________________
કndi vegવાપધ્યાન, અરિહંતસ્થાન, સિહાન
(૧પ) નથી, એવા તે સર્વ ભયથી મુક્ત-પરમ નિર્ભય અવધૂત હોય છે. યોગીશ્વર રાજચંદ્રજીનું કેલ્કીર્ણ વચનામત છે કે –
નહિં તૃષ્ણ જીવ્યા તણું, મરણ પેગ નહિં ક્ષેભ; મહાપાત્ર તે માર્ગના, પરમ યોગ જિતભ.”—શ્રીમદ્ રાજચંદ્રજી.
અને આમ જ્ઞાન, દર્શન, ચારિત્ર, વૈરાગ્યની ઉત્કૃષ્ટ ભાવનાઓથી અસ્થિમજ પર્યત હાડોહાડ રંગાયેલા, ને આત્મભાવનાથી અત્યંતપણે ભાવિતાત્મા એવા આ ગીને, ચિત્ત વિક્ષેપ ઉપજાવનારા દેશે નિવૃત્ત થઈ ગયા હેવાથી, ચિત્તની અત્યંત સ્થિરતા વસે છે. એટલે આ આવા સ્થિરચિત્ત, સ્થિતપ્રજ્ઞ, આત્મારામી, શાંત-દાંત, વીતરાગગીશ્વર સમગ્ર ધ્યાનસામગ્રીથી સંપન્ન હેઈ, કયાંય પણ ઇષ્ટ-અનિષ્ટ અર્થમાં મોહ પામતા નથી, શગ ધરતા નથી, દ્વેષ કરતા નથી અને એટલે જ આ પરમ નિગ્રંથ વીતરાગ મુનીશ્વર પરમ નિશ્ચય ધ્યાનને માટે-શુદ્ધ આત્મધ્યાનને માટે પરમ યેગ્ય હોય છે.
દશેય સ્વરૂપ કચેય એટલે ધ્યાન કરવાને વિષય–આલંબન. કઈ પણ બેય ચિતવવાનો અંતિમ (Ultimate ) હેતુ આત્મધ્યાન પર આરૂઢ થવાનો છે. જે કંઈ ચિંતવતાં આત્મા નિરીય વૃત્તિને પામી એકાગ્રપણાને પામે તે ધ્યેય છે. તેમાં મુખ્ય ધ્યેય આ છે -(૧) ચેતન કે અચેતન એવી મૂર્ત—અમૂર્ત વસ્તુ, (૨) પંચ પરમેષ્ટિ, (૩) આત્મા.
૧. વસ્તુ ચેતન–અચેતન એમ બે ભાગમાં વિભક્ત છે. તે ઉત્પત્તિ-સ્થિતિ–લયરૂપ સત સ્વરૂપ સંપન્ન છે. નિજ નિજ ગુણપર્યાયથી યુક્ત એવું પ્રત્યેક દ્રવ્ય પિતાપિતાની સ્વરૂપ સત્તામાં અવસ્થિત છે. સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી અસ્તિરૂપ એવી પ્રત્યેક વસ્તુ, પર દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી નાસ્તિરૂપ છે. અર્થાત કોઈ વસ્તુ સવરૂપ છેડી પરરૂપને ભજતી નથી, સ્વસમયની મર્યાદા ઉલ્લંઘી પરસમયમાં જતી નથી. જડ છે તે જડ ભાવે જ પરિણમે છે, અને ચેતન છે તે ચેતન ભાવે જ પરિણમે છે. એમાં કોઈ પોતાને સ્વભાવ છોડી પલટતું નથી, જડ તે ત્રણે કાળમાં જડ છે, અને ચેતન તે ત્રણે કાળમાં ચેતન છે. આ પ્રગટ અનુભવરૂપ છે, એમાં સંશય કેમ હોય? ઈત્યાદિ પ્રકારે કોઈ પણ ધ્યેય વસ્તુના સ્વરૂપચિંતન પરથી આત્મા શુદ્ધ સ્વવસ્તુના સ્વરૂપચિંતન પ્રત્યે ઢળે છે, અને શુદ્ધ આત્માના ધ્યાન પર ચઢે છે. જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ
કેઈ કઈ પલટે નહિં, છડી આપ સ્વભાવ ન જડ તે જડ ત્રણ કાળમાં ચેતન ચેતન તેમ,
પ્રગટ અનુભવરૂપ છે, સંશય એમાં કેમ ? ”—બીમ રાજચંદ્રજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org