ર, મેક્ષમાળા આદિ ગ્રંથરત્ન અવલોકવા. આ સર્વ પ્રકારના ધ્યાનને અંતિમ ઉદ્દેશ શુદ્ધ આત્માના ધ્યાન પર આરૂઢ થવાનો છે. એટલે આત્મધ્યાન એજ મુખ્ય ધ્યાન છે. અત્રે ધ્યાનમાં વરૂપ બરાબર સમજવા માટે ધ્યાતા-પેય આદિનું સ્વરૂપ સમજવા છે
યાતા સ્વરૂપ આ પાન ધરનાર ધ્યાતા યોગી પુરુષ પણ તે માટેની યથાયોગ્ય યોગ્યતાવાળા હોવો જોઈએ, અને તે માટે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વૈરાગ્ય એ ચાર ઉત્તમ
ભાવનાઓથી ભાવિતામાં હવે જોઈએ-દઢ ભાવરંગી છે ચાર ભાવનાથી જોઈએ. કારણ કે જ્ઞાનભાવનાથી નિશ્ચલપણું થાય છે, દશનભાવનાથી સ્થિર ચિત્ત અસંમત હોય છે, ચારિત્રભાવનાથી પૂર્વ કર્મોની નિર્જરા થાય છે
અને વૈરાગ્ય ભાવનાથી સંગનો આશંસાનો ને ભયને ઉછેદ થાય છે અર્થાત વેરાગ્યને લીધે ચિત્ત કયાંય પણ સંગ-આસક્તિ કરતું નથી, અને આ લેકપરાકાદિ સંબંધી કઈ પણ આશંસા-ઈચ્છા કરતું નથી, અને કોઈ પણ પ્રકારના ભયકારણથી ક્ષોભ પામતું નથી. આમ જે ચાર ભાવનાથી ભાવિત હોય છે, તેનું ચિત સ્થિર થાય છે. અને આ જે સ્થિરચિત્ત હોય છે, તે જ ધ્યાનની એગ્યતા પામે છે, બીજાને-અસ્થિરચિત્તને તેની ગ્યતા હોતી નથી. ધ્યાનની સિદ્ધિ માટે ચિત્તસ્થિરતા એ સોથી પ્રથમ આવશ્યક છે. શ્રીમદ્ રાજચંદ્રજીનું પરમ ગંભીર તત્ત્વવચન છે કે બીજી સમજણ પછી કહીશ, જ્યારે ચિત્ત સ્થિર થઈશ.' તેમજ ગીતામાં પણ કહ્યું છે કે- અસંયતાત્માઓને વેગ પામ દુર્લભ છે એમ મહારી મતિ છે, પણ જેને આત્મા-મન વશ છે તે યત્નવંતને વેગ ઉપાયવડે કરીને પામી શકય છે.”—આ બધુંય ઉપરોક્ત ભાવનાથી ભાવિતાત્મામાં બરાબર ઘટે છે. શ્રી નેમિચંદ્રાચાર્યજીએ બહદુ દ્રવ્યસંગ્રહમાં ભાખ્યું છે કે-“જે તમે વિચિત્ર પ્રકારના ધ્યાનની પ્રસિદ્ધિને અથે + “ निश्चलत्वमसंमोहो निर्जरा पूर्वकर्मणाम् । सनाशंसाभयोच्छेदः फलान्यासां यथाक्रमम् ॥ स्थिरवित्तः किलैताभिर्याति ध्यानस्य योग्यताम् । योग्यतैव हि नान्यस्य तथा चोकं परैरपि।"
–શ્રી અધ્યાત્મસાર. * " असंयतात्मनो योगो दुःप्राप्य इति मे मतिः। - ઘરગામના તુ ગતતા રાજકોવાતુમુપાવતઃ ” ગીતા અ. ૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org