________________
(૫૪૦)
યોગદસિમુચિય પ્રત્યે દોડે છે, પણ તે મિથ્યા જલે તો જાણે હાથતાલી દઈને આવું ને આવું ભાગતું જ જાય છે ! કાંઈ હાથમાં આવતું નથી, અને દેડવાના નિષ્ફળ શ્રમથી બિચારા મૃગની તૃષ્ણ છીપવાને બદલે ઉલટી વધતી જાય છે. તેમ જડ એવા વિષય પદાર્થ અને ચેતન એવા આત્માને સંબંધ છે અસંભવિત છે, તથાપિ વિપર્યાસરૂપ વિશ્વમથી ( Illusion & Delusion ) તે જડપદાર્થમાં આત્મબુદ્ધિના સમારોપથી તે સંબંધ ભાસે છે. તે જ વિષય મૃગજલ છે. એવા તે ઝાંઝવાના પાણીને સાચું માનીને, વિષયતૃણાથી આકુલ બનેલો મોહમૂઢ જીવરૂપ મૃગ તેનું પાન કરવાની દુરાશાથી પૂર વેગે તે પ્રત્યે દેડે છે, તે ઝાંઝવાના પાણીને માટે ખૂબ ઝાંવાં નાંખે છે, પણ મહામાયાવી એવું તે માયાજલ તો લાંબેથી લટક સલામ કરી જાણે જીવની વિડંબના કરતું હોય, એમ દૂર ને દૂર ભાગતું જ જાય છે! અને આ નિષ્ફળ વિષયાનુ ધાવનથી ભવભ્રમણુજન્ય ખેદને લીધે, પશુ સમા વિષયપિપાસુ જીવની તૃષ્ણા શમવાને બદલે ઉલટી અભિવૃદ્ધિ પામે છે, અને તેથી મહા ભવભ્રમણ દુઃખ સહવું પડે છે.
આ વિપર્યાસ જ સર્વ દુઃખનું મૂળ છે, તે જ જીવને ઉંધા પાટા બંધાવે છે, અનાત્મમાં આત્મબુદ્ધિ ઉપજાવે છે, પર વસ્તુમાં વબુદ્ધિને વિશ્વમ કરાવે છે. આ અનાદિ
અવિદ્યારૂપ વિપર્યાસથી ભેગસાધનરૂપ દેહાદિમાં આત્મબુદ્ધિ ઉપજે છે, આપ આપકું દેહાદિથી આત્માને અભિન્ન માની હું દેહાદિરૂપ છું એવી મિથ્યામતિ ભૂલ ગયા!” ઉદ્દભવે છે. એટલે પછી વસ્વરૂપથી ભ્રષ્ટ થયેલો આત્મા ઇદ્રિયદ્વારથી
પ્રવર્તતી રહી વિષયમાં પડી જાય છે, અને તે વિષયોને પામીને પોતે પોતાને તવથી જાણતું નથી, પોતે પિતાને ભૂલી જાય છે ! શ્રીમદ્ રાજચંદ્રજીએ લાક્ષણિક શૈલીમાં ભાખ્યા પ્રમાણે “આપ આપકું ભૂલ ગયા, ઈનસે કયા અંધેર?” એના જેવી મહાહાસ્યાસ્પદ વાત્ત બને છે !
“હું છોડી નિજ રૂપ, રમ્યા પર પુદગલે;
ઝી ઊલટ આણી, વિષય તૃષ્ણાજલે. ”શ્રી દેવચંદ્રજી.
વિચારની ઉત્પત્તિ થયા પછી વક્ર માનસ્વામી જેવા મહાત્મા પુરુષે ફરી ફરી વિચાર્યું કે આ જીવનું અનાદિકાળથી ચારે ગતિ વિષે અનંતથી અનંતવા૨ જન્મવું મરવું થયાં છતાં, હજુ તે જન્મ-મરણાદિ સ્થિતિ ક્ષીણ થતી નથી; તે હવે કેવા પ્રકારે ક્ષીણ કરવાં ? અને એવી કઈ ભૂલ આ જીવની રહ્યા કરી છે કે, જે ભૂલનું આટલાં સુધી પરિણમવું થયું છે? આ પ્રકારે ફરી ફરી અત્યંત એકાગ્રપણે સદ્દબોધનાં વદ્ધમાન પરિણામે વિચારતાં વિચારતાં જે ભૂલ ભગવાને દીઠી છે તે જિનાગમમાં ઠામ ઠામ કહી છે; કે જે ભૂલ જાણીને તેથી રહિત મુમુક્ષુ જીવ થાય. જીવની ભૂલ જોતાં તો અનંત વિશેષ લાગે છે, પણ સર્વ ભૂલની બીજભૂત ભૂલ જે જીવે પ્રથમમાં પ્રથમ વિચારવી ઘટે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org