________________
કાંતાદષ્ટિ: પદનમીમાંસા, આત્મતત્વમીમાંસા
જડ ચેતન આ આતમ એક જ, સ્થાવર જંગમ સરિખા; દુઃખ સુખ સંકર દુષણ આવે, ચિત્ત વિચારી જે પરિ. મુનિ એક કહે નિત્ય જ આતમ તત્વ, આતમ દરિશણ લીને, કૃતવિનાશ અકૃતાગમ દૂષણ, નવિ દેખે મતિહી. મુનિ.”—આનંદધનજી.
(૪) કોઈ કહે છે કે “આ આત્મા ક્ષણિક છે એમ જાણે. પણ તેમ માનતાં બંધ–મોક્ષ કે સુખ-દુખની વ્યવસ્થા નહિં ઘટે, એ વિચાર મનમાં લાવવા યોગ્ય છે. (૫) કઈ વળી એમ કહે છે કે “ચાર ભૂત શિવાયની અળગી-જૂદી એવી આત્મસત્તા ઘટતી નથી. ” પણ આંધળો ગાડું નજરે ન ભાળે તેમાં ગાડાંને શે દોષ?–એમ અનેક વાદીઓના મતવિમરૂપ સંકટમાં પડી ગયેલું ચિત સમાધિ પામતું નથી, અને યથાર્થપણે આત્મતત્વ સમજ્યા વિના તે સમાધિ ઉપજે એમ નથી, તે મુમુક્ષુએ કેમ કરવું? “સીગત મતિરાગી કહે વાદી, ક્ષણિક એ આતમ જાણે બંધ મોક્ષ સુખ દુઃખ નવિ ઘટે, એહ વિચાર મન આણે. મુનિ ભૂત ચતુષ્ક વર્જિત આતમતા, સત્તા અલગી ન ઘટે, અંધ શકટ જે નજર ન દેખે, તે શું કરે શકટે? મુનિ એમ અનેક વાદિ મતવિભ્રમ, સંકટ પડિયે ન લહે, ચિત્તસમાધિ-તે માટે પૂછું, તુમ વિણ તત્ત કોઈ ન કહે. મુનિ –શ્રી આનંદધનજી.
ત્યારે તેનો અંતરાત્મા ( અથવા પરમાત્મા ) જાણે જવાબ આપે છે કે-અહે આત્મન્ ! તું સર્વ પક્ષપાત છોડી દઈ, રાગ-દ્વેષ-મોહ પક્ષથી વર્જિત એવા એક આત્મતવમાં રઢ લગાડીને મંડી પડ ! જે કઈ આ આત્માનું ધ્યાન કરે છે તે કરી આમાં આવતા નથી, અને બીજું બધુંય વાપૂજાલ છે એમ જાણે છે, આ તત્ત્વ ચિત્તમાં લાવે છે, માટે જેના વડે કરીને દેહ-આત્માને વિવેક ઉપજે તે જ પક્ષ ગ્રહણ કરવો ગ્ય છે, અને તે જ તત્વજ્ઞાની કહેવાય. એટલે એને અંતરાત્મા પુનઃ બોલી ઊઠે છે કે હે આત્મસ્વરૂપ આનંદઘન પ્રભુ! “મુનિસુવ્રત ! જે કૃપા કરે તે,” “આનંદઘન પદ લહીએ.”
વળતું જગગુરુ ઈણિ પેરે ભાખે, પક્ષપાત સબ ઈડી; રાગ-દ્વેષ-મોહ પખ વર્જિત, આતમ શું રઢ મંડી-મુનિસુવ્રત આતમ ધ્યાન ધરે જે કેઉ, સે ફિર ઈણમેં નાવે; વાગૂજાલ બીજું સહુ જાણે, એહ તત્વ ચિત્ત લાવે. મુનિ જિણે વિવેક ધરિયે પખ ગૃહિયે, તત્તજ્ઞાની તે કહિયે: મુનિસુવ્રત જે કૃપા કરે તો, આનંદઘન પદ લહિયે.” મુનિ–શ્રી આનંદધનજી. ઈત્યાદિ પ્રકારે ષપદની અને તે પરથી ફલિત થતા ષદર્શનની મીમાંસા કરનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org